Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

Webdunia
ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (11:24 IST)
કલ્યાણમાં ટ્રેન દુર્ઘટનાઃ પાંચ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા, કોઇ જાનહાની નહી 
 
હાલના દિવસોમાં સતત ટ્રેન અકસ્માતોના સમાચારો મળી રહ્યા છે. ગઇકાલે કાનપુરમાં ટ્રેન અકસ્માત થયા બાદ આજે સવારે મહારાષ્ટ્રમાં એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર બની છે. આ દુર્ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલ કલ્યાણ વિસ્તારમાં થવા પામેલ છે. અહી ટ્રેનના પાંચ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા છે. અત્યાર સુધીમાં કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.
 
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ, મતગણતરીને લઈને ઉત્સાહનો માહોલ 
 
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન ગણાતી રાજ્યની 8954 ગ્રામપંચાયતોના ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે રાજ્યના 252 કેન્દ્રો પર મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે. ગ્રામપંચાયતની ચૂંટણીઓના પરિણામો દરેક પક્ષ માટે ખૂબ જ અગત્યના મનાય છે. આજના પરિણામોમાં કુલ 1,20,936 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતગણતરીને લઇને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. તાલુકા મથકો પર ઉમેદવારો અને સમર્થકો ઉમટી પડ્યાં છે. 8,624 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 80.12 ટકા વિક્રમી મતદાન થયું છે. ચૂંટણીમાં સૌથી વધુ 87.45 ટકા મતદાન નર્મદા અને સૌથી ઓછું 70.47 ટકા મતદાન ભાવનગર જિલ્લામાં થયું હતું. જ્યારે અમદાવાદ જિલ્લાની 332 ગ્રામ પંચાયતમાં 82.80 ટકા મતદાન થયું હતું.
 
નોટબંધીના 50 દિવસ પૂરા... મોદીએ પ્રજાને આપેલ વચનની મુદત પુરી 
 
બેંકમાં 500 અને 1000 રૂપિયાની નોટ જમા કરાવવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. પીએમ મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1000ની જુની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ પ્રજાને જે વચન આપ્યુ હતુ તેની મુદત આવતીકાલે પુરી થઇ રહી છે. પીએમ મોદીએ 30મી પછી મુશ્કેલી દુર થશે તેવુ વચન આપ્યુ હતુ પરંતુ હજુ પણ દેશમાં રોકડની અછત ચાલુ છે. લોકોને સપ્તાહમાં 24000 ઉપાડવા માટે બેંકોના ધક્કા ખાવા પડે છે તો એટીએમની બહાર લાઇનો પણ હજુ ચાલુ છે. નોટબંધી બાદ સરકાર રોજ કોઇને કોઇ નવા ફેંસલા લઇને આવી હતી. જો કે આવતીકાલ પછી પણ લોકોની મુશ્કેલી દુર થાય તેવુ લાગતુ નથી. એટીએમમાંથી એક દિવસમાં રપ૦૦ રૂ. ઉપાડવાની લીમીટ આવતીકાલ પછી પણ ચાલુ રહે તેવી શકયતા છે.
 
થાણેના કલ્યાણમાં ટ્રેન દુર્ઘટનાઃ પાંચ ડબ્બા પાટા ઉપરથી ઉતર્યા 
 
હાલના દિવસોમાં સતત ટ્રેન અકસ્માતોના સમાચારો મળી રહ્યા છે. ગઇકાલે કાનપુરમાં ટ્રેન અકસ્માત થયા બાદ આજે સવારે મહારાષ્ટ્રમાં એક ટ્રેન દુર્ઘટનાનો શિકાર બની છે. મળતા અહેવાલો મુજબ આ અકસ્માત સવારે 5.53  કલાકે કલ્યાણ વિઠ્ઠલવાડી વચ્ચે થયો હતો ત્યાં કુર્લા-અંબરનાથ લોકલ ટ્રેનના પાંચ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. અકસ્માતને કારણે આ રૃટ ઉપર રેલ્વે વ્યવહારને અસર થઇ છે.  ગઇકાલે કાનપુર નજીક અજમેર-સિયાલદહના 14  ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા અને જેમાં અનેકને ઇજા થઇ હતી તેમજ બેના મોત થયા હતા
 
નોટબંધી - નાણાંની અછતને ધ્યાનમાં રાખતા RBI તમામ કંપનીઓને પ્રિપેઇડ કાર્ડ દ્રારા પગાર આપવાની સુવિદ્યા 
 
 નોટબંધીના કારણે સર્જાયેલી નાણાંની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ તમામ કંપનીઓને પ્રિપેઇડ કાર્ડ મારફતે કર્મચારીઓને પગાર આપવાની સુવિધા આપી છે. આ પહેલા આ સુવિધા માત્ર અમુક કંપનીઓ પાસે જ હતી. આરબીઆઈની આ નવી સુવિધાને કારણે કંપનીઓને તેના કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં સરળતા રહેશે. . આ ઉપરાંત પેમેન્ટ કરવા માટે કર્મચારીની સહીનું વેરિફિકેશન કરવાની જવાબદારી જેતે એમ્પ્લોયરની રહેશે. 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments