Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE BMC ચૂંટ્ણી - મુંબઈમાં શરૂ થયુ મતદાન, એક્ટ્રેસ અનુષ્કા શર્મા, રેખા સહિત અનેક કલાકારોએ નાખ્યો વોટ

Webdunia
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (10:32 IST)
આજે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને આવામાં મુંબઈ માટ આ ખૂબ મહત્વની છે. કારણ કે આજે આ વાતનો નિર્ણય થઈ જશે કે આગામી પાંચ વર્ષ સુધી મુંબઈ પર કોણ રાજ કરવાનુ છે. બીએમસી ચૂંટણી એટલા માટે મહત્વની છે કારણ કે તેની તુલના વિધાનસભા અને લોકસભા ચૂંટણી સાથે કરવામાં આવે છે. 20 વર્ષોથી બીએમસી પર એક સાથે રાજ કરી રહેલ શિવસેના અને બીજેપી આ વખતે જુદી જુદી ચૂંટણી લડી રહ્યા છે. સવારે સાઢા 7 વાગ્યેથી મતદાન શરૂ છે. 
 
બીએમસી કમિશ્નર અજોય મહેતાએ પણ પોતાના મતનો પ્રયોગ કર્યો. બોલીવુડ અભિનેત્રી અને જાણીતી નિર્દેશક જોયા અખ્તરે બાંદ્રાના માઉંટ મેરી સ્કૂલમાં મતદાન કર્યુ. 
 
બોલીવુડ અભિનેત્રી રેખાએ વોટ નાખ્યો અને તસ્વીર ટ્વીટ કરી કહ્યુ, "મે મારા દિવસની શરૂઆત વોટ નાખવા સાથે કરી છે. અમારો દેશ અને તેના વિકાસ માટે વોટ નાખવો આપણુ કર્તવ્ય છે. તમે પણ બહાર જાવ અને મતદાન કરો." 
 
મુંબઈના કફ પરેડ વિસ્તારમાં સવાર સવારે વોટ નાખવા પહોંચી અનિલ અંબાનીની પત્ની ટીના અંબાની.  આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં નકહ્યો વોટ. મતદાન કેન્દ્રો પર ભારે ભીડ એકઠી થઈ રહી છે અને મતદાતા ઉત્સાહિત છે. મુંબઈમાં સવારે સાઢા સાત વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયુ. પહેલા વોટરના રૂપમાં જાણીતી થઈ બે જાણીતી અભિનેત્રી શોભા ખોટે અને તેમની પુત્રી ભાવના બલસાવર. તેમણે કહ્યુ કે વિકાસ માટે વોટ આપ્યો. 
 
બીએમસીની આ ચૂંટણી વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે બીએમસીની આ ચૂંટણી વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર છે. 227 સીટો પર ચૂંટણી થઈ રહી છે. લગભગ 2275 ઉમેદવાર પોતાની કિસ્મત તેમા અજમાવી રહ્યા છે. 91.8 લાખ વોટ્ર આ બધા ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે.  2012માં લગભગ 44 ટકા લોકોએ વોટ  નાખ્યો હતો. 
 
બીજેપી-શિવસેના ગઠબંધન તૂટ્યા પછી પ્રથમ ચૂંટણી 
 
છેલ્લા 20 વર્ષથી બીએમસી પર શિવસેના અને બીજેપીના ગઠબંધનનો કબજો હતો. પણ આ વખતે પરિસ્થિતિ બદલાય ગઈ છે. બીજેપી અને શિવસેના જુદા થઈ ચુક્યા છે અને બંને પાર્ટીયો એકબીજાના નેતાઓને જોવા નથી માંગતી. ઉલ્લેખનીય છેકે બીજેપી 2014માં થયેલ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત છે અને તેને લાગે છે કે બીએમસીમાં તેની ભાગીદારી વધે. 
 
પોતાની મરાઠી માનુષ હિતેચ્છુની છબિને કાયમ રાખવાની છે. 
 
બીજી બાજુ શિવસેના માટે પડકાર પોતાની મરાઠી માનુષ હિતૈષીની છબિ ને કાયમ રાખવાની છે. હાલ બીએમસીની 227 સીટોમાંથી શિવસેના પાસે 89, બીજેપી પાસે 32, કોંગ્રેસ પાસે 51, એનસીપી પાસે 14, એમએનએસ પાસે 28 અને અન્ય પાસે 13 સીટો છે. 
 
40 હજાર પોલીસ કર્મચારી અને અધિકારીઓની ફૌજ લગાવવામા આવી છે
 
લગભગ 40 હજાર પોલીસ કર્મચારી અને અધિકારીઓની ફૌજ લગાવવામાં આવી છે. એફઆરપીની 35 કંપનીઓ, રાયટ કંટ્રોલ પોલીસની 10 ટુકડીઓ અને ક્યુઆરટીની 7 ટુકડીઓ ગોઠવવામાં આવી છે.  ટૂંકમાં બીએમસી એકવાર ફરી તૈયાર છે. હવે જોવાનુ એ છે કે બીજેપીથી અલગ થઈને પણ શિવસેનાનો રૂતબો કાયમ રહે છે કે બીજેપી વિધાનસભા અને લોકસભાની જેમ બીએમસીમાં પણ પોતાની ધાક જમાવી લેશે. 
 
 
વોટિંગ વધારવા માટે અનોખી પહલ 
 
પુણેમાં વોટિંગને પ્રોત્સાહિત કરવા માટે રેસ્ટોરેંટ અને કારની ધુલાઈમાં 10થી 15 ટકાની છૂટનુ એલાન કરવામાં આવ્યુ. નાગપુરમાં પણ સરકારી કર્મચારી સફળ ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments