Biodata Maker

Yogi Adityanath Oath Ceremony: મહંત યોગી આદિત્યનાથથી લઈને સીએમ યોગી સુધીની સફરયાત્રા, દરેક પડકારને બનાવ્યો સફળતાનો માર્ગ

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (15:41 IST)
UP CM Oath Ceremony 2022: ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) મં યોગી આદિત્યનાથ (Yogi Adityanath)શુક્રવારે એક નવો ઈતિહાસ રચશે. કારણ કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એકવાર ફરી સત્તામાં આવી રહી છે અને આ રાજ્યમાં છેલ્લા 37 વર્ષ પછી થઈ રહ્યુ છે.  યોગી આદિત્યનાથ આજે પોતાના કેબિનેટના સહયોગીઓની સાથે શપથ લેશે. અને આજના શપથ ગ્રહણ સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે જાણીતા ઉદ્યોગપતિ અને સાધુ સંતો પણ હાજર રહેશે. આજે યોગી આદિત્યના શપથ લેતા પહેલા તે રાજ્યમાં  જ નહી પરંતુ આખા દેશમાં બુલડોઝર બાબાના રૂપમાં ઓળખાવા લાગ્યા છે. 
 
ઉત્તર પ્રદેશમાં 2017ના વિધાનસભા ચૂંટણીમાં જ્યારે બીજેપીએ જીત મેળવી તો એક મહંતથી 
 
રાજનેતા બનેલા યોગી આદિત્યનાથનુ નામ મુખ્યમંત્રીના રૂપમા આવતા સૌને ચોંકાવી દીધા હતા. 
જ્યારે ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી, ત્યારે એક મહંત
રાજનેતા બનેલા યોગી આદિત્યનાથના નામે મુખ્યમંત્રી તરીકે સૌને ચોંકાવી દીધા હતા. જ્યારે
તેઓ ગોરખપુરથી લોકસભાના સાંસદ હતા અને સમગ્ર ચૂંટણી દરમિયાન તેમને મુખ્ય પ્રધાન તરીકે નામ આપવામાં આવ્યું હતું. તે દૂર દૂર સુધી સંભળાતું ન હતું. પરંતુ તે રાજ્યના મુખ્યમંત્રી બન્યા કહેવાય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંતોએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા માટે બીજેપી નેતૃત્વ સાથે વાત કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં યોગી આદિત્યનાથ સામે અનેક પ્રકારના પડકારો આવ્યા. પણ તેઓ દરેક પડકારને હરાવવામાં સફળ રહ્યા અને પાર્ટીની નીતિઓએન જનતા માટે લાગૂ કરવામાં સફળ રહ્યા. 
 
 
રાજ્યમાં આવુ પહેલીવાર જોવા મળ્યુ કે જ્યારે અપરાધી હાથમાં તખ્તી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તે પોલીસને પોતાને જેલમાં નાખવાની વિનંતી કરી. રાજ્યમાં મોટા મોટા માફિયાઓને જેલમાં નાખવમાં આવ્યા, જે એક સમયે સરકારોને પરોક્ષ  રીતે સરકાર ચલાવી રહ્યા હતા. યોગી આદિત્યનાથની અપરાધિઓને લઈને બનેલી સખત છબિએ તેમને કુશળ પ્રશાસકના રૂપ માં સ્થાપિત કર્યા અને રાજ્યની જનતાને ચૂંટણીમાં તેમના પર વિશ્વાસ બતાવ્યો અને ભારતીય જનતા પાર્ટીને 255 સીટો પર જીત અપાવી. 
 
અજય સિંહ વિષ્ટથી યોગી આદિત્યનાથ સુધીની યાત્રા 
 
સંન્યાસ લેતા પહેલા યોગી આદિત્યનાથનુ નામ અજય સિંહ વિષ્ટ હતુ અને  તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી જીલ્લાના એક ગામમાં થયો હતો. પરંતુ રામ મંદિરના નિર્માણના આંદોલનમાં ભાગ લેવા માટે ઘર છોડી દીધુ અને ત્યારબાદ તેઓ ગોરખપુરમાં ગોરખનાથ મંદિરના મહંત અવૈદ્યનાથને મળવા પહોચ્યા અને તેમના શિષ્ય બની ગયા. ત્યારબાદ અજય સિંહ વિષ્ય યોગી આદિત્યનાથના રૂપમાં ઓળખાવા લાગ્યા. યોગી આદિત્યનાથે 1998માં ગોરખપુરથી સૌથી ઓછા વયે સાંસદ બનીને પોતાના  રાજકીય સફરની શરૂઆત કરી.   આ બેઠક પર તેમના ગુરુ અવૈદ્યનાથ સાંસદ હતા. પાંચ વખત સાંસદ રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મળ્યા બાદ તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા. તેમની આગેવાનીમાં રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડવામાં આવી હતી..
 
લોક કલ્યાણની યોજનાઓ અમલમાં મૂકી
 
રાજ્યમાં મુખ્યપ્રધાન બનવાની સાથે જ જ્યાં યોગી આદિત્યનાથે ગુનેગારોને જેલમાં ધકેલી દીધા. બીજી તરફ સબકા સાથ અને સબકા વિકાસના એજન્ડાને અનુસરીને રાજ્યમાં અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી. રાજ્યમાં કોરોના દરમિયાન સ્થિતિ ખરાબ હતી અને વિવિધ શહેરોમાંથી રાજ્યમાં પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન યોગી આદિત્યનાથે નક્કી કર્યું કે રાજ્ય સરકાર લોકોને બસોની વ્યવસ્થા પુરી પાડશે અને તેમને લોકોને તેમના ઘર સુધી લઈ ગયા.  ઉત્તરપ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને આરોગ્ય સુવિધાઓ ઘણી ઓછી છે. પરંતુ તે છતાં રાજ્ય સરકારને કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા મળી છે.  જેની WHO સહિત વિશ્વના ઘણા દેશોએ વખાણ કર્યા. યોગી આદિત્યનાથ સરકારે  જાપાનીઝ એન્સેફાલીટીસનો સામનો કરવા સાથે રાજ્યમાં રોડ નેટવર્ક અને ઈલેક્ટ્રિસિટીની સ્થિતિમાં પણ સુધારો કર્યો છે. બીજી બાજુ રાજ્ય સરકાર બળજબરીથી ધર્માંતરણ સામે ખરડો લાવ્યો. જેનો વિરોધી પક્ષોએ જોર હ્ણો  વિરોધ કર્યો. 
 
રાજ્યમાં એસપી-બીએસપી ગઠબંધનને મળી કરારી હાર 
 
લોકસભા ચૂંટણી 2019માં રાજ્યમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની સંયુક્ત ગઠબંધન બન્યુ અને તે બીજેપી માટે એક પડકાર બનીને સામે આવી.  પરંતુ રાજ્યમાં બીજેપી 62 સીટો પર જીત નોંધાવવામાં સફળ રહી.  આ ઉપરાંત 2 સીટો તેમના સહયોગીઓને પણ મળી. જ્યારબાદ રાજ્યમાં યોગી આદિત્યનાથ વધુ મજબૂત થઈને ઉભર્યા. યોગી આદિત્યનાથ હંમેશા દાવો કરે છે કે રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી અને  યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ડબલ એંજિન  વાળી સરકાર દ્વારા વિકાસ થઈ રહ્યો છે અને તેમનુ કહેવુ છે કે આગળ પણ વિકાસની ગતિમાં ઝડપ આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments