Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના - ઠાણેમાં 26 વર્ષ જૂની બિલ્ડિંગનો સ્લેબ પડતા 7ના મોત, અનેક દબાયા હોવાની આશંકા

Webdunia
શનિવાર, 29 મે 2021 (07:48 IST)
મહારાષ્ટ્રમાં ઠાણે જીલ્લાના ઉલ્હાસનગરમાં શુક્રવારે 5 માળની બિલ્ડિંગનો સ્લૈબ પડી ગયો. તેમા ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા. 4 થી 5 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારમાં એક મહિનામાં આ બીજી ઘટના છે. 
 
રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે નહેરુ ચોક વિસ્તારમાં આવેલી ઇમારતનું નામ સાંઇ સિદ્ધિ છે. તેના 5 માં માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7  મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે. 
 
બે અઠવાડિયા પહેલા પણ બની હતી આવી ઘટના 
 ઉલ્હાસનગર ટાઉનશીપમાં  આ જ રીતે 15 મેના રોજ ગેરકાયદેસર બિલ્ડિંગનો સ્લેબ તુટી પડ્યો હતો. આ બિલ્ડિંગ ચાર માળની હતી અને તેના ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારબાદ અન્ય માળના સ્લેબ પણ પડવા માંડ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બચાવ ટીમે 11 લોકોને બહાર કાઢ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments