Webdunia - Bharat's app for daily news and videos

Install App

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Webdunia
બુધવાર, 23 ઑક્ટોબર 2024 (18:01 IST)
vasundharaoswal
Who is Vasundhara Oswal: ઈંટરનેટ અને સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક નામ ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યુ છે.  એ છે વસુંધરા ઓસવાલનુ. ખૂબ જ સુંદર અને અરબપતિ બિઝનેસવુમેન વસુંઘરા ઓસવાલ વિશે દરેક કોઈ જાણવા માંગે છે. લોકો  Google પર તેના વિશે સર્ચ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે વસુંધરા ઓસવાલ, જેની યુગાંડા પોલીસ  (Uganda Police) એ ઘરપકડ કરી લીધી છે. છેવટે કેમ તેની ધરપકડ કરવામાં આવી છે.  છેવટે એવુ શુ થઈ ગયુ કે તેને જેલના સળીયા પાછળ જવુ પડ્યુ ?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vasundhara Oswal (@vasundharaoswal)

 
 વસુંધરા ઓસવાલ ભારતીય મૂળના સ્વિસ બિઝનેસમેન પંકજ ઓસવાલની (Pankaj Oswal) પુત્રી છે. 26 વર્ષની વસુંધરા પીઆરઓ ઇન્ડસ્ટ્રીઝની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 26 વર્ષની વસુંધરા ઓસ્વાલનો ઉછેર ભારત, ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો. તેણે સ્વિસ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેણે  તેના ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં પ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી અને હાલમાં તે કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vasundhara Oswal (@vasundharaoswal)

 
કેમ ચર્ચામાં છે ઓસવાલ 
વસુંધરા ઓસવાલ (Vasundhara Oswal) ના રોજ યુગાંડામાં આર્થિક અને ક્રિમિનલ એક્ટ્સને કારણે ધરપકડ(Vasundhara Oswal Arrested in Uganda) કરવામા આવી છે.  વાસ્તવમાં યુગાન્ડાની સ્થાનિક પોલીસે 26 વર્ષની વસુંધરા ઓસવાલની અટકાયત કરી છે. યુગાન્ડાના મીડિયા અહેવાલો અનુસાર, વસુંધરા ઓસવાલની એક રસોઇયાના અપહરણ અને હત્યા સાથે સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાકે તેના પર દગાબાજી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક મીડિયા અનુસાર, આ બાબત ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીના સંબંધમાં કહેવામાં આવી રહી છે. આ પછી તેની ધરપકડના સમાચાર ફેલાઈ ગયા. જેના કારણે મીડિયામાં દરેક જગ્યાએ વસુંધરા ઓસવાલની ચર્ચા થઈ રહી છે.
 
વસુંધરાના પરિવારે શુ  કહ્યુ  
 
બીજી બાજુ વસુંધરા ઓસવાલના પરિવાર તરફથી યુગાંડા પોલીસ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પિતા પંકજ ઓસવાલે દાવો કર્યો કે યુગાંડામાં વસુંધરા પર કોર્પોરેટ અને રાજનીતિક હેરફેરનો આરોપ લગાવ્યો છે. જે એકદમ ખોટો છે.  તેની ગેરકાયદેસર  ધરપકડ કરવામાં આવી હતી અને 1 ઓક્ટોબરથી તે કસ્ટડીમાં છે. પંકજ ઓસવાલે પોતાની પુત્રીને મુક્ત કરાવવા સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કર્યો છે. વસુંધરાને પરિવારના કોઈ સભ્ય કે વકીલને મળવા દેવાયા નથી.
 
તેના પિતાનું કહેવું છે કે, 'વસુંધરાને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી છે, પોલીસ તેને પગરખાંથી ભરેલા રૂમમાં રહેવા માટે મજબૂર કરી રહી છે, તેને નહાવાની કે કપડાં બદલવાની પણ સુવિધા નથી આપવામાં આવી રહી.' , પરિવારનો દાવો છે કે વસુંધરા (વસુંધરા ઓસ્વાલ)ને પણ ગભરાટ ભર્યો હુમલો થયો હતો, જેને પણ ધિકારીઓએ અવગણ્યો હતો.
 
વિશ્વના સૌથી મોંઘા ઘરના માલિક  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vasundhara Oswal (@vasundharaoswal)

 
વસુંધરા ઓસવાલ દુનિયાના સૌથી મોંઘા ઘરની માલિક પણ છે. આ ઘરની કિંમત લગભગ 1649 કરોડ રૂપિયા છે. આ ઘર 40,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. કિંમતની વાત કરીએ તો આ ઘરો વિશ્વના 10 સૌથી મોંઘા મકાનોમાં સામેલ છે. ઘર બ્લેન્ક માઉન્ટેન અને નદીના કિનારે છે. વસુંધરા ઓસવાલે અબજોપતિ ઉદ્યોગપતિ પંકજ ઓસવાલને આ મોંઘું ઘર ગિફ્ટ કર્યું છે.
 
ઓસ્વાલ ગ્રુપની કુલ સંપત્તિ રૂ. 24,600 કરોડ
 
વસુંધરા ઓસવાલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. 1999માં જન્મેલી વસુંધરાએ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો છે. વસુંધરાના જન્મ બાદ પંકજ ઓસવાલ ઓસ્ટ્રેલિયા ગયો હતો. આ પછી વસુંધરાએ સ્વિત્ઝરલેન્ડમાં એડમિશન લીધું. અભ્યાસ બાદ વસુંધરા ફેમિલી બિઝનેસનો હિસ્સો બની ગઈ. તે ઓસ્વાલ ગ્રુપની વિસ્તરણ યોજનાનું નેતૃત્વ કરે છે. ઓસ્વાલ ગ્રુપની કુલ સંપત્તિ 24,600 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments