Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુરમાં ગેમ રમતી યુવતીને બિહારના યુવક સાથે પ્રેમ થયો તો સગાના ઘરમાંથી 70 હજારના દાગીના લઈ ભાગી ગઈ

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:02 IST)
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને પબજી વીડિયો ગેમ રમતી વખતે બિહારના શખ્સ સાથે મિત્રતા થઇ ગઇ હતી. જેને ફોન કરી પાલનપુર બોલાવ્યો હતો. અને પિતરાઇ ભાઇના ઘરમાંથી સોનાના રૂપિયા 70,000ના દોાગીના ચોરી ફરાર થઇ ગઇ હતી.

આ અંગે પિતરાઇ ભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પાલનપુરમાં આર્દશનગર સોસાયટી, તાજપુરા વિસ્તારમાં રહેતી યુવતીને પબજી વિડિયો ગેમ રમવાની લત લાગી હતી. જે દરમિયાન તેણી બિહારના મધુમની જીલ્લાના ખેડીબાંકા ગામના મહંમદ અરમાન નસીમ શેખના પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. તેણીએ ફોન કરી અરમાનને પાલનપુર બોલાવ્યો હતો. અને પિતરાઇ ભાઇના ઘરમાંથી તેમની પત્નીના દાગીના રૂ. 20,000નું હાથે પહેરવાનું સોનાનું કડુ, રૂ. 50,000નો બાજુબંધ મળી કુલ રૂ. 70,000ના દાગીના ચોરી ઝેરોક્ષ કઢાવવાનું બ્હાનુ કરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.22 વર્ષિય યુવતીના માતા- પિતાનું 15 વર્ષ અગાઉ નિધન થયું હતુ. જે બાદ પિતરાઇ ભાઇ અને ભાભીએ તેણીને ઉછેરી હતી. જેના લગ્ન પણ કરાવ્યા હતા. અને સાસરે આવતી જતી હતી. ઘરનો તમામ વ્યવહાર પણ એ પોતે કરતી હતી.મોબાઇલમાં પબજી ગેમ રમતાં યુવક- યુવતીઓ ચોરી, પ્રેમ, મિત્રતાના સબંધોમાં બંધાઇ ગુનાહિત કૃત્યો કરતાં હોવાના કિસ્સા બની રહ્યા છે. બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેને જણાવ્યું કે, ડીસામાં પબજી ગેમની લતે ચડેલા કિશોરે ઘરમાંથી રૂ. 70,000ની ચોરી કરી હતી. જેમને સમજાવી મોબાઇલ ફોનમાંથી ગેમો ડિલેટ કરાવી હતી.યુવતીએ પિતરાઇ ભાઇના ઘરમાંથી ચોરેલા દાગીના તેના પ્રેમી અરમાનના મિત્ર મુળ બિહારના દરભંગા જિલ્લાના જાલે તાલુકાના જહાંગીર તૌલા હાલ પંચ મહાલના હાલોલ ખાતે રહેતા મહંમદ એખલાક અબ્દુલહફીઝ મહંમદ હનીફ શેખને વેચી દીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

ગુજરાતી જોક્સ - તું બેઠો રહે

ગુજરાતી જોક્સ - એક ફૂલ કળી

વધુ જુઓ..

નવીનતમ

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

આગળનો લેખ
Show comments