Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાની બાળક બન્યો ભારતનો સૌથી નાનો બોન મૈરો ડોનર

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2016 (12:52 IST)
પાકિસ્તાનનો 8 મહિનાનો બાળક રયાન પોતાનાથી 2 વર્ષ 4 મહિનાની મોટી બહેન જીનિયાને બોન મૈરો દાન કરીને ભારતનો સૌથી ઓછી વયનો ડોનર બની ગયો છે.  જીન્યા એક દુર્લભ બીમારી હીમોફૈગોસિટિક લિમ્ફોહિસ્ટિઓસાઈટોસિસ(એચએલએચ)થી પીડિત હતી. જેમા તેની બોન મૈરો કંઈક એવી અસામાન્ય કોશિકાઓનુ નિર્માણ કરી રહી હતી જે તેની સામાન્ય મૈરો કોશિકાઓને નષ્ટ કરી રહી હતી. આ બીમારીનો ઈલાજ ફક્ત બોન મૈરો ટ્રાંસપ્લાંટના દ્વારા જ કરી શકાતો હતો. 
 
જીનિયાના પિતા જિયા અલ્લાએ જણાવ્યુ, પાકિસ્તાનમાં એવુ માનવામાં આવે છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. અમે બધી આશાઓ છોડી દીધી હતી પણ પછી અમને જાણ થઈ કે આ બીમારીની સફળતાપૂર્વક સારવાર થઈ રહી છે. જીનિયાની સારવાર કરનારા નારાયણા હેલ્થ સિટીના સીનિયર ડૉક્ટર સુનીલ ભાટે જણાવ્યુ, 'બોન મેરો ટ્રાંસપ્લાંટના બે મહિના પછી બંને બાળકો સ્વસ્થ છે અને થોડા જ દિવસમાં પાકિસ્તાનના સાહીવાલ સ્થિત ઘરે પરત ફરી શકે છે. 
 
જીનિયાને ખરાબ સ્થિતિમાં ભારત લાવવામાં આવી હતી. ડોક્ટરો મુજબ ફક્ત તેનો નાનો ભાઈ રયાન સાથે જ જીનિયાના બોન મૈરો મેચ કરી રહ્યા હતા. આ એક ખૂબ જોખમભર્યુ ઓપરેશન હતુ કારણ કે ફક્ત આઠ મહિનના રયાનને પણ જીવનુ જોખમ હતુ. ડોક્ટર ભાટે જણાવ્યુ આ અનોખા ટ્રાંસપ્લાંટ પછી રયાન ભારતનો સૌથી ઓછી વયનો બોન મૈરો ડોનર બની ચુક્યો છે.  બીજી બાજુ બાળકોના પિતા જિયા અલ્લાહે જણાવ્યુ કે હવે તેઓ લોકોને આ બીમારી પ્રત્યે જાગૃત કરવા માટે ફેસબુક પેજ બનાવશે.  સાથે જ પાકિસ્તાનમાં પણ આ બીમારીની સારવાર માટે જાગૃતતા ફેલાવશે. 

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments