Festival Posters

Coldplay Concert - શુ છે કોલ્ડપ્લે ? ભારતમાં કેમ છે તેનો આટલ ક્રેજ અને શુ છે કનેક્શન.... ?

Kriti Sharma
બુધવાર, 22 જાન્યુઆરી 2025 (09:55 IST)
કોલ્ડપ્લે જાન્યુઆરી 2025માં પોતાના  Music of the Spheres World Tour ના ભાગ રૂપે ભારતમાં પરફોર્મ કરી રહ્યુ છે. તે 18, 19 ના શો પછી હવે 21 જાન્યુઆરીના રોજ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં પરફોર્મ કરશે. ત્યારબાદ તે 25 અને 26 જાન્યુઆરી 2025 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનુ છે. આ સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે. જેમા 132000 થી વધુ દર્શકો બેસી શકે છે. જેનાથી આ શો કોલ્ડપ્લેના કરિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો શો બની જશે. આ બેંડનો ખૂબ મોટો ફૈન ફોલોવિંગ છે અને ભારતમાં વર્તમાન દિવસોમાં કોલ્ડપ્લે નામ દરેક જગ્યાએ ટ્રેંડ કરી રહ્યુ છે. આ આઈકોનિક બેંડ વિશે વધુ જાણવા માટે વાંચો 
 
શુ છે કોલ્ડપ્લે ?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રૉક બેંડ છે. જે 1996માં બન્યુ હતુ અને તેને તેના મેલોડિક મ્યુઝિક અને ઈમોશનલ લિરિક્સ માટે ઓળખવામાં આવે છે. બેંડમા ક્રિસ માર્ટિન (લીડ વોકલ્સ, ગિટાર, પિયાનો) જોની બકલેંડ (લીડ ગિટાર), ગાય બૈરીમેન (બાસ ગિટાર) અને વિલ ચેમ્પિયન (ડ્રમ્સ) શામેલ છે. કોલ્ડપ્લેનુ સંગીત અલ્ટરનેટિવ રૉક, પોપ અને એક્સપરિમેંટલ ધ્વનિઓનુ મિશ્રણ છે અને તેના હિટ ગીત જેવા કે "Yellow," "Fix You," "Viva la Vida," અને "Paradise" એ તેને દુનિયાભરમાં લોકપ્રિય કર્યુ છે. 
 
તેમના આલ્બમ જેવા કે  Parachutes, A Rush of Blood to the Head, અને  Viva la Vida ને દુનિયાભરમાં પ્રેમ મળ્યો  છે. કોલ્ડપ્લે પોતાની એનર્જેટિક લાઈવ પરફોર્મેંસ અને મોટા પાયા પર સ્ટેડિયમ ટૂર માટે જાણીતુ છે. સમય સાથે તેને જુદા જૉનર સાથે પણ એક્સપરિમેંટ કર્યુ છે અને તે દુનિયાભરમાં સૌથી વધુ વેચાનારા મ્યુઝિક આર્ટિસ્ટમાંથી એક બની ગયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Coldplay (@coldplay)

 
બેંડના સભ્ય શરૂઆતમાં યૂનિર્વસિટી કોલેજ લંડનમાં મળ્યા હતા. જ્યા તેમણે પહેલા પોતાનુ નામ 'બિગ ફૈટ નોઈસેસ'  મુક્યુ પછી સ્ટારફિશ માં બદલી નાખ્યુ અને અંતમા 'કોલ્ડપ્લે' પર સેટલ થયુ. 
 
કોલ્ડપ્લેનુ ભારત સાથે કનેક્શન 
કોલ્ડપ્લેનો ભારત સાથે ઉંડો સંબંધ છે, જે મુખ્ય રૂપથી તેમના સંગીત, સાંસ્કૃતિક પ્રભાવ અને ભારતીય કલાકારો સાથે સહયોગને કારણે છે.  
 
Hymn for the Weekend" (2016):
તેના હિટ ગીત  "Hymn for the Weekend" થી આ સંબંધ મુખ્ય રૂપથી બનેલ છે. જે આલ્બમ   A Head Full of Dreams નો ભાગ છે. આ ગીતનો મ્યુઝિક વીડિયો મુંબઈમાં શૂટ કરવામાં આવ્યો હતો અને  તેમા ભારતીય દ્રશ્ય જેવા રંગ બેરંગી માર્ગ, ધાર્મિક તહેવાર અને પારંપારિક સાંસ્કૃતિક પ્રતિક બતાવ્યા છે.  વીડિયોમાં બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર   (Sonam Kapoor) નો પણ કૈમિઓ છે. ગીત ખુદ કોલ્ડપ્લેની સ્ગિનેચર ધ્વનિ સાથે ભારતીય સંગીતના તત્વો મળે છે, જે વૈશ્વિક અને ભારતીય બંને દર્શકો સાથે જોડાય છે. 
 
બિયૉંસે (Beyonce) ની સાથે કરાર 
આ ગીતમાં અમેરિકી સિંગર બિયોંસેનો અવાજ પણ છે જે જુદી જ ઉદી શૈલીઓનો એક સારુ મિશ્રણ બનાવે છે. કોલ્ડપ્લેની સાથે તેમનો આ સહય્યોગ આ સાંસ્ક્રૃતિક મિશ્રણને આખી દુનિયામાં વધુ લોકો સુધી પહોચાડે છે.  
 
ભારતીય સંગીતકાર એ. આર. રહેમાન 
કોલ્ડપ્લેએ જાણીતા ભારતીય સંગીતકાર એ.આર. રહેમાન (A.R. Rahman) ની સાથે મળીને કામ કર્યુ. જેણે બેંડના સંગીત માટે ઓર્કેસ્ટ્રલ અરેંજમેંટ્સ આપ્યા અને ભારતીય સંગીત તત્વોને તેમના ગીતોમાં સામેલ કર્યા. રહેમાનનુ યોગદાન કોલ્ડપ્લેના સંગીતમાં એક વિશિષ્ટ ભારતીય સ્વાદ લાવવામાં મદદ કરે છે.
 
મુંબઈમાં લાઈવ પરફોર્મેંસ   (2016):
કોલ્ડપ્લેએ નવેમ્બર 2016માં મુંબઈમાં પોતાના પ્રથમ ભારતીય કંસર્ટનુ આયોજન કર્યુ હતુ. આ પરફૉર્મેંસ તેમના  A Head Full of Dreams વર્લ્ડ ટૂરનો ભાગ હતો અને આ બેંડ અને તેના ભારતીય ફેંસ બંને માટે ઐતિહાસિક ક્ષણ હતી. આ કંસર્ટ એક મોટી સફળતા રહી જેમાં હજારો લોકો સામેલ થયા અને તેને ભારતમાં કોલ્ડપ્લેની વધતી લોકપ્રિયતાને ઉજાગર કરી. 
 
કોલ્ડપ્લેના જાણીતા આલ્બમ 
Parachutes (2000)
A Rush of Blood to the Head (2002)
X&Y (2005)
Viva la Vida or Death and All His Friends (2008) 
Mylo Xyloto (2011) 
Ghost Stories (2014) 
A Head Full of Dreams (2015) 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments