rashifal-2026

UP માં ફરી બનશે યોગી સરકાર બનાવવા BJP તૈયાર, નડ્ડા-શાહ-રાજનાથ બૂથ વર્કર્સને આપશે મંત્ર

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:00 IST)
જેમ જેમ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) નિકટ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતા બૂથ પ્રબંધન પર વિશેષ ધ્યાન આપવા સાથે પોતાના ચૂંટણી રણનીતિનુ અંતિમ રૂપ આપી રહ્યા છે.  ભાજપા કાર્યકર્તાઓને મતદાન કેન્દ્ર સ્તર પર લાભ કરવાની તૈયારી જોરો પર છે. ભગવા પાર્ટીની આ  રણનીતિએ  છેલ્લી ત્રણ ચૂંટણીમાં પાર્ટીને ઘણો ફાયદો કરાવ્યો છે. 
 
ભાજપાના બૂથ સ્તર સુધી સમિતિઓની રચના અને સત્યાપનનુ કામ પહેલા જ પુરુ કરી લેવામાં આવ્યુ છે. પન્ના પ્રમુખોને (મતદાર યાદીના વ્યક્તિગત પાનાના પ્રભારી પક્ષ કાર્યકર)પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.  હવે આ બૂથ સમિતિઓની તેમની ચૂંટણી ભૂમિકા વિશે બતાવવામાં આવશે. 
 
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ માટે 22-23 નવેમ્બર સુધી યુપીના પ્રવાસે હશે. આ દરમિયાન તેઓ ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરવા અને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્ય એકમના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ મુલાકાત દરમિયાન નડ્ડા લખનૌમાં રાજ્યના મુખ્યાલયમાં ક્ષેત્ર કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. 
 
કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને લખનૌના પાર્ટી કાર્યકર્તાઓને 2022ની વિધાનસભા ચૂંટણી માટે બૂથ મેનેજમેન્ટ અને સભ્યપદ અભિયાનના લક્ષ્યોમાં પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવશે. બીજેપી અધ્યક્ષ 22 નવેમ્બરે ગોરખપુરમાં બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધિત કરશે. બીજા દિવસે તેઓ કાનપુરમાં બૂથ પ્રમુખોના સંમેલનમાં ભાગ લેશે. યુપી ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય પ્રભારીઓ પણ હાજર રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

આગળનો લેખ
Show comments