Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં રહેવા માટે બેસ્ટ છે આ શહેર, અમદાવાદ ત્રીજા ક્રમે તો ઇન્દોરને મળ્યો આ ક્રમ

Webdunia
ગુરુવાર, 4 માર્ચ 2021 (19:37 IST)
આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) હરદીપસિંહ પુરીએ આજે ઑનલાઇન કાર્યક્રમ દરમિયાન ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) 2020 અને મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI) 2020ના અંતિમ રેન્કિંગ બહાર પાડવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે MoHUAના સચિવ દુર્ગા શંકર મિશ્રા અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક 2020 અંતર્ગત દસ લાખથી વધારે વસ્તી ધરાવતા તેમજ દસ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણી માટેના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. 2020માં હાથ ધરવામાં આવેલી આ મૂલ્યાંકન કવાયતમાં 111 શહેરોએ ભાગ લીધો હતો. મિલિયન પ્લસ વસ્તીના શહેરો (દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો)ની શ્રેણી અને મિલિયનથી ઓછી વસ્તીના શહેરો (જ્યાં કુલ વસ્તી સંખ્યા દસ લાખ કરતાં ઓછી હોય તેવા શહેરો)ની શ્રેણીના વિશ્લેષણ તેમજ સ્માર્ટ સિટી કાર્યક્રમ અંતર્ગત આવતા તમામ શહેરોનું પણ વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું હતું.
 
દસ લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં બેંગલુરુ સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર શહેર તરીકે ઉદિત થયું છે જ્યારે તે પછીના ક્રમે પુણે, અમદાવાદ, ચેન્નઇ, સુરત, નવી મુંબઇ, કોઇમ્બતૂર, વડોદરા, ઇન્દોર અને ગ્રેટર મુંબઇ આવે છે. દસ લાખથી ઓછી વસ્તીની શ્રેણીમાં શિમલાને ઇઝ ઓફ લિવિંગમાં સૌથી ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે જ્યારે તે પછીના ક્રમે ભૂવનેશ્વર, સેલવાસા, કાકીનાડા, સાલેમ, વેલ્લોર, ગાંધીનગર, ગુરુગ્રામ, દેવનગેરે અને તિરુચિરાપલ્લી છે.
 
EoLI સૂચકાંકની જેમ જ, MPI 2020 અંતર્ગત મૂલ્યાંકન માળખામાં મ્યુનિસિપાલિટીઓને તેમની વસ્તી મિલિયનથી વધુ (દસ લાખથી વધુ વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી) અને મિલિયનથી ઓછી (દસ લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતી મ્યુનિસિપાલિટી)ના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. મિલિયન પ્લસ શ્રેણીમાં ઇન્દોર સૌથી ટોચનો ક્રમ ધરાવતી મ્યુનિસિપાલિટી બની છે જ્યારે તે પછીના ક્રમે સુરત અને ભોપાલ છે. મિલિયનથી ઓછી વસ્તીની શ્રેણીમાં નવી દિલ્હી  મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી ટોચે આવ્યું છે જ્યારે તે પછીના ક્રમે તિરુપતિ અને ગાંધીનગર છે.
 
MPI અંતર્ગત 111 મ્યુનિસિપાલિટી (NDMC, અને ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે દિલ્હીના અલગથી મૂલ્યાંકન સાથે)નું પાંચ અલગ અલગ આયામોમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 20 ક્ષેત્રમાં 100 સૂચકાંકોને સમાવી લેવામાં આવ્યા હતા. MPI હેઠળ આવરી લેવામાં આવેલા પાંચ આયામોમાં સેવા, નાણાં, નીતિ, ટેકનોલોજી અને સુશાસનનો સમાવેશ થાય છે.
 
ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક (EoLI) એવું આકારણીનું સાધન છે જેમાં જીવનની ગુણવત્તા અને શહેરી વિકાસ માટેની અલગ અલગ પહેલની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તે જીવનની ગુણવત્તા, શહેરનું આર્થિક સામર્થ્ય અને ટકાઉક્ષમતા તેમજ દૃઢતાના આધારે સમગ્ર ભારતમાંથી ભાગ લેતા શહેરોની વ્યાપક સમજણ પૂરી પાડે છે. આ આકારણીમાં નાગરિક સહભાગીતા સર્વેના માધ્યમથી જે-તે શહેરના પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે લોકોના અભિપ્રાયોને પણ સમાવી લેવામાં આવે છે.
 
મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક (MPI)નો પ્રારંભ ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક સાથે જોડાયેલા સૂચકાંક તરીકે કરવામાં આવ્યો હતો. તેમાં સેવાઓ, નાણાં, નીતિ, ટેકનોલોજી અને સુશાસન તેવા પરિબળોમાં તમામ મ્યુનિસિપાલિટીમાં સ્થાનિક સરકારના આચરણોનું નિરીક્ષણ કરવામાં આવે છે. તેમાં સ્થાનિક સરકારી આચરણોને સરળ બનાવવાનું અને જટીલતાઓનું મૂલ્યાંકન કરવાની અને પારદર્શકતા તેમજ જવાબદારીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની બાબતો પણ સમાવી લેવામાં આવે છે.
 
બંને સૂચકાંકો સમગ્ર ભારતમાં શહેરી જીવનમાં વિવિધ માપદંડો પર શહેરોની કામગીરી માપવા પ્રયાસોને રજૂ કરે છે. ઇઝ ઓફ લિવિંગ સૂચકાંક પરિણામી સૂચકાંકો આવરી લે છે જ્યારે મ્યુનિસિપલ કામગીરી સૂચકાંકમાં ઇનપુટ માપદંડો સક્ષમ કરવાનું સમાવી લેવામાં આવ્યું છે. આ સૂચકાંકો શહેરો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું સર્વાંગી મૂલ્યાંકન કરે છે જેથી શહેરોમાં જીવનની ગુણવત્તા સુધારવા માટે, માળખાગત સુવિધાઓના સર્જન માટે અને શહેરીકરણમાં આવતા પડકારોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસોને આગળ ધપાવી શકાય.
 
આ સૂચકાંકોમાંથી શીખવા મળેલી બાબતો સરકારને અંતરાયો ઓળખવામાં, સંભવિત તકોને ઉજાગર કરવામાં અને સ્થાનિક સુશાસનમાં કાર્યદક્ષતા વધારવામાં મદદ કરી શકે જેથી નાગરિકોનું જીવનધોરણ સુધારી શકાય અને વ્યાપક વિકાસના પરિણામોને પરિપૂર્ણ કરી શકાય. આ મૂલ્યાંકનોનું માળખું MoHUA દ્વારા સ્પર્ધાત્મકતા સંસ્થાને જ્ઞાનના સહભાગી રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
 
ઇઝ ઓફ ડુઇંગ સૂચકાંક (EoLI)
EoLI 2020ને આ સૂચકાંકમાં નાગરિક સહભાગીતા સર્વેનો ઉમેરો કરીને તેના માળખાતને વધુ સુદૃઢ કરવાના અવકાશોને મજબૂત કરવામાં આવ્યા છે કારણે સૂચકાંકમાં આ સર્વેને 30% ભારણ આપવામાં આવ્યું છે. આથી, તેમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આશ્રય, WASH અને SWM, ગતિશિલતા, સલામતી અને સુરક્ષા, મનોરંજન, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, પર્યાવરણ, હરિયાળી જગ્યાઓ અને ઇમારતો ઉર્જા વપરાશ અને શહેરી દૃઢતા જેવી 13 શ્રેણીમાં જીવનની ગુણવત્તા, આર્થિક સામર્થ્યના આધારસ્તંભો દ્વારા હાલની જીવનની પરિસ્થિતિઓના પરિણામોનું નિરીક્ષણ કરવામાં આવે છે જે એકંદરે પરિણામોમાં 70% હિસ્સો સમાવે છે.
 
નાગરિકો સેવાની ડિલિવરીના સંદર્ભમાં તેમના શહેરનો અનુભવ જણાવી શકે તેમાં મદદરૂપ થવા માટે નાગરિક સહભાગીતા સર્વે (CPS) હાથ ધરવામાં આવ્યો હતો. આ મૂલ્યાંકન 16 જાન્યુઆરી 2020થી 20 માર્ચ 2020 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 111 શહેરોમાંથી કુલ 32.2 લાખ નાગરિકોને સમાવી લેવામાં આવ્યા હતા. ભૂવનેશ્વરને CPSમાં સૌથી વધુ સ્કોર પ્રાપ્ત થયો છે જ્યારે તે પછીના ક્રમે સેલવાસા, દેવનગેરે, કાકીનાડા, બિલાસપુર અને ભાગલપુર આવે છે.
 
EoLI અને MPIના સુધારેલા સંસ્કરણની પદ્ધતિ ફેબ્રુઆરી 2019માં MoHUA દ્વારા બહાર પાડવામાં આવી હતી. શરૂઆતમાં, EoLI અહેવાલનો ઉદ્દેશ 111 શહેરોમાં 13 શ્રેણીમાં કુલ 49 સૂચકાંકોમાં જીવનની ગુણવત્તા, આર્થિક સામર્થ્ય અને ટકાઉક્ષમતાના આધારસ્તંભો પર ભારતીય નાગરિકોની સુખાકારી માપવાનો હતો. EoLI પ્રાથમિક રૂપે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા સહિત ભારતના શહેરી વિકાસ પરિણામોને પ્રવેગ આપવાની ઇચ્છા રાખે છે. આ સૂચકાંકના પરિણામો પુરાવા આધારિત નીતિ નિર્માણમાં મદદરૂપ થઇ શકે છે. તે શહેરોમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપે છે અને તેમને પોતાના સમકક્ષો પાસેથી શીખવા માટે તેમજ પોતાના વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
 
મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક 2020 (MPI)
EoLIને વધુ મજબૂત બનાવવા માટે તેના માળખાના અવકાશનું વિસ્તરણ કરીને, દેશમાં સૌપ્રથમ વખત મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. એક તરફ, ઇઝ ઓફ લિવિંગમાં સૂચકાંકના પરિણામો માપવામાં આવે છે જ્યારે બીજી તરફ, મ્યુનિસિપલ કામગીરી સૂચકાંકમાં આ પરિણામો ઉત્પન કરતા પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક એવા ઘટકો નિર્ધારિત કરવામાં ઉપયોગી છે જે સેવાઓની ડિલિવરીના વ્યવસ્થાતંત્ર, આયોજન, નામાકીય પ્રણાલીઓ અને સુશાસનની કામગીરીમાં કાર્યદક્ષ સ્થાનિક સુશાસનમાં અવરોધરૂપ હોય.
 
મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક એ ભારતીય મ્યુનિસિપાલિટીઓની કામગીરીનું નિર્ધારિત કાર્યોના સમૂહના આધારે મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવાની દિશામાં એક પ્રયાસ છે. મ્યુનિસિપાલિટીની જવાબદારીઓમાં પાયાની જાહેર સેવાઓ પૂરી પાડવાની જોગવાઇથી માંડીને શહેરી આયોજન જેવા જટીલ ક્ષેત્રો સુધી સંખ્યાબંધ કાર્યોમાં વિસ્તારિત થયેલી હોય છે. MPIની મુખ્ય વિશેષતાઓ નીચે દર્શાવ્યા અનુસાર છે.
 
મ્યુનિસિપલ કામગીરી સૂચકાંક મ્યુનિસિપાલિટીની કામગીરીઓનું ઝીણવટપૂર્ણ સમજણ પૂરી પાડે છે અને તેમના વિકાસ અને ક્ષમતાઓને લંબાવે છે. આ સૂચકાંક દ્વારા નાગરિકો, તેમના સ્થાનિક સરકારી પ્રશાસનને વધુ સારી રીતે સમજી શકે છે જેના કારણે પારદર્શકતા વધે છે અને મુખ્ય હિતધારકોમાં ભરોસો ઉભો થાય છે. આ માળખામાં અલગ અલગ 20 ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે જે, શિક્ષણ, આરોગ્ય, પાણી અને નકામું પાણી, SWM અને સફાઇ, નોંધણી અને પરવાનગીઓ, માળખાગત સુવિધાઓ, મહેસુલ વ્યવસ્થાપન, ખર્ચ વ્યવસ્થાપન, રાજકોષીય જવાબદારી, રાજકોષીય વિકેન્દ્રીકરણ, ડિજિટલ સુશાસન, ડિજિટલ ઍક્સેસ, ડિજિટલ સાક્ષરતા, આયોજનની તૈયારીઓ, આયોજન લાગુ કરવાની કામગીરી, આયોજનનું અમલીકરણ, પારદર્શકતા અને જવાબદારી, માનવ સંસાધન, સહભાગીતા અને કાર્યદક્ષતા સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

આગળનો લેખ
Show comments