Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમગ્ર અંબાની પરિવારને ઉડાવી દેવાની ધમકી, જાણો આ મામલે અત્યાર સુધીની 10 મોટી વાતો

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (11:55 IST)
દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાનીને જીવથી મારવાની ધમકી મળી છે. મુકેશ અંબાનીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી એક લાવારિક સ્કોર્પિયો મળી. પોલીસે આ મામલે એક્શન લેતા એફઆઈઆર નોંધી લીધી છે. મુંબઈ પોલેસના સૂત્રોના હવાલે આ સ્કોર્પિયોમાં એક ચિઠ્ઠી મળવાની માહિતી પણ છે. જેમા આખા અંબાની પરિવારને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 
 
સામે આવેલ માહિતી મુજબ સ્ક્રોપિયોમાં મળેલ બેગ પર મુંબઈ ઈંડિયંસ લખ્યુ હતુ. આ સાથે જ ધમકી આપતા કહેવામાં આવ્યુ કે તમે અને તમારો આખો પરિવાર સાચવી જાવ. તમને ઉડાવવાની પુર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે. 
મુકેશ અંબાનીને મળેલ ધમકી મામલે 10 મોટી વાતો 
 
- કાર ચોરીની છે. કાર બીજા રાજ્ય મહારાષ્ટ્રથી આવી. કાર માંથી મુંબઈ ઈંડિયંસના બેગ, જિલેટિન વિસ્ફોટક સ્ટિક, ધમકીભર્યો પત્ર મળ્યો. પત્ર મુકેશ અંબાની અને નેતાને સંબોધિત કરીને લખ્યો. 
- ગાડીમાં 20 જિલેટીન સ્ટિક મળી છે. જિલેટીન સ્ટિક પર નાગપુરની કંપનીનુ નામ છે. 
- છેલ્લા એક મહિનાની ચાલી રહી હતી પ્લાનિંગ્ અંબાની પરિવારની હલચલ પર નજર રાખીને તેમની ગાડીઓની નંબર પ્લેટની ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવાઈ. 
- ગાડીને ઘરની વધુ નિકટ રાખવા માંગતા હતા પણ સિક્યોરિટીને કારણે તેઓ આગળ ન રાખી શક્યા. 
- અત્યાર સુધી 9 લોકોની પૂછપરછ થઈ છે. 2 લોકો સાથે લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે. જો કે જે લોકોની પૂછપર છ થઈ છે તેમની સાથે સાક્ષીના રૂપમાં જ વાત કરવામાં આવી છે. 
 
- હાજિઅલીના સિગ્નલ પાસે સ્કોર્પિયો 12.20 am પર 10 મિનિટ રોકાઈ હતી. 
- સ્કોર્પિયો ચાલક આગળના ગેટ પરથી ઉતરીને પાછળ ગયો  અને પાછળની સીટ પરથી ઉતર્યો. માથુ નમાવીને ફુટપાથ પર ગયો. 
- વિજય સેલ્સ શૉપના સીસીટીવી ફુટેજ હતા એ દુકાનની ડીવીઆર મુંબઈ ક્રાઈમ બ્રાંચે જપ્ત કરી લીધી છે. 
- સ્કોર્પિયો ચાલક બહાર નીકળ્યા પછી આરોપી નમી નમીને ચાલવા લાગ્યો અને થોડા દૂર ગયા પછી તે ત્યાથી ગાયબ થઈ ગયો. 
- પોલીસ શંકાસ્પદની શોધમાં અન્ય ઈમારતો અને દુકાનોના સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. 
- મહારાષ્ટ્ર ATS બીજા રાજ્યોના ગુપ્ત વિભાગ ATSના સંપર્કમાં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

આગળનો લેખ
Show comments