Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrababu Naidu: 28 વર્ષને વયે પહેલીવાર બન્યા ધારાસભ્ય, હવે ચોથી વાર બનશે આંધ્ર પ્રદેશના સીએમ, જાણો તેમના વિશે

C naidu
Webdunia
બુધવાર, 12 જૂન 2024 (16:05 IST)
C naidu
 તેલુગુ દેશ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ આજે ચોથી વાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. નાયડૂ માત્ર 28 વર્ષની વયે પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 30 વર્ષની વયમાં તેઓ મંત્રી બન્યા અને 45 વર્ષની વયે મુખ્યમંત્રી બની ગયા હતા. નાયડૂનો જન્મ  20 એપ્રિલ 1950ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિ જીલ્લાના નરવિરપલ્લેમાં થયો હતો. 
 
 
1978માં જીતી પહેલી ચૂંટણી 
ચંદ્રબાબૂ નાયડૂના રાજનીતિક કરિયરની વાત કરીએ તો તેમણે કોંગ્રેસ સાથે પોતાના રાજનીતિક દાવની શરૂઆત કરી હતી. તેમણે 1978માં પોતાની પહેલી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બન્યા હતા. 1980થી 1982 ની વચ્ચે તેમણે આંધ્રપ્રદેશ કેબિનેટમાં એક મંત્રીના રૂપમાં કામ કરવાની તક મળી. આંધ્ર પ્રદેશમાં તેઓ એક મજબૂત કોંગ્રેસ નેતાના રૂપમાં ઉભર્યા હતા. 
 
કોંગ્રેસ છોડી ટીડીપીમાં સામેલ થયા 
ચંદ્રબાબૂ નાયડૂએ 1981માં તેલુગુ ફિલ્મ ઈંડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા એનટી રામારાવની પુત્રી નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કરી લીધા. આ દરમિયાન એનટી રામારાવે 1982માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)નો પાયો નાખ્યો. એનટી રામારાવનુ કહેવુ હતુ કે તેઓ આંધ્ર પ્રદેશની રાજનીતિને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગે છે. ટીડીપીની સ્થાપના સાથે જ ચંદ્રબાબૂ નાયડૂએ પણ પોતાની પક્ષ બદલી લીધો અને તેઓ પોતાના સસરા એનટી રામારાવની પાર્ટીમાં જોડાય ગયા. 
 
1995માં કર્યો તખ્તાપલટ 
1989 અને 1994માં તેઓ ટીડીપીના ટિકિટ પર ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા. 1984માં તેમણે નાણા મંત્રાલયની  મહત્વની જવાબદારી મળી. અત્યાર સુધી ચંદ્રબાબૂ નાયડૂ ખુદને રાજનીતિમાં સંપૂર્ણ રીતે સ્થાપિત કરી ચુક્યા હતા.  1995માં તેમણે પોતાના સસરાનો જ તખ્તાપલટ કરી નાખ્યો અને ખુદ આંધ્ર પ્રદેશના સીએમ બની ગયા.   રાજનીતિક વિશેષજ્ઞોનુ માનવુ છે કે એનટીઆરની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીની પાર્ટી અને સરકારમાં દખલગીરીને ચલતે તેમણે આ પગલુ ઉઠાવ્યુ. 
 
સંયુક્ત મોરચાના સંયોજક રહ્યા 
ઓગસ્ટ 1995માં ટીડીપીના અધ્યક્ષ બન્યા પછી સપ્ટેમ્બર 1995માં તેમણે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી હતી. તેઓ 1995થી 2004 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા અને રાજ્યમાં આર્થિક સુધારવાળા સીએમના રૂપમાં તેમની ઓળખ બનાવી. 1996થી 2004ની વચ્ચે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી. તેઓ સંયુક્ત મોરચાના સંયોજક પણ રહ્યા. 
 
10 વર્ષ સુધી વિપક્ષના નેતા રહ્યા - 1999માં કેન્દ્રમાં બનેલી એનડીએની સરકારને ચંદ્રબાબુ નાયડૂએ બહારથી સમર્થન આપ્યુ હતુ.  ચંદ્રબાબૂ નાયડૂ 10 વર્શ સુધી વિપક્ષના નેતા પણ રહ્યા. 2019ના વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી 175 માંથી ફક્ત 23 સીટો જ મેળવી શક્યા હતા. પણ 2024ના વિધાનસભા ચૂંટણીમાં 161 સીટો જીતીને ભારે બહુમતની સાથે તેઓ વિધાનસભામાં પરત ફર્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments