Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીલીભીતમાં યુવકના મોતનો VIDEO: મોબાઈલ ચલાવતા ક્રોસ કરી રહ્યો હતો રોડ, કારે મારી ટક્કર

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:29 IST)
પીલીભીતમાં રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ઝડપી કારે ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવક 5 ફૂટ દૂર જઈને પડ્યો.  આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યુ છે કે યુવક તેના સંબંધીના ઘરેથી પરત આવી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો.
 
યુવકની સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટના શનિવારે રાત્રે 11 વાગ્યે પીલીભીતના બિસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
 
કાર શાહજહાંપુર તરફથી આવી રહી હતી
બિસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી ઇર્શાદ પેઇન્ટર  હતો. તે પરિવારના સભ્યો સાથે તેની બહેનના ઘરેથી પરત આવી રહ્યો હતો. સિતારા ધર્મકાંટા પાસે મોબાઈલ ચલાવતી વખતે તે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન શાહજહાંપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને કચડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોતા જોતા જ ઈર્શાદનું 17 સેકન્ડમાં જ મોત થયુ.  આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
 
ભાઈઓમાં સૌથી નાનો હતો ઈર્શાદ 
ઈર્શાદના પરિવારજનોનું કહેવું છે કે ઘટના બાદ તેઓ તેને સારવાર માટે બરેલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેણે જણાવ્યું કે 23 વર્ષીય ઈર્શાદ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. તે કાર પર પેઇન્ટર તરીકે કામ કરતો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments