Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ દેશની પ્રથમ ઓક્સીજન જનરેટર ટ્રક ઓક્સીએઈડનું ઉદ્દઘાટન કરીને મેડીકલ ઓક્સીજન ગ્રીડની સ્થાપના કરી

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2022 (14:59 IST)
19મી ઓક્ટોબર, બેંગ્લોર: વૈશ્વિક માનવતાવાદી નેતા અને શાંતિ સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ભારતના પ્રથમ IoT સક્ષમ મોબાઈલ મેડીકલ ઓક્સીજન પ્લાન્ટ તથા આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે સીલીન્ડરને ભરવા માટેના સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું.રાષ્ટ્રીય મેડીકલ ઓક્સીજન ગ્રીડ પ્રોજેક્ટના આરંભના ભાગ રુપે આ કરવામાં આવ્યું. આ યોજનાનો મૂળ ઉદ્દેશ છે કે મેડીકલ ઓક્સીજનને સુલભ રીતે પ્રાપ્ય બનાવવા માટે જ્યાં જરૂર પડે ત્યાં તેના  ઉત્પાદનનું કાબેલ તંત્ર બનાવવું,તેના બોટલ  ભરવાના સ્ટેશન તથા જરૂર હોય ત્યાં તેને પહોંચાડી શકાય તે માટે નેટવર્ક સ્થાપવા જેથી અંતરીયાળ વિસ્તારમાં પણ તેને પહોંચાડી શકાય.આ યોજનાના ભાગ તરીકે  IoT સક્ષમ કન્ટેઈનરમાં જ ઓક્સીજનું ઉત્પાદન કરતી પ્રથમ ટ્રકને લીલી ઝંડી આપી વિદાય કરવામાં આવી. 
         
ઉદ્દઘાટન સમયે ગુરુદેવે જણાવ્યું, "આ શુભારંભથી ભારતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મેડીકલ ગ્રેડનો ઓક્સીજન સરળતાથી તથા વ્યાજબી ભાવે મળશે.ખૂબ જરૂર હતી એવી આ સુવિધા ઘણા વૈજ્ઞાનિકોના પ્રયાસોથી શક્ય બની છે.મેડીકલ ઓક્સીજનને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પહોંચાડવામાં આ કિફાયતી ઉપાય સહાયરૂપ બનશે.ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતે જાગૃતિ ફેલાવવામાં તથા ઓક્સીજન પહોંચાડવામાં આર્ટ ઓફ લિવિંગ સંપૂર્ણ સહકાર આપશે."
         
ભારતમાં મોટાભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે અને ઘણાં ગામો મોટા શહેરો સાથે હજી સુલભ રીતે સંકળાયેલા નથી. આ યોજનાના ગ્રામ્યલક્ષી માળખાને લીધે અંતરીયાળ વિસ્તારોમાં પણ મેડીકલ ઓક્સીજન પહોંચાડવાનું શક્ય બનશે.
      
ઓક્સીએઈડના સ્થાપક શ્રી મલ્લિકાર્જૂન દાંડીનાવરે કહ્યું," એક વાત સ્પષ્ટ કરીએ કે કોવીડ ૧૯ મહામારી દરમ્યાન મેડીકલ ઓક્સીજનની માંગમાં ઓચિંતો ઉછાળો આવ્યો હતો.પરંતુ આ યોજનાનો વિચાર કોવીડને લીધે નહોતો આવ્યો.રાષ્ટ્રીય મેડીકલ ઓક્સીજન ગ્રીડ બનાવવાનો આશય ગ્રામ્ય સ્વાસ્થ્ય માળખાને એટલો મજબૂત બનાવાનો છે કે દર્દીઓને ગામડેથી શહેર સુધી ના જવું પડે. આ યોજનાને લીધે આપણી સરકારી હોસ્પિટલો IoT ટેક્નોલોજીના ઉપયોગથી કામિયાબ,દક્ષતાપૂર્ણ અને સક્ષમ બનશે."
        
આ યોજનાનો હેતુ મુખ્ય પાંચ પડકારોને પહોંચી વળવાનો છે: પ્રાપ્યતા,પહોંચમાં હોવું,પોસાય તેવું હોવું, જવાબદારીની સભાનતા અને માળખાકીય રચના.આ પડકારોને નીચે પ્રમાણે ઉકેલવામાં આવશે:
 
૧)પ્રાપ્યતા: ઘર આંગણે!!
એનાથી ગરીબો માટે સમસ્યાનો અંત આવશે કારણ કે મોટે ભાગે ઓક્સીજનના પ્લાન્ટ દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં હોય છે અને વિક્રેતાઓ તાલુકામાં નહીં પણ માત્ર શહેરોમાં હોય છે તથા નિશ્ચિત સમયગાળા દરમ્યાન જ કામ કરતા હોય છે. 
 
૨)પહોંચમાં હોવું:
તાલુકા અને સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઓક્સીજન સીલીન્ડર બેંક બનાવવામાં આવશે તથા IoT ટેક્નોલોજી દ્વારા માંગને પહોંચી વળવામાં આવશે.
 
૩)પોસાય તેવું:
આપણે સરકારી હોસ્પિટલમાં કલાકના ૬૦ રુપિયા અને ખાનગી હોસ્પિટલમાં ૩-૫ ઘણાં વધારે ખર્ચવા પડે છે.આ યોજના જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ઓક્સીજન જરૂર મળી રહે તે માટે ક્રોસ સબ્સીડાઈઝીંગ મિકેનીઝમ પર કામ કરશે. *યોજનાના શુભારંભે એક સીલીન્ડરને ભરવાનો ભાવ માત્ર ૮૦ રુપિયા રાખ્યો છે જે નહીંતર ૨૦૦ રુપિયા છે.* 
 
૪)જવાબદારીની સભાનતા:સરકારી હોસ્પિટલમાંથી ઓક્સીજનની ચોરી અટકશે.ઓક્સીજન ઉત્પાદન પ્લાન્ટમાં IoT ટેક્નોલોજીના ઉપયોગથી સાચા પ્રમાણ,શુધ્ધતા,દબાણ અને વપરાશના સમયમાં ખાતરી મળશે.
 
૫)માળખાકીય રચના:
૧.હયાત માળખાનો ઉપયોગ કરીને ફાયર બ્રિગેડ કેન્દ્રોનો( જે શહેરી વિસ્તારોમાં સહેલાઈથી પહોંચમાં હોય છે) ઓક્સીજન સીલીન્ડર ભરવા માટેના કેન્દ્રો તરીકે પણ ઉપયોગ કરવો.
 
૨.અત્યારે જે માનવ સંસાધન છે તેને તાલિમ આપવી.એનાથી ઓક્સીજનની જરૂર છે ત્યાં સુધી છેક પહોંચાડાશે એની ખાતરી મળશે. આમ,ઓક્સીજન સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં અને ઘેર રહેલા દર્દીઓને ૨૪×૭×૩૬૫ મળી શકશે.
 
૩.આપણા આટલા મોટા અને વસ્તીથી ભરપૂર દેશમાં અંતરીયાળ સ્થાને પણ ઓક્સીજન પહોંચાડી શકાશે એ રીતે ગ્રામ્ય ભારતને ધ્યાનમાં રાખીને યોજનાની પરિકલ્પના કરાઈ છે.

૪.આ એક રાષ્ટ્રીય ધ્યેય છે જે આપણા બંધારણમાં આપેલા પ્રથમ મૂળભૂત અધિકાર, "જીવવાનો અધિકાર ", ને પોષશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments