આ અગાઉ શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે લોકસભામાં કહ્યું કે પાર્ટી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે
આ બિલને ખેડૂતો વિરૂધી ગણાવવામાં આવતા રાજ્યના ખેડૂતોએ માંગણી કરી છે તે તમામ ત્રણેય બિલ પાછા ખેંચવામાં આવે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, પંજાબનો જે કોઈ પણ સાંસદ આ બિલોનું સંસદમાં સમર્થન કરશે, તેને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ દબાણને વશ થઈને શિરોમણી અકાલી દળના સાંસદ અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌર પોતાના પદ પરથી રાજીનામું આપશે.