Webdunia - Bharat's app for daily news and videos

Install App

મરીના બીચ પર થશે એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર, મદ્રાસ હાઈકોર્ટે આપી મંજુરી

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (11:34 IST)
તમિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિનો અંતિમ સંસ્કાર મરીના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારના વિરોધને રદ્દ કરતા કરુણાનિધિની અંત્યેષ્ટિ મરીન બીચ પર કરવાની મંજુરી આપી. ઉલ્લેખનીય છે કે ડીએમકેએ દિવંગત સીએમનુ મરીના બીચ પર અંતિમ સંસ્કાર માટે અરજી દાખલ કરી હતી. રાજ્ય સરકારે અરજીનો વોરિધ કરતા પ્રોટોકૉલનો તર્ક આપ્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટને જણાવ્યુ કે પૂર્વ સીએમની અંત્યેષ્ટિ મરીના બીચ પર નથી કરી શકાતી. પણ હાઈકોર્ટે આ માન્યુ નહી. 
 
આ મામલે તમિલનાડુ સરકારે જવાબી સોગંધનામુ દાખલ કર્યુ હતુ. સરકારે કોર્ટમાં કહ્યુ કે દિવંગત કરુણાનિધિએ પોતાના મુખ્યમંત્રીત્વ કાળમાં પ્રોટોકોલ મૈન્યુઅલને સમજ્યા પછી પૂર્વ સીએમની માહિતી રામચંદ્રન માટે મરીના બીચ પર જમીનની વહેંચણી કરી નહોતી. સરકારની દલીલ હતી કે પૂર્વ મુખ્યમંત્રીઓને મરીના બીચ પર અંતિમ સંસ્કાર ન કરવાની પરંપરા છે. 
 
રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં કહ્યુ કે ડીએમકે આ મામલા દ્વારા પોતાના રાજનીતિક એજંડાને સાધવાની કોશિશ કરી રહી છે. ડીકે ચીફ પેરિયાર દ્રવિડ મૂવમેંટના સૌથી મોટા નેતા હતા શુ તેમની સમાધિ મરીના બીચ પર બની ? 
 
મદ્રાસ હાઈકોર્ટમાં થઈ સુનાવણી 
 
આ પહેલા હાઈકોર્ટે ટ્રૈપિક રામાસ્વામી, કે બાલુ અને દુરુઈસામીની મરીના બીચ પર નિર્માણને પ્રતિબંધિત કરનારી અરજીને રદ્દ કરી દીધી.  કોર્ટમા  અરજી કરનાર ટ્રૈફિક રામાસ્વમીએ મરીના બીચ પર નિર્માણ રોકનારી અરજી પરત લેવા તૈયાર થઈ ગયા. ત્યારબાદ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસે અરજીકરનાર વકીલને મામલો પરત લેવાનુ કહ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે, આ બીચ પર પૂર્વ મુખ્યમંત્રીઓ સી રાજગોપાલચારી અને કે કામરાજના સ્મારક છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રીના પલનીસ્વામીને પત્ર લખીને કરુણાનિધિના સંરક્ષક સીએન અન્નાદુરઈના મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર જ દફનાવવાની જગ્યા આપવાની માગ કરી હતી. સ્ટાલિને આ સંબંધમાં સીએમ સાથે પણ મુલાકાત કરી હતી.
 
તમિલનાડુ સરકારે એક સ્ટેટમેન્ટ જારી કરી કહ્યું હતું કે, તે મદ્રાસ હાઈકોર્ટમાં પડતર ઘણા મામલા અને કાયદાકીય જટિલતાઓને જોતા મરીના બીચ પર જગ્યા આપવામાં સમર્થ નથી. સરકાર સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારકની પાસે બે એકર જગ્યા આપવા તૈયાર છે. કેટલાક રિપોર્ટસમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેમકે કરુણાનિધિ વર્તમાન સીએમ ન હતા, એટલે સરકારે તેમને મરીના બીચ પર જગ્યા આપવા માગતી નથી.
 
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ એમજી રામચંદ્રન અને જે જયલલિતાને મરીના બીચ પર જ દફનાવવામાં આવ્યા હતા. એ બંને કરુણાનિધિના કટ્ટર વિરોધી હતા. બીજી તરફ, કાવેરી હોસ્પિટલની બહાર કરુણાનિધિના સમર્થકોએ ભારે નારાબાજી કરી. આ દરમિયાન ડીએમકેની માગના સમર્થનમાં કોંગ્રેસ પણ ઉતરી આવી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, તમિલનાડુ સરકારે આવા પ્રસંગે રાજકારણ ન રમવું જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

ગુજરાતી જોક્સ - તું બેઠો રહે

ગુજરાતી જોક્સ - એક ફૂલ કળી

વધુ જુઓ..

નવીનતમ

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

આગળનો લેખ
Show comments