Webdunia - Bharat's app for daily news and videos

Install App

Haryana Bus Fire : કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવેપર અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી પ્રવાસી બસમાં આગ, 10 જીવતા ભડથું

Webdunia
શનિવાર, 18 મે 2024 (09:07 IST)
: હરિયાણાના નુહ નજીક કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ લાગતાં 10 લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘ ટના રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

<

VIDEO | At least eight people were killed when the bus they were travelling in caught fire on the Kundli-Manesar-Palwal (KMP) Expressway near Nuh, #Haryana, late on Friday.

(Source: Third Party) pic.twitter.com/xeE7XkhBGD

— Press Trust of India (@PTI_News) May 18, 2024 >
 
બાઇક પર બસનો પીછો કર્યો અને ડ્રાઇવરને જાણ કરી
તાવડુ ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે જ્યારે તેઓએ બસને આગ લાગતી જોઈ ત્યારે તેઓએ ડ્રાઈવરને બોલાવીને તેને રોકવા માટે કહ્યું, પરંતુ બસ ઉભી રહી ન હતી. ત્યારબાદ બાઈક દોડાવીને બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને જાણ કરી. ત્યાં સુધીમાં આગ ખૂબ ફેલાઈ ગઈ હતી

<

A Tourist bus of Pilgrims catches fire near the KMP highway NUH, Haryana. Deadly incident led to the death of 10 Pilgrims & several others are injured. pic.twitter.com/VJuod0jZZh

— Akashdeep Thind (@thind_akashdeep) May 18, 2024 >">.
 
નૂહ ધારાસભ્યનું નિવેદન આવ્યું સામે 
નૂહના ધારાસભ્ય આફતાબ અહેમદે કહ્યું, 'આ ખૂબ જ દર્દનાક, દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના છે. વૃંદાવનથી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્યા હતા. બસમાં આગ લાગી હતી અને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.
 
બસમાં 60 થી વધુ મુસાફરો
પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં 60થી વધુ લોકો સવારી કરી રહ્યા હતા. ઘાયલોની સારવાર ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી બસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
 
આ ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જોકે, સૈનિકોને આગ ઓલવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. બસના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
 
બસમાં સવાર મુસાફરો મથુરાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બસમાં હાજર લોકો એકબીજાને ઓળખતા હતા અને બસ ભાડે લેવામાં આવી હતી. બસમાં આગ લાગતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. જે બાદ ગામ લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેઓ સફળ ન થયા તો તેઓએ બારીના કાચ તોડી લોકોને બસમાંથી બહાર કાઢ્યા.
 
જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લડ પ્રેશર હાઈ થતાં જ સવારે શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો બીપી કંટ્રોલ કરવા શું કરવું ?

Names of Goddess Lakshmi: લક્ષ્મીજીના નામ પર દીકરીના નામ શું રાખવુ માર્ડન અને જુદા નામની લિસ્ટ

હેલ્ધી રેસીપી - કારેલાનુ શાક, આવી રીતે બનાવશો ભરેલા કારેલા તો નહી ખાનારા પણ ખાશે

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

આગળનો લેખ
Show comments