Webdunia - Bharat's app for daily news and videos

Install App

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (12:27 IST)
Aatishi
 દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામનુ એલાન થઈ ગયુ છે. આમ આદમી પાર્ટી સરકારમાં મહત્વના પદોની કમાન સંભાળનારી આતિશીને આગામી મુખ્યમંત્રી બનાવી છે. અરવિંદ કેજરીવાલના રહેઠાણ પર થયેલ ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર બધા આપ નેતાઓએ પસંદગીની મહોર લગાવી. આ સાથે જ આતિશી સીએમના રૂપમાં દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી રહેશે. આ પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને શીલા દિક્ષિત આ પદ પર રહી ચુકી છે. આવો જાણીએ તેમના વિશે વિસ્તારપૂર્વક. 
 
આતિશી આપ સરકાર 
દિલ્હીની શિક્ષણ મંત્રી આતિશી માર્લેના આમ આદમી પાર્ટીની સીનિયર નેતાઓમાંથી એક માનવામાં આવે છે. આતિશીએ સામાજીક કાર્યકર્તાઓના રૂપમાં સાર્વજનિક જીવનની શરૂઆત કરી. પછી તેમણે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના રાજનીતિક કરિયરની શરૂઆત કરી. હાલ આતિશી દિલ્હીના કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય છે. તેમની પાસે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની સાથે સાથે પીડબલ્યુડી, સંસ્કૃતિ અને પર્યટન મંત્રીના રૂપમાં કામ કરી રહી છે. આતિશીને દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખાસ માનવામાં આવે છે. 
 
 
 પ્રારંભિક જીવન અને શિક્ષણ
આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના માતા-પિતા વિજય સિંહ અને ત્રિપ્તા વાહી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમણે સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન અને આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું.  
 
કેવુ રહ્યુ રાજનીતિક કરિયર 
આતિશીએ 2012માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન રાજનીતિમાં પગ મુખ્ય અને આમ આદમી પાર્ટીનો પાયો મુકનારા લોકોમા સામેલ રહી. પાર્ટીના આજે આ મુકામ સુધી પહોચવામાં આતિશીનુ મોટુ યોગદાન છે. તેમણે 2019 ના લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડી પણ  હારી ગઈ. 2020માં તેમણે કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની. ત્યારબાદ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જેલ ગયા પછી તેઓ શિક્ષણ મંત્રી બની ગઈ. 
 
મંત્રી બન્યા બાદ લીધા ઘણા મોટા નિર્ણયો 
શિક્ષણ મંત્રી બન્યા બાદ આતિશીએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં મહત્વના સુધારા કર્યા છે. તેમણે મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને શિક્ષણ નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતિશી હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments