rashifal-2026

આ મોદીની બીજેપી છે, આ પહેલા જેવી નથી - સુરેશવાલા

Webdunia
બુધવાર, 25 મે 2016 (12:38 IST)
ગુજરાતી વ્યવસાયી જફર સુરેશવાલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિકટના સમર્થક છે. 
 
સુરેશવાલાને મૌલાના આઝાદ ઉર્દૂ યૂનિવર્સિટીની ચાંસલર પણ બનાવવામાં આવ્યા છે. 
 
ભાજપા સરકારને બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ પર જફર સુરેશવાલા બીબીસીને જણાવે છે કે મોદી સરકારે મુસલમાનને એક સેંસ ઑફ આઈડેંટિટી આપી છે. 
 
તેઓ કહે છે કે આ સરકારે સ્કોલરશિપનો પૈસો 90 ટકા સુધી વધાર્યો. લોકોને બેંકમાં એકાઉંટ ખોલવાની સુવિદ્યા આપી અને કોલેટ્રલ વગર લોન આપી. આ બધી સુવિદ્યાઓનો લાભ મુસલમાનોને મોટા પાયા પર મળ્યો. 
 
કોલેટ્રલ એ સંપત્તિ કે સોના કે એવી કિમતી વસ્તુ હોય છે જેને ગિરવે મુકીને બેંક લોન આપે છે. જફર તેના વગર લોન મળવાની સુવિદ્યાને એક મોટી વાત માને છે. 
 
તેઓ કહે છે, "મુસલમાન સમુહમાં મોટાભાગના લોકો સેલ્ફ ઈંપલૉયડ છે. તેઓ મોબાઈલ ઠીક કરવા, ગેરેજની નાની વર્કશોપ ચલાવવા, સૈલૂન ચલાવવા જેવા નાના મોટા કામ કરે છે. આવામાં તેમને મુદ્રા બેંક તરફથી લોન મળવી એક મોટો ફાયદો હતો." 
 
જફર દાવો કરે છે કે જ્યારે 2014માં ભાજપા સરકાર સત્તામાં આવી એ સમયે મુસલમાનોની અંદર ભયનુ વાતાવરણ હતુ પણ તે હવે નથી. 
 
અસહિષ્ણુતાના મુદ્દા પર તેઓ કહે છે, "આ એક રાજનીતિક મુદ્દો છે અને આ અસહિષ્ણુતાને રસ્તા, રેલવે પ્લેટફોર્મ પર નહી શોધી શકો." 
 
કેટલાક બોલીવુડ કલાકારોની સહિષ્ણુતા મામલા પર નિશાન બનાવતા તેઓ કહે છે - "યોગી આધિત્યનાથ, સાક્ષી મહારાજ જેવા લોકોની વાતો બેકાર છે. આ શક્ય જ નથી કે કોઈ સરકાર કોઈ એક કોમ કે કોઈ એક સમાજને જ આગળ વધારે". 
 
જફર કહે છે, "જ્યારે મોદી સાહેબે એવુ કહ્યુ કે ભારતમાં બધાને જીવવાનો અધિકાર છે તો તે જીવવાનો અધિકાર હિંદૂ, મુસ્લિમ, સિખ, ઈસાઈ બધાને છે. કોઈ એક ધર્મના લોકોને નથી."
 
તેઓ કહે છે કે દરેક રાજનીતિક પાર્ટીમાં કેટલાક એવા તત્વ હોય છે જે ધાર્મિક ઉન્માદની વાતો કરે છે. પણ શુ આ લોકો વાત કરવા ઉપરાંત કશુ કરી શકે છે. નહી, કારણ કે આ દેશ એક સંવિધાન પર ચાલે છે અને સરકાર આ સંવિધાનનુ પાલન કરી રહી છે." જફર સંઘ અને ભાજપાના સંબંધોને પણ એક જુદી નજરથી જુએ છે અને માને છે કેટલીક એક વાતોને છોડી દઈએ તો સંઘ અને મુસલમાનો વચ્ચે વધુ પ્રોબ્લેમ્બ નથી. 
 
રાષ્ટ્રીય ઉર્દૂ વિશ્વવિદ્યાલયના ચાંસલર કહે છે કે 'આ એ 90ના દસકાની ભાજપા નથી. આ મોદીની ભાજપા છે અને અહી કોઈપણ અસંવૈધાનિક તત્વ માટે સ્થાન નથી. ભાજપા કોઈ એક ધર્મ માટે કામ નથી કરી રહી. તે સૌ માટે કામ કરી રહી છે. જેનો ફાયદો હિંદૂને પણ મળશે અને મુસલમાનને પણ. પણ બધાએ એક જ બસમાં ચઢવુ પડશે,  તમારે માટે જુદી ટ્રેન નહી ચાલે.' 
વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments