Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (10:11 IST)
sachine modi
PM Modi's Nephew Sachin Modi Viral Video: મહાકુંભ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો આ સમયે તેની ચરમસીમાએ છે. આ મહાન કાર્યક્રમનો લ્હાવો લેવા દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.   આ વીડિયો અન્ય કોઈ નહી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભત્રીજા સચિન મોદીનો  છે, જેમાં તે પોતાના મિત્રો સાથે કબીર ભજન ગાતો જોવા મળે છે. આ વિડીયો જોઈને લોકો હેરાન છે કે પીએમ મોદીના ભત્રીજો એક સામાન્ય ભક્તની જેમ મહાકુંભમાં ભાગ લઈ રહ્યો છે 

<

प्रधानमंत्री नरेंद्र मोदी के भतीजे सचिन मोदी ने प्रयागराज में महाकुंभ के दौरान अपने दोस्तों के साथ कबीर भजन गाए। सोशल मीडिया पर हो रहे वायरल। #ViralVideo #PMModi #SachinModi #webdunia #MahaKumbh2025 #YogiAdityanath pic.twitter.com/w3x0TmFRjk

— Webdunia Hindi (@WebduniaHindi) January 20, 2025 >
 
મળતી માહિતી મુજબ, સચિન મોદી તેના બે મિત્રો સાથે મહાકુંભ પહોંચ્યા હતો, જ્યાં તેણે કબીર ભજન ગાવાનો આનંદ માણ્યો. તેના મિત્રો વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તે બધા સાથે ભજનના તાલમાં ડૂબેલા જોવા મળ્યા. આ વીડિયોમાં સચિન મોદી અને તેના મિત્રો સાથે તેના પિતા પંકજ મોદી પણ જોવા મળે છે, જે વડાપ્રધાન મોદીના સગા ભાઈ છે. સચિન મોદીને કબીર ભજન ગાતો  જોઈને તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
 
સચિન મોદીએ પરિવાર અને મિત્રો સાથે મહાકુંભનો આનંદ માણ્યો
 
પીએમ નરેન્દ્ર મોદીનો  ભત્રીજો હોવા છતાં, સચિન મોદીએ એક સામાન્ય ભક્તની જેમ મહાકુંભમાં ભાગ લીધો હતો. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમનો ભાગ બન્યો અને સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભજન ગાઈને મહાકુંભનો આનંદ માણ્યો. આ દ્રશ્ય સામાન્ય માણસ જેવું સાદું જીવન જીવવાનો સંદેશ આપે છે જે તેના અંગત જીવનને પ્રતિબિંબિત કરે છે.
 
શ્રી રામ સખા મંડળનો સભ્ય છે સચિન મોદી 
 
સચિન મોદી જે વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે. તે શ્રી રામ સખા મંડળ નામના ભક્ત જૂથના સક્રિય સભ્ય પણ છે. આ જૂથ અમદાવાદ અને ગાંધીનગરમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ જૂથમાં ડોક્ટરો, એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે અને સેંકડો યુવાનો આ જૂથ સાથે જોડાયેલા છે. મહાકુંભના આ વીડિયોમાં, સચિન મોદી તેના મિત્રોના જૂથ સાથે ભજનોનો આનંદ માણતો જોવા મળે છે.
 
બે CA મિત્રો સાથેનો સચિન મોદીનો વીડિયો થયો વાયરલ 
 
મહાકુંભમાં ભાગ લેતા ત્રણ યુવાન મિત્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આમાંથી બે યુવાનો સીએ છે અને ત્રીજો યુવાન બીજું કોઈ નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજો સચિન મોદી છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે સચિન મોદી ભલે પ્રધાનમંત્રીના સંબંધી હોય, પરંતુ તે  સામાન્ય લોકોની જેમ મહાકુંભના આ અદ્ભુત કાર્યક્રમનો ભાગ બન્યો અને પવિત્રતાનો લાભ ઉઠાવ્યો. આ ઘટના સાબિત કરે છે કે ધાર્મિક તહેવારો અને કાર્યક્રમોમાં કોઈનું સ્થાન કે દરજ્જો મહત્વનું નથી, મહાકુંભમાં બધા એક સમાન છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ગુજરાતી જોક્સ - બાબુ આઈ લવ યુ

વધુ જુઓ..

નવીનતમ

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

આગળનો લેખ
Show comments