rashifal-2026

મ્યાનમાર ફરી ધ્રૂજ્યું! સવારે ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘર છોડીને ભાગી ગયા હતા

Webdunia
રવિવાર, 13 એપ્રિલ 2025 (11:08 IST)
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાએ લોકોને ગભરાટમાં મુકી દીધા છે. રવિવાર, 13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 7:54 વાગ્યે પૃથ્વી હિંસક રીતે ધ્રુજારીને કારણે ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા અને તેમના ઘરની બહાર ભાગી ગયા. આ ભૂકંપની તીવ્રતા 5.5ની તીવ્રતા માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. હાલમાં, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી પરંતુ સમગ્ર દેશને હચમચાવી દેનારી તાજેતરની દુર્ઘટનામાંથી લોકો હજુ પણ બહાર આવી શક્યા નથી.
 
તાજેતરમાં જ મ્યાનમારમાં મોટો ભૂકંપ આવ્યો હતો
આ પહેલા 28 માર્ચ 2025ના રોજ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3600 થી વધુ લોકોના મોત થયા છે અને 5000 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સેના અને રાહત એજન્સીઓ હજુ પણ ઘણા વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલી છે. દેશમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને રસ્તાઓ અને પુલો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું.

પાકિસ્તાનમાં પણ આવ્યો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા
શનિવાર, 12 એપ્રિલ, 2025ના રોજ, પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. હવામાન વિભાગના નિયામક મુખ્તાર અહેમદના જણાવ્યા અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે 33.63° ઉત્તર અક્ષાંશ અને 72.46° પૂર્વ રેખાંશ પર હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments