Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાન અને ચીનની વધશે મુશ્કેલી - પૂજા પાઠ સાથે 8 Apache Helicopter ભારતીય વાયુસેનામાં સામેલ, દુશમનની સીમામાં ઘુસીને હુમલો કરવામાં સક્ષમ

Webdunia
મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (12:37 IST)
ભારતીય વાયુસેનાની તાકત એકવાર ફરીથી વધી ગઈ. કારણ કે વાયુસેનાના બેડામાં આજે આઠ આપચે લડાકુ હેલીકોપ્ટર (apache helicopter)ને સામેલ કરવામાં આવ્યા. જેનાથી ભારતીય વાયુસેનાની તાકત વધુ ઘાતક થઈ જશે. વાયુસેના પ્રમુખ બીએસ ધનોની હાજરીમાં પઠાનકોટ એઅય્રબેસ પર ભારતીય વાયુસેનાની લડાકૂ ક્ષમતા વધારવા માટે આઠ અમેરિકા નિર્મિત અપાચે એએચ-64 ઈ લડાકુ હેલીકોપ્ટરને આજે આઈએએફમાં સામેલ કરવામાં આવ્યા. અપાચે હેલીકોપ્ટરને પૂજા પાઠ સાથે ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ કરવામાં આવ્યા છે.   આ સાથે જ અપાચે લડાકૂ હેલીકોપ્ટર ઉડાવનારો દુનિયામાં ભારત 16મો દેશ બની ગયો છે. 
60 ફૂટ ઊંચા અને 50 ફૂટ પહોળા અપાચે હેલિકોપ્ટરને ઉડાડવા માટે 2 પાયલટ હોવા જરૂરી છે. અપાચે હેલિકોપ્ટરની મોટી વિંગ ચલાવા માટે 2 એન્જિન હોય છે, તેના લીધે તેની રફતાર ખૂબ વધુ છે.
 
2 સીટર આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલો લાગેલી હોય છે. તેમાં એક સેન્સર પણ લાગેલી છે, તેના લીધે આ હેલિકોપ્ટર રાતમાં પણ ઓપરેશનને અંજામ આપી શકે છે. 365 કિલોમીટરની રફતારથી ઉડાન ભરનાર આ હેલિકોપ્ટરમાં 30 ML.ની બે ગન લાગેલી છે.
 
આપને જણાવી દઇએ કે આ હેલિકોપ્ટરની વધુમાં વધુ સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે. અપાચે હેલિકોપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર પર પકડવી મુશ્કેલ હોય છે.
 
ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા આ અપાચે હેલિકોપ્ટર AH-64E દુનિયાના સૌથી એડવાન્સ મલ્ટી રોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. ભારત અને અમેરિકાની વચ્ચે સપ્ટેમ્બર, 2015માં એક મોટી ડીલ થઇ હતી, તેના અંતર્ગત 22 હેલિકોપ્ટર ભારતને મળવાના છે. આની પહેલાં 27મી જુલાઇના રોજ 4 હેલિકોપ્ટર મળી ચૂકયા છે, જ્યારે આઠ હેલિકોપ્ટર મંગળવારના રોજ એટલે કે આજે મળી રહ્યા છે.
ભારતને અત્યારે બે બાજુથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એકબાજુ પાકિસ્તાન સતત કાશ્મીરને લઇ ભારતને ધમકી આપી રહ્યું છે તો બીજીબાજુ ચીન પણ તેને સાથ આપી રહ્યું છે. હવે ભારત આ મોરચાઓ માટે દરેક રીતે તૈયાર થઇ રહ્યું છે, જેથી કરીને સમય આવવા પર દુશ્મનના દાંત ખાટા કરી શકે.
 
અપાચે લડાકૂ હેલીકોપ્ટ્રની વિશેષતા.. 
 
- અપાચે હેલીકોપ્ટરને ઉડાવવા માટે બે પાયલોટ હોવા જરૂરી છે 
- અપાચે લડાકૂ હેલીકોપ્ટર લગભગ 16 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા છે 
- ભારતીય વાયુસેનામાં અપાચે પહેલુ એવુ હેલીકોપ્ટર છે જે મુખ્ય રૂપથી હુમલો કરવાનુ કામ કરશે 
- અપાચે લડાકૂ હેલીકોપ્ટર દુશમનની કિલાબંધીને તોડીને અને તેની સીમામાં ઘુસીને હુમલો કરવામાં સક્ષમ છે. 
- આ હેલીકોપ્ટર 300 કિમી પ્રતિ કલાક ઉડી શકે છે અને એજીએમ 114 હેલિફાયર મિસાઈલ યુક્ત છે. 
- આ અપાચે હેલીકોપ્ટર્સ દિવસ રાત અને કોઈપણ ઋતુમાં ઓપરેશન કરી શકે છે. 
- ઊંચા પર્વતો પર બનેલ આતંકી કૈપો અને દુશ્મન સેનાના ઠેકાણા પર આ  હુમલો કરવામાં સક્ષમ છે. 
- અપાચે એક વારમાં પોણો ત્રણ કલાક સુધી ઉડી શકે છે. 
-અપાચે હેલીકોપ્ટરને એ રીતે ડિઝાઈન કર્યુ છે કે તેને રડાર પર પકડવું મુશ્કેલ થઈ શકે છે.  
- હેલીકોપ્ટરમાં લાગેલ રાયફલમાં એકવારમાં 30 એમએમની 1200 ગોળીઓ ભરી શકાય છે 
- અપાચેમાં 16 એંટી ટૈક મિસાઈલ છોડવાની ક્ષમતા છે. 
- અપાચે હેલીકોપ્ટર લગભગ 300 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ઉડાન ભરી શકે છે અને દુશ્મનના વિસ્તારમાં જઈને આ પોતાનો ટાર્ગેન સહેલાઈથી ખતમ કરી શકે છે. 
- આ હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રંગર મિસાઈલો બેસાડવામાં આવી છે અને બંને તરફ 30MMની બે ગન છે. આ મિસાઈલો પેલોડ એટલા તીવ્ર વિસ્ફોટોથી ભરેલા હોય છે જેના કારણે દુશ્મનોએ તેનાથી બચવું લગભગ અશક્ય છે.
- તેનું વજન 5,165 કિલોગ્રામ છે અને તેમાં બે પાયલટ બેસી શકે છે. આ હેલિકોપ્ટરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તે યુદ્ધ ક્ષેત્રની દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments