Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: DMK MLAs એ ખુરશીઓ ફેંકી કાગળ ફાડ્યા, તમિલનાડુ અસેંબલીમાં જોરદાર હંગામો

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (10:25 IST)
તમિલનાડુના નવા સીએમ ઈ. પલાનીસ્વામી કૉન્ફિએંસ મોશન પર વિધાનસભામા વોટિંગ દરમિયાન જોરદાર હંગામો થયો. 
 
સીક્રેટ બૈલટ વોટિંગ કરી માંગ પર અડ્યા ડીએમકે ધારાસભ્ય સ્પીકરની ખુરશી પર ચઢી ગયા. કાગળ ફાડ્યા, ખુરશીઓ ફેંકી અને માઈક તોડી નાખ્યા.  આ દરમિયાન ડીએમકેના ધારાસભ્ય ક્રૂ કા સેલ્વમ તો સ્પીકરની ખુરશી પર જ ચઢી ગયા.  કાગળ ફાડ્યા. ખુરશીઓ ફેંકી. હંગામો વધતો જોઈ સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી 1 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દીધી છે. આ પહેલા ડીએમકેના ધારાસભ્યોએ પન્નીરસેલ્વમના સપોર્ટમાં નારેબાજી કરી. બીજી બાજુ પન્નીરસેલ્વમ કેમ્પના ધારાસભ્યોએ પણ સીક્રેટ બેલટ વોટિંગની પણ માંગ કરી. ઉલ્લેખનીય છે કે પાલાનીસામીએ ગુરૂવારે જ શપથ લીધી છે. રાજ્યમાં 29 વર્ષ પછી આવી તક આવી છે. જ્યારે ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે.  આ પહેલા એમજી રામચંદ્રનના નિધન પછી AIADMKમાં ફુટ પડી હતી.  આ દરમિયાન ફ્લોર ટેસ્ટમાં જયલલિતા હારી ગઈ હતી. પછી ચૂંટણીમાં તેઓ જીતીને પરત ફર્યા. 

 
તમિલનાડુના નવા સીએમ ઈ. પલાનીસ્વામી શનિવારે સવારે 11 વાગ્યે અસેંબલીમાં મેજોરિટી સાબિત કરશે. તેમણે ગુરૂવારે જ શપથ લીધી છે. રાજ્યમાં 29 વર્ષ પછી એવી તક આવી છે જ્યારે ફ્લોર ટેસ્ટ થશે. આ પહેલા એમજી રામચંદ્રનના નિધન પછી  AIADMK  માં ફુટ થઈ હતી. આ દરમિયાન ફ્લોર ટેસ્ટમાં જયલલિતા હારી ગઈ હતી. પછી ચૂંટણીમાં તે જીતીને મંત્રી બની. આ વખતે ફ્લોર ટેસ્ટમાં પણ હાલત કંઈક આવા જ છે. જયલલિતાના નિધન પછી તેમની રાજકારણીય વારસદાર શશિકલા બેહિસાબ પ્રોપર્ટીના કેસમાં જેલ જઈ ચુકી છે. ત્યારબાદ પલાનીસ્વામી સીએમ બન્યા છે. પણ ઓ. પન્નીરસેલ્વમ બાગી છે. બીજી બાજુ ડીએમકેએ પણ સ્પષ્ટએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમના ધારાસભ્ય નવા સીએમ વિરુદ્ધ વોટિંગ કરશે.  શુ છે સીટોનું ગણિત... 
 
તમિલનાડુ અસેંબલીમાં હાલની સ્થિતિ ?
 
- વિધાનસભામાં કુલ 234 સીટો છે.  AIADMK પાસે 135 અને ડીએમકે પાસે 89 સીટો છે. 
- જયલલિતાના નિધન પછી તેમની સીટ ખાલી છે. કોંગ્રેસ પાસે 8 સીટ અને મુસ્લિમ લીગ પાસે એક સીટ છે. 
- ડીએમકેના નેતા કરુણાનિધિની તબિયત ખરાબ હોવાથી તેમની ગણતરી ન કરીએ તો વિશ્વાસ મતની વિરુદ્ધમાં 108 મત છે. 
- વિરુદ્ધના મતોમાં પનીરસેલ્વમના 11, ડીએમકેના 89 (કરુણાનિતિ સહિત), કોંગ્રેસના આઠ અને આઈએમક્યુએલના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. 
- જો વિશ્વાસ મતમાં ટાઈ પડશે તો સ્પીકર તેમના મતનો ઉપયોગ કરી શકે છે
 
બીજીબાજુ પક્ષમાં બધુ સમુસુતરું હોય તેમ જણાતું નથી. અસંતોષ ભભૂકી રહ્યો હોવાના સંકેત આપતાં ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ ડીજીપી આર. નટરાજે જણાવ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાનના વિશ્વાસ પ્રત્સાવની વિરુદ્ધમાં મત આપશે. નટરાજની ઘોષણા સાથે રાજ્ય વિધાનસભામાં પલાનીસામીના સમર્થક ધારાસભ્યોની સંખ્યા 123 થઈ ગઈ છે. તમિળનાડુ વિધાનસભામાં કુલ સંખ્યાબળ 234 છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના અવસાન પછી ધારાસભ્યોની કુલ સંખ્યા 233 છે અને બહુમતી માટે ચમત્કારિક આંક 117 છે. આમ પનાલીસામી જૂથ છ ધારાસભ્યોની સરસાઈ ધરાવે છે. જ્યારે પનીરસેલ્વમને માત્ર 11 ધારાસભ્યોનો જ ટેકો છે. તેઓ જો પનાલીસામી જૂથના સાત ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી દે તો શશિકલા જૂથ સંકટમાં મુકાઈ શકે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments