rashifal-2026

ટોક્યો પેરાલંપિક- રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ પર ભાવિના પટેલએ રચ્યો ઈતિહાસ ટેબલ ટેનિસમાં મેળ્વ્યો સિલ્વર

Webdunia
રવિવાર, 29 ઑગસ્ટ 2021 (11:23 IST)
ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલએ ટોક્યો પેરાલંપિકમાં રજત પદક તેમના નામે કર્યો છે. ભાવિના મહિલા એકલ વર્ગના 4 ના ફાઈનલમાં ચીનની ઝોઉ યિંગ સામે હારી ગયા. જે બાદ તેને પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. જે બાદ હવે આ રમત ભારત માટે મહત્વની બની ગઈ છે.

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલે (Bhavinaben Patel) ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) ની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. મેડલ પાકુ કરી ચુકેલ 34 વર્ષીય ભાવિના, જેણે મેડલની પુષ્ટિ કરી હતી, તે હવે ગોલ્ડથી માત્ર એક ડગલું દૂર છે. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતી શકી નથી અને હવે ભાવિના પાસે સુવર્ણ તક છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા, ભાવિના માટે પેરાલિમ્પિક્સની યાત્રા સરળ રહી નથી. તેણે પોલિયોને હરાવીને આ મુકાબ હાસિલ કર્યું છે.
 
ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. . તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. જ્યારે ભાવિના ચોથા ધોરણમાં પહોંચી ત્યારે તેના માતા -પિતા તેને સર્જરી માટે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ લઈ ગયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના જણાવ્યા મુજબ, ભાવિનાએ શરૂઆતમાં પોલિયો રોગની ગંભીરતાને અવગણી હતી અને યોગ્ય કાળજી લીધી ન હતી. તેનાથી તેની બીમારી વધુ ખરાબ થઈ ગઈ.
ભાવિનાએ તેના ગામમાં જ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પિતાએ 2004 માં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, અમદાવાદમાં એડમિશન કરાવ્યુ. અહીં ભાવિનાએ તેજલબેન લાઠીયાની દેખરેખ હેઠળ કમ્પ્યુટરનો કોર્સ કર્યો અને ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રવ્યવહાર દ્વારા ગ્રેજ્યુએશન કર્યું. અહીં ભાવિનાને ખબર પડી કે તેની સંસ્થામાં રમતગમતની પ્રવૃત્તિઓ પણ થાય છે. આ પછી ભાવિનાએ તેના કોચ લાલન દોશી પાસેથી ફિટનેસ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે ટેબલ ટેનિસ રમવું એ તેનુ પેશન બની ગયો.
 
ત્રણ વર્ષ પછી
2007માં, ભાવિનાએ બેંગલુરુમાં પેરા ટેબલ ટેનિસ નેશનલમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત જોર્ડનથી કરી હતી પરંતુ પ્રથમ મેડલ જીતવામાં થોડો સમય લાગ્યો હતો. પટેલે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો પરંતુ તે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. ભાવિનાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ 2011 માં થાઈલેન્ડ ઓપનમાં આવ્યો હતો જ્યાં તેણે સિલ્વર જીત્યો હતો. આ પછી, તેણે 2013 માં પ્રથમ વખત એશિયન રિજનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સિંગલ્સ જીત્યા બાદ ભાવિનાએ ડબલ્સમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યું. ડબલ્સમાં તેણે સોનલબેન પટેલને પોતાના જોડીદાર બનાવ્યા. ભાવિનાએ આખરે 2019 માં બેંગકોકમાં સિંગલ્સમાં પોતાનું પહેલું ગોલ્ડ જીત્યું હતું. તેણે ડબલ્સમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. ભાવિનાએ એશિયન પેરા ગેમ્સ 2018 માં પણ મેડલ જીત્યો છે. પટેલને રિયો 2016 પેરાલિમ્પિક ગેમ્સ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ ટેકનિકલ કારણોને કારણે તે રમી શક્યા નહી. પરંતુ તે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાય થયા અને આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા બ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments