Biodata Maker

શુ છે નિફા વાયરસ (Nipah virus), જાણો તેના લક્ષણ અને બચવાના ઉપાય

Webdunia
સોમવાર, 21 મે 2018 (13:33 IST)
. કેરલના કોઝીકોડમાં સરકારે એક અજ્ઞાત ઈંફેક્શનન કારણે હાઈ એલર્ટ જાહેર કર્યુ છે.  જાણવા મળ્યુ છે કે આ રહસ્યમય મોત નિફા વાયરસ  (NiV)ના એટેકને કારણે થઈ રહ્યુ છે. જેને કારણે અત્યાર સુધી આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  રવિવારે નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી, પુણે એ ત્રણ નમૂનામાં વાયરસની ઉપસ્થિતિની ચોખવટ કરી.  નિફા વાયરસ   (NiV)નું ઈંફેક્શન ક્યારેય મહામારી બનીને ફેલાય શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠણ (WHO) મુજબ નિફા વાયરસ (NiV) એક નવી ઉભરતી બીમારી છે જે જાનવરો અને મનુષ્યો બંને વચ્ચે ગંભીર બીમારીનુ કારણ બને છે.  નિફા વાયરસને નિફા વાયરસ એન્સેફલાઈટિસ પણ કહેવાય છે. 
 
નિફા વાયરસ (NiV) પહેલીવાર 1998માં મલેશિયા અને સિંગાપુરમાં ઓળખવામાં આવ્યો. જ્યારે આ ભૂંડ(સૂવર) અને મનુષ્યોમાં બીમારીનુ કારણ બન્યુ.  
શુ હોય છે નિફા વાયરસ (NiV)? અને કેવી રીતે ફેલાય છે  
 
નિફા વાયરસ મનુષ્યો અને જાનવરોમાં ફેલાનારી એક ગંભીર ઈંફેક્શન છે. આ વાયરસ એન્સેફલાઈટિસનુ કારણ બને છે. નિફા વાયરસ, હેંડ્રા વાયરસ સાથે સંબંધિત છે જે ઘોડા અને મનુષ્યોનો વાયરલ શ્વાસ સંક્રમણ સાથે સંબંધિત છે. આ ઈંફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. 
ખજૂરની ખેતી કરનારા લોકો આ ઈંફેક્શનની ચપેટમાં જલ્દી આવે છે. 2004માં આ વાયરસને કારણે બાંગ્લાદેશ ખૂબ પ્રભાવિત થયુ હતુ.
નિફા વાયરસના(NiV) ના લક્ષણ 
 
મનુષ્યોમાં નિફા વાયરસ, encephalitis સાથે જોડાયેલ છે. જેને કારણે બ્રેનમાં સોજો આવી જાય છે.  તાવ, માથાનો દુખાવો, ચક્કર, માનસિક ભ્રમ, કોમા અને છેવટે મોત થવુ તેના લક્ષણોમાં સામેલ છે.  24-28 કલાકમાં જો લક્ષણ વધી જાય તો માણસ કોમામાં જઈ શકે છે.  કેટલાક કેસમાં રોગીને શ્વાસ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. 
 
નિફા વાયરસની સારવાર ?
 
મનુષ્યોમાં નિફા વાયરસ ઠીક કરવાનુ એક માત્ર રીત છે યોગ્ય દેખરેખ. રિબાવાયરિન નામની દવા વાયરસ વિરુદ્ધ પ્રભાવી થઈ છે.  જો કે રિબાવાયરિનની નૈદાનિક પ્રભાવકારીતા માનવ પરીક્ષણમાં આજ સુધી અનિશ્ચિત છે.  દુર્ભાગ્યવશ મનુષ્યો અને જાનવરો માટે કોઈ વિશિષ્ટ એનઆઈવી ઉપચાર કે ટીકો નથી  
 
નિફા વાયરસના ઈંફેક્શનથી કેવી રીતે બચશો ?
 
આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. તેને રોકવા માટે સંક્રમિત રોગીથી છેટા રહો.  સ્વાસ્થ્ય કર્મચારીઓને હોસ્પિટલમાં નિફા વાયરસથી બચવા માટે સંક્રમિત દર્દીઓની દેખરેખ કરતી વખતે કે પ્રયોગશાળાના નમૂના સાચવવા અને જમા કરતી વખતે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.  એટલુ જ નહી બીમાર ભૂંડ અને ચામાચીડિયોના સંપર્કમાં આવતા બચો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

ગુજરાતી જોક્સ - ટીવી પર મેચ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

આગળનો લેખ
Show comments