suvichar

દિલ્હીમાં 2 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, પંજાબના 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2024 (10:38 IST)
Weather updates- આકરી ગરમી વચ્ચે દિલ્હીના લોકો માટે ફરી એકવાર રાહતના સમાચાર છે. બુધવારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલ મોનસૂન અપડેટ અનુસાર, દિલ્હી-NCR સહિત બિહાર અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
 
IMDના અહેવાલ મુજબ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસ લો પ્રેશરનું ક્ષેત્ર છે. બુધવાર અને ગુરુવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેને જોતા IMDએ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, તરનતારન, ફિરોઝપુર, મોગા, કપૂરથલા, હોશિયારપુર, જલંધર, લુધિયાણા, રૂપનગર, બરનાલા, સંગરુર, પટિયાલા, ફતેહગઢ સાહિબ અને SAS નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. .
 
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 જુલાઈની આસપાસ પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આના કારણે 16-20 જુલાઈ દરમિયાન તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં ભારે વરસાદની શક્યતા. તે જ સમયે, તામિલનાડુમાં 16-18 જુલાઈ દરમિયાન અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં 16, 19 અને 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તામિલનાડુમાં 17 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. બુધવાર અને ગુરુવારે ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ આવું જ હવામાન રહેવાની અપેક્ષા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments