Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગરનો બનાવ- વકિલને કૂતરું કરડ્યું તો કોર્ટે આપ્યો વળતરનો આદેશ

Webdunia
મંગળવાર, 13 માર્ચ 2018 (12:18 IST)
કન્ઝ્યુમર કોર્ટ દ્વારા સુરેન્દ્રનગર મ્યુનિસિપાલિટીને એક વકીલને 2000 રુપિયા વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. આ વકીલને કૂતરું કરડી ગયું હતું, જેના માટે તેણે ફરિયાદ કરી હતી. વળતરની સાથે સાથે કોર્ટે મ્યુનિસિપાલિટીને આદેશ આપ્યો છે કે, નગરપાલિકાની હદમાં આવતા તે દરેક વિસ્તાર જ્યાં કૂતરા કરડવાની ફરિયાદ વધારે સંખ્યામાં હોય તેનો નિકાલ કરવામાં આવે. 30 ઓગસ્ટ, 2014ના રોજ એડવોકેટ અમિતકુમાર પરમારને કૂતરું કરડી ગયુ હતુ. તેમણે તાત્કાલિક પ્રશાસનને રઝળતા કૂતરાઓને પકડવાની અરજી કરી હતી અને કલેક્ટર તેમજ ચીફ ઓફિસર સમક્ષ પણ રજુઆત કરી હતી.અમિતકુમારને જ્યારે લાગ્યું કે તેમની અરજી પર કોઈ પગલાં નથી લેવામાં આવ્યા તો તેમણે લીગલ નોટિસ ઈશ્યુ કરી હતી. આ લીગલ નોટિસ પ્રશાસને યાદ કરાવવા માટે મોકલી હતી કે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવું અને જાહેર રસ્તાઓ પરથી રઝળતા કૂતરાં દૂર કરવા તેમની જવાબદારી છે.જ્યારે લીગલ નોટિસ ઈશ્યુ કરવા પર પણ કોઈ પગલાં લેવામાં ન આવ્યા તો અમિતકુમારે સુરેન્દ્રનગર જિલ્લાની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ ફોરમમાં ફરિયાદ કરી અને કૂતરું કરડવાને કારણે થયેલા નુકસાનનું વળતર માંગ્યું. કોર્ટની નોટિસ પર પણ ચીફ ઓફિસરે કોઈ જવાબ નહોતો આપ્યો.કોર્ટે આ બાબતે જણાવ્યુ હતું કે, મ્યુનિસિપાલિટી કાયમ આરીતે લોકોની સુરક્ષાના મુદ્દાની અવગણના કરતી હોય છે. રઝળતા કૂતરાં અને અન્ય પ્રાણીઓને કારણે લોકોને ઘણી સમસ્યા થતી હોય છે. અમિતકુમારની ફરિયાદ જ દર્શાવે છે કે, અરજી કરવા છતાં, નોટિસ મોકલવા છતાં અને લીગલ નોટિસ સુધી વાત પહોંચવા છતાં મ્યુનિસિપાલિટી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરતી. મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસરે નોટિસનો જવાબ પણ નથી આપ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં બિલને મંજૂરી

Rishabh Pant -ઋષભ પંત બન્યા IPL ના નવા કિંગ, દસ વર્ષમાં પગાર રૂ. 1.90 કરોડથી વધીને રૂ. 27 કરોડ થયો

આગળનો લેખ
Show comments