Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત - કાયદેસર રીતે ક્યા ક્યા થઈ શકે છે ગૌ હત્યા ?

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2017 (16:59 IST)
હવે ગુજરાતમાં ગૌ હત્યા કરનારાઓને ઉમંર કેદની સજા થઈ શકે છે.  રાજ્ય વિધાનસભાએ ગુજરાત પશુ સંરક્ષણ (સંશોધન) અધિનિયમ 2017  શુક્રવારે પાસ કરી દીધુ. 
 
આ અધિનિયમનો કાયદો બની જતા કોઈપણ માણસને બીફ લઈ જવા પર પણ ઉંમરકેદની સજા થઈ શકે છે.  આ ઉપરાંત બીફ લાવવા લઈ જવા અને ગાયને કાપવા પર એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે. 
 
ભારતીય સંસ્કૃતિ 
 
આ પહેલા વર્ષ 2011 માં કાયદો બનાવીને ગાય લાવવી-લઈ જવી, કાપવી અને બીફ વેચવા પર રોક લગાવી દીધી હતી. એ સમયે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. નવા સંશોધાન અધિનિયમ શનિવારે જ લાગૂ થઈ જશે.  ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ જડેજાએ કહ્યુ, "ગૌ માતા ભારતીય સંસ્કૃતિનુ પ્રતિક ક હ્હે. રાજ્યના લોકો સાથે ચર્ચા વિચારણા કરીને જ આ ફેરફાર કરવામાં આવ્યો છે." 
 
મુખ્યમંત્રી વિજય રૂપાનીએ કહ્યુ કે કાયદામાં સંશોધન ગૌ હત્યા સથે જોડાયેલ લોકો સાથે સખતાઈથી નિપટવા માટે કરવામાં આવ્યુ છે. નવા કાયદા મુજબ તેની સાથે જોડાયેલા બધા અપરાધ હવે બિન જામીની થઈ ગયા. 
આ સાથે જ સરકાર એ ગાડીઓને પણ જપ્ત કરી લેશે, જેમા બીફ લઈ જવામાં આવશે. 
 
 
કોઈ પ્રતિબંધ નહી  
 
ભારતના 29માંથી 11 રાજ્ય એવા છે જ્યા ગાય, વાછરડુ, બળદ, પાડો અને ભેંસને કાપવા અને તેમનુ માંસ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી. બાકી 18 રાજ્યોમાં ગો-હત્યા પર સંપૂર્ણ રૂપે કે આંશિક રૂપે રોક છે. 
 
ભારતની 80 ટકાથી વધુ વસ્તી હિન્દુ છે. જેમા મોટાભાગના લોકો ગાયને પૂજે છે પણ એ પણ સત્ય છે કે દુનિયાભરમાં બીફની સૌથી વધુ નિકાસ કરનારા દેશોમાંથી એક ભારત છે. ઉલ્લેખનીય છે કે બીફ, બકરા, મરધા અને માછલીના માંસ કરતા સસ્તુ હોય છે. આ જ કારણે આ ગરીબ ક્ષેત્રમાં સસ્તા ભોજનનો 
 
એક ભાગ છે. ખાસ કરીને અનેક મુસ્લિમ, ઈસાઈ, દલિત અને આદિવાસી જનજાતિયો વચ્ચે.  ગો હત્યા પર કોઈ કેન્દ્રીય કાયદો નથી પણ જુદા રાજ્યોમાં જુદા જુદા સ્તરની રોક દશકોથી લાગુ છે. તો સૌ પહેલા એ જાણી લો કે દેશના કયા ભાગમાં બીફ પીરસી શકાય છે. 
 
ગો હત્યા પર પૂર્ણ પ્રતિબંધનો મતલબ છે ગાય, વાછરડુ, બળદ અને પાડાની હત્યા પર રોક. 
 
આ રોજ 11 રાજ્યો - ભારત પ્રશાસિત કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બે કેન્દ્ર શાસિત રાજ્ય - દિલ્હી, ચંડીગઢમાં લાગૂ છે.

ગો હત્યા કાયદાનુ ઉલ્લંઘન પર સૌથી કડક સજા પણ આ રાજ્યોમાં નક્કી કરવામાં આવી છે. હરિયાણામાં સૌથી વધુ એક લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. 
 
બીજી બાજુ મહારાષ્ટ્રમાં ગો હત્યા પર 10000 રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની સજા છે. જો કે છત્તીસગઢ ઉપરાંત આ બધા રાજ્યોમાં ભેંસને કાપવા પર કોઈ રોક નથી. 
 
આંશિક પ્રતિબંધ 
 
ગો-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધનો મતલબ છે કે ગાય અને વાછરડાની હત્યા પર પૂર્ણ પ્રતિબંધ પણ બળદ, પાડો અને ભેંસને કાપવા અને ખાવાની મંજૂરી છે. 
 
આ માટે જરૂરી છે કે પશુને ફ્રિટ ફોર સ્લોટર સર્ટિફિકેટ મળ્યુ હોય. સર્ટિફિકેટ પશુની વય, કામ કરવાની ક્ષમતા અને બાળક્કો પેદા કરવાની ક્ષમતા જોઈને આપવામાં આવે છે. 
 
આ બધા રાજ્યોમાં સજ્ઞા અને દંડ પર વલણ પન કંઈક નરમ છે. જેલની સજ્ઞા છ મહિનામાં બે વર્ષની અંદર છે જ્યારે કે દંડની અધિકતમ રકમ ફક્ત 1000 રૂપિયા છે. 
 
આંશિક પ્રતિબંધ આઠ રાજ્યો - બિહાર, ઝારખંડ, ઓડિશા, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા અને ચાર કેન્દ્ર શાસિત રાજ્યો - દમન અને દીવ, દાદર અને નાગર હવેલી, પોંડિચેરી, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં લાગૂ છે. 
 
કોઈ પ્રતિબંધ નહી 
 
દસ રાજ્યો -કેરલ, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, ત્રિપુરા, સિક્કીમ અને એક કેન્દ્ર શાસિત રાજ્ય લક્ષદ્વીપમાં ગો હત્યા પર કોઈ પ્રતિબંધ નથી. 
 
અહી ગાય, વાછરડુ, બળદ, પાડો અને ભેંસનુ માસ સાર્વજનિક રૂપે બજારમાં વેચાય છે અને ખાવામાં આવે છે. 
આઠ રાજ્યો અને લક્ષદ્વીપમાં તો ગો-હત્યા પર કોઈ પણ પ્રકારનો કાયદો જ નથી. 
 
અસમ અને પશ્ચિમ બંગાળમાં જે કાયદો છે તેના હેઠળ એ જ પશુઓને કાપી શકાય છે જેમને ફિટ ફોર સ્લોટર સર્ટિફિકેટ મળ્યુ હોય. આ એ જ પશુઓને આપી શકાય છે જેમની વય 14 વર્ષથી વધુ હોય કે જે પ્રજનનનુ કામ કરવાના કાબેલ ન રહ્યા હોય. 
 
વર્ષ 2011ની જનગણના મુજબ તેમાંથી અનેક રાજ્યોમાં આદિવાસી જનજાતિયોની સંખ્યા 80 ટકાથી પણ વધુ છે. તેમાથી અનેક પ્રદેશોમાં ઈસાઈ ધર્મ માનનારા વાળોની સંખ્યા પણ વધુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Allu Arjun- અલ્લુ અર્જુનના ઘરે ટામેટાં ફેંક્યા, તોડફોડ; અલ્લુ અર્જુન સાથે જોડાયેલી નાસભાગનો મામલો અટકવાનો નથી

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

વધુ જુઓ..

નવીનતમ

How To Make Pizza Without Oven- ઓવન વગર પિઝા કેવી રીતે બનાવશો, જાણો આ 10 સરળ સ્ટેપ્સ

National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

આગળનો લેખ
Show comments