Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP: રમતવીરોનુ ખાવાનુ ટોયલેટમાં મુક્યુ હતુ, વાયરલ થયો વીડિયો, જીલ્લા ખેલ અધિકારી સસપેંડ

Webdunia
મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (18:34 IST)
યુપીના સહારનપુર (UP, Saharanpur) માં કબડ્ડી ખેલાડીઓ (Kabaddi players) નુ ખાવાનુ  (players’ food) ટોયલેટમાં મુકવામાં આવ્યા હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોની નોંધ લેતા, ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લા રમતગમત અધિકારીને બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે.  ઉલ્લેખનીય છે કે 16 થી 19 સપ્ટેમ્બર સુધી સહારનપુરના ડો. ભીમરાવ આંબેડકર સ્ટેડિયમમાં ગર્લ્સ સબ-જુનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 16 વિભાગોની 300 થી વધુ છોકરીઓએ ભાગ લીધો હતો.  
 
અધિક મુખ્ય સચિવ (રમત) નવનીત સહગલે મંગળવારે જણાવ્યું હતું કે સહારનપુર જિલ્લા રમતગમત અધિકારી અનિમેષ સક્સેનાને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 
ઠેકેદારને કર્યો  બ્લેકલિસ્ટ 
 
સેહગલે કહ્યું કે, ભોજન રાંધનાર અને ખેલાડીઓને પૂરો પાડનાર કોન્ટ્રાક્ટરને 'બ્લેકલિસ્ટ' કરીને ભવિષ્યમાં કામ ન આપવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ સાથે પ્રાદેશિક રમતગમત અધિકારી હેઠળના આ કાર્યક્રમમાં ભોજન પીરસવાની કામગીરી કરતા વિભાગીય કર્મચારીઓને વિશેષ પ્રતિકૂળ પ્રવેશ આપવા નિયામક રમતગમતને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે રાજ્યના તમામ પ્રાદેશિક રમત-ગમત અધિકારીઓને કડક ચેતવણી આપી છે કે ખેલાડીઓને સુવિધાઓ આપવામાં કોઈપણ પ્રકારની બેદરકારી માફ કરવામાં આવશે નહીં.
 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments