Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Election Date : દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ મતગણતરી, અહીં જાણો સપૂર્ણ માહિતી

Webdunia
મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (13:27 IST)
. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. આ દરમિયાન આજે AAP એ પોતાનુ કૈપેન સોન્ગ ફિર આયેંગે કેજરીવાલ લોંચ કર્યુ છે. લોન્ચિંગના અવસર પર સીએમ આતિશી, આપ નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ પણ હાજર રહ્યા.  આપ સમર્થક પણ ગીતની લોન્ચિંગના અવસર પર ઝૂમી ઉઠ્યા.  આનો વીડિયો પણ સામે આવ્યો છે. આપે પોતાના એક્સ હેંડલ પર આ કૈપેન સોન્ગને પોસ્ટ કર્યુ છે. 

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ મતગણતરી; ચૂંટણી કમિશનરે શિડ્યુલ જાહેર કર્યું

દિલ્હીમાં એક જ તબક્કામાં મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન એક જ તબક્કામાં થશે. 10 જાન્યુઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી રહેશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી હાથ ધરાશે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20 જાન્યુઆરી રહેશે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
 

સૌરભ ભારદ્વાજે આ ડર વ્યક્ત કર્યો હતો
તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ ચૂંટણી સ્થગિત થવાથી ડરતા હતા, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે 2 વાગ્યે થઈ શકે છે, આમ આદમી પાર્ટી માટે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ 70 સીટો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
 
સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, 'અમારા મનમાં એક જ ડર હતો કે ચૂંટણીના ડરથી ભાજપ આ ચૂંટણીને સ્થગિત કરી શકે છે. શક્ય છે કે આજે 2 વાગે ચૂંટણીની જાહેરાત થઈ જાય, આમ આદમી પાર્ટી માટે આનાથી સારી વાત ન હોઈ શકે. અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને મને લાગે છે કે છેલ્લી વખતની જેમ ભાજપને બહુ ઓછી બેઠકો મળશે અને આમ આદમી પાર્ટીને મોટી બહુમતી મળશે.
 
આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન, એવા પણ સમાચાર છે કે આ ચૂંટણીની તારીખ પણ આજે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ મંગળવારે બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદમાં તારીખની જાહેરાત કરશે. ચૂંટણી પંચે વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે.
 
વિધાનસભાનો કાર્યકાળ ક્યારે પૂરો થાય છે?
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષ 2020માં પણ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

વધુ જુઓ..

નવીનતમ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

લગ્ન પહેલા તમારા પાર્ટનરને આ ખાસ પ્રશ્નો ચોક્કસથી પૂછો

પ્રેરક વાર્તા: એક ખેડૂત દરરોજ તેના ખેતરમાં સાપ માટે દૂધ રાખતો હતો, સવારે તેને વાટકીના તળિયે સોનાનો સિક્કો મળ્યો,

આગળનો લેખ
Show comments