Webdunia - Bharat's app for daily news and videos

Install App

WHOએ કહ્યું, 'ઓમિક્રૉન માત્ર પ્રતિબંધોથી નહીં રોકી શકાય', ભારત આવતાં મુસાફરો માટે શું છે ગાઇડલાઇન?

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (08:34 IST)
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ફેલાવાને લઈને આખી દુનિયામાં હવાઈયાત્રા પર અલગઅલગ નિયમો લદાઈ રહ્યા છે, તો ઘણા દેશોએ યાત્રાઓને લઈને નિયમોમાં ફેરફાર પણ કર્યા છે.
 
કેટલાક દેશોએ તો વિદેશી યાત્રાઓ સંબંધિત પ્રતિબંધ પણ લાદ્યા છે.
 
ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય ઉડાનો 15 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પણ તેને હાલમાં અનિશ્ચિતકાળ (આગામી જાહેરાત સુધી) માટે ટાળી દેવાઈ છે.
 
જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટ પર યાત્રાઓ સંબંધિત કોઈ પણ કાર્યવાહી તેની "મોજૂદગીના ખતરાના આધારે" કરવી જોઈએ, કેમ કે યાત્રા પર પ્રતિબંધથી આ વૅરિયન્ટને ફેલાતો રોકી શકાશે નહીં.
 
WHOએ યાત્રા સંબંધિત એક નિવેદન જારી કરીને કહ્યું કે યાત્રા પ્રતિબંધ ઓમિક્રૉનને ફેલાતો રોકી નહીં શકે, પણ આ રીતના પ્રતિબંધો જીવન અને તેમની આજીવિકા પર ભારે પડશે.
 
આ નિવેદનમાં એ પણ કહેવાયું છે કે રિપોર્ટ છે કે 28 નવેમ્બર સુધી 56 દેશોએ ઓમિક્રૉનના તેમના દેશોમાં સંભવિત પ્રવેશમાં મોડું થાય એ માટે કેટલાક યાત્રાઉપાય લાગુ કર્યા છે.
 
તેમજ WHOએ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સલાહ આપી છે.
 
WHOએ કહ્યું કે 60 વર્ષથી વધુ ઉંમરના એ લોકો, જેમણે રસી નથી લીધી કે જેમની પાસે કોવિડ સંક્રમણ થવાના કોઈ પુરાવા નથી અને જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે, તેમની યાત્રાઓ સ્થગિત કરવાની સલાહ આપવી જોઈએ, કેમ કે તેમને આ બીમાર થવાનો અને મૃત્યુ થવાનો, એમ બંનેનો વધુ ખતરો છે.
 
વિદેશમાંથી ભારત પરત ફરતા મુસાફરો માટે સરકારી ગાઇડલાઇન શું છે?
 
કોરોનાના ઓમિક્રોન વૅરિયન્ટથી બચવા 'જોખમરૂપ દેશો'માંથી પરત ફરી રહેલા મુસાફરો માટે ભારત સરકારની ગાઇડલાઇન જારી કરાઈ છે.
 
1 ડિસેમ્બરથી 'જોખમરૂપ દેશો'માંથી ભારત પરત ફરી રહેલા મુસાફરોએ ઍરપૉર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવી, પરિણામ માટે રાહ જોવાની રહેશે
 
આ સિવાય જે તે રાજ્ય સરકારોએ આ દેશોમાંથી આવતાં મુસાફરો માટે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે અનુસરણ માટે અલગ માર્ગદર્શિકા બહાર પાડી છે.
 
આગમનના આઠમા દિવસે 'જોખમરૂપ દેશો'માંથી પરત ફરેલા મુસાફરોના ફરી ટેસ્ટિંગ થશે.
 
આ સિવાય અમુક રાજ્ય સરકારો દ્વારા ફરજિયાત સંસ્થાકીય કૉરૅન્ટીન રહેવા સહિત ટેસ્ટિંગની જોગવાઈ કરી છે, જેનો ખર્ચ મુસાફરોએ ભોગવવાનો રહેશે
 
'જોખમરૂપ દેશો' કયા કયા?
 
યુનાઇટેડ કિંગડમ સહિત યુરોપના તમામ દેશ
સાઉથ આફ્રિકા
બ્રાઝિલ
બોત્સવાના
ચીન
મૉરેશિયસ
ન્યૂઝીલૅન્ડ
ઝિમ્બાબ્વે
સિંગાપોર
હૉંગકૉંગ
ઇઝરાયલ

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments