Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019માં રાજ્યસભા ચૂંટણીની કેટલી અસર પડશે, SP-BSPનું ગઠબંધન બની શકશે ?

Webdunia
શનિવાર, 24 માર્ચ 2018 (16:32 IST)
ઉત્તર પ્રદેશની 10 સીટો પર રાજ્યસભા ચૂંટણીમાં 2019ના લોકસભા ચૂંટણી માટે રાજકારણીય ચાલ ચાલી રહી હતી. યુપીની 10મી સીટ પર સપા-બસપાના ગઠબંધનની બુનિયાદ ટકી હતી. સપ આ પ્રમુખ અખિલેશ યાદવે બસપા ઉમેદવાર ભીમરાવ આંબેડકરને જીતાડવાની દરેક શક્ય કોશિશ કરી પણ બીજેપીના સમીકરણ અને બીએસપી ધારાસભ્યના ક્રોસ વોટિંગે બધી ગણતરી પણ પાણી ફેરવી દીધુ.  આવામાં એક મોટો પ્રશ્ન હવે ઉભો થયો છે કે શુ ભવિષ્યમાં લોકસભા ચૂંટણી માટે સપા -બસપાનુ કોઈ ગઠબંધન બની શકશે ?
 
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હાલ રાજ્યસભા ચૂંટણીના પરિણામ પછી સપાની ભૂમિકાને લઈને બસપા નારાજ નથી. પરિણામ આવ્યા પછી બસપાના મહાસચિવ સતીષ ચંદ્ર મિશ્રાએ કહ્યુ બસપા સપા અને કોંગ્રેસ ગઠબંધનના પર્યાપ્ત મત બસપા ઉમેદવાર ભીમરાવ આંબેડકરને મળી છે. બીજેપીએ ધનબળ સત્તાબલ અને બેઈમાનીના દમ પર રાજ્યસભા ચૂંટણી જીતી છે તેમણે કહ્યુ બીજેપીએ ભીમરાવ આંબેડકરને રાજ્યસભામાં જવાથી રોકીને દલિત વિરોધી હોવાનુ પ્રમાણ આપ્યુ છે. આ માટે બીજેપીએ ધારાસભ્યોની જોરદાર ખરીદ વેચાણ કર્યુ છે.  અમારા  બે ધારાસભ્યને મતાધિકારનો ઉપયોગ કરવાથી વંચિત રાખ્યા છે.  બીએસપી નેતાના નિવેદનના આધાર પર એવુ માનવામાં આવી રહ્યુ છે કે સપાના સહયોગને લઈને બસપામાં કોઈ પ્રકારનો મતભેદ નથી. 
 
મતદાન પહેલા યુપીનુ રાજકારણીય વાતાવરણને ધ્યાનમાં રાખતા બસપા સુપ્રીમો માયાવતીએ સપા પાસે 10 વધુ ધારાસભ્યોની લિસ્ટ માંગી હતી જે બીએસપી ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતાના આધાર પર વોટ કરશે. બસપાના સહયોગથી બે લોકસભા સીટોની પેટાચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકેલ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ કોઈપણ સંજોગોમાં માયાવતીની દોસ્તી તોડવા માંગતા નહોતા.  જેને ધ્યાનમાં રાખતા અખિલેશ યાદવે પોતાના સૌથી વિશ્વસનીય ધારાસભ્યોની લિસ્ટ બસપા સુપ્રીમોને પહેલા જ સોંપી દીધી હતી. 
 
કાર્યકર્તા ઈચ્છે છે મૈત્રી 
 
આ અંગે સપા પ્રવક્તા અતાઉર્રહમાને કહ્યુ, અખિલેશ યાદવે જે વચન બીએસપી પ્રમુખ માયાવતી  પાસે કર્યુ હતુ તેને પૂરી ઈમાનદારી સાથે ભજવ્યુ. ભીમરાવ આંબેડકરને જીતાડવાની દરેક શક્ય મદદ કરી. પણ સત્તાધારી બીજેપીએ ધનબળની મદદથી જીત મેળવી લીધી.  બસપા-સપાની  મૈત્રીમાં કોઈપણ પ્રકારની દરાર ન પડવી જોઈએ. 2019માં સપા-બસપા એક સાથે મળીને યુપીમાંથી બીજેપીનો સફાયો કરશે. બંને પાર્ટીના સામાન્ય કાર્યકર્તાની ઈચ્છા છે કે આ મૈત્રી કાયમ રહે. 
 
ઉલ્લેખનીય છે કે વર્તમન રાજનીતિ વાતાવરણમાં સપા-બસપા આ વાતથી સારી રીતે વાકેફ છેકે તેઓ એકલાના દમ પર બીજેપીનો મુકાબલો નથી કરી શકતા. 2014ના લોકસભા અને 2017ના વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીયે પોતાની સ્થિતિ જોઈ લીધી છે. આવામાં બંને રાજનીતિક ભવિષ્યને જોતા 23 વર્ષ જૂની દુશ્મની ભૂલીને મૈત્રીનો હાથ આગળ કર્યો છે. આ કોશિશથી એ પણ જાણ થાય છે કે બંને પાર્ટીયો 1995ની ઘટનામાંથી બહાર આવી ચુકી છે. 
 
ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં સપા-બસપાને જીતનો ફોર્મૂલા પણ મળી ગયો છે. 1993માં રામમંદિર આંદોલનની લહેરને સપા-બસપાએ મળીને રોક્યો હતો. ત્યારે બંને દળોએ ભેગી સરકાર બનાવી હતી.  એકવાર ફરી બંને મોદી લહેરને રોકવા માટે એક થવાની કોશિશમાં છે.  રાજ્યસભા ચૂંટણીમાં બસપા ઉમેદવારની હારથી બંને દળોની મૈત્રી પર ખૂબ વધુ પ્રભાવ પડતો લાગી રહ્યો નથી. 
 
બસપા નેતા સૈય્યદ કાસિમે કહ્યુ બીજેપીએ રાજ્યસભાના 9માં ઉમેદવારને જીતાડવા માટે જે રીતના હથકંડા અપનાવ્યા ક હ્હે તેને જોઈને કોણ કહેશે કે બીજેપીની જીત થઈ છે. બસપા ઉમેદવારને બીજેપી ઉમેદવારથી વધુ વોટ મળ્યા છે. પણ દ્વિતીય વરિયતાના આધાર પર બીજેપીને જીત મળી છે. આવામાં નૈતિક જીત બસપાની થઈ છે. 
 
સૂત્રો મુજબ હાલ બંને દળોમાં 2019ના માટે ગઠબંધનની કોઈ વાત થઈ નથી. આવામાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોના હિસાબથી હાલ સપા-બસપા ગઠબંધનની વાત કરવી યોગ્ય નથી.  આ સમય પર નક્કી થશે પણ એક વાત સ્પષ્ટ છે કે બંને મળીને ચૂંટણી લડશે તો બીજેપીને યૂપીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી જશે.  2019માં મોદી અભિયાનને પણ તગડો ઝટકો લાગી શકે છે. 
 
 
અહી એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી નથી કે યુપીમાં સપા-બસપા બંને એવી પાર્ટીયો છે જેમની પાસે એક મજબૂત વોટ બેંક છે. આવામાં બંને દળ મળીને ચૂંટણી લડશે તો બીજેપી માટે યુપીમાં 2014 જેવા પરિણામ લાવવા મુશ્કેલ થઈ જશે. એ જ કારણ છે કે બીજેપી નેતા સપા-બસપાની મિત્રતાને લઈને વ્યંગ્ય કરી રહ્યા છે. રાજ્યસભા ચૂંટણી પરિણામો પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ સપા ફક્ત લેવાનુ જાણે છે આપવુ નહી. સીએમ યોગીનુ આ નિવેદન સપા-બસપાની મૈત્રીમાં દરાર નાખવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી પછી આઝમ ખાને કહ્યુ હતુ કે જો અમે ફરીથી વિખરાય જઈશુ તો ફરીથી હારી જઈશુ. આ ગઠબંધન લાંબુ ચાલશે. એક દુશ્મને અમને મિત્ર બનાવ્યો છે. 2019માં સપા-બસપા ગઠબંધન કરીને ચૂંટણીમાં ઉતરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat- સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

આગળનો લેખ
Show comments