Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની 'ચા' ને બદલે 7 જવાન શહીદ થઈ ગયા... કંઈક તો સબક લે મોદી...!!!

Webdunia
મંગળવાર, 5 જાન્યુઆરી 2016 (11:25 IST)
કેન્દ્રમાં સરકારની સહયોગી શિવસેનાએ એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રીને નિશાન પર લીધા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પઠાણકોટ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે પાકિસ્તાને છ-સાત આતંકવાદીઓ મોકલીને હિન્દુસ્તાનના સન્માનને તાર-તાર કરી નાખ્યુ. 
 
શિવસેનાએ કહ્યુ, 'આ મામલો ફક્ત ચિંતા કરવા જેવો નથી પણ જે મજબૂત અને મોટી ફૌજી તાકતના આપણે નગારા વગાડતા રહીએ છીએ એ નગારુ ફોડનારો મામલો છે. ફક્ત કેટલક આતંકવાદીઓએન મોકલીને પાકિસ્તાને આપણી વિરુદ્ધ યુદ્ધનુ એલાન કર્યુ છે. 
 
સત્તામાં બેસેલા લોકો કેટલા ગંભીર ? 
 
સામનામાં છપાયેલ લેખમાં કહેવામાં આવ્યુ છે કે દેશની સીમા સુરક્ષિત નથી અને દેશની આંતરિક સુરક્ષા પણ સ્પષ્ટ ધરાશાયી થઈ ગઈ છે.  પઠાણકોટ હુમલો આ વાતનો પુરાવો છે. લેખમાં સવાલ ઉઠાવ્યો છે કે શુ દેશની સુરક્ષાનો મામલો થયા પછી પણ સત્તામાં બેસેલા લોક આને પ્રત્યે ગંભીર છે ? 
 
'હુમલાથી સબક લે મોદી' 
 
શિવસેનાએ કહ્યુ, હજારો સૈનિક, ટૈંક પંજાબની પોલેસ પઠાણકોટમાં છે પણ છતા ફક્ત 6-7 આતંકવાદીઓની ફૌજની તાકતને પડકારી છે. દેશના રક્ષા મંત્રી, પ્રધાનમંત્રી સહિત બધા જવાબદાર લોકો તાનાથી સબક લે અને સુધાર કરે. પ્રધાનમંત્રી મોદી 8 દિવસ પહેલા પોતે લાહોર જઈને પાકિસ્તાની પીએમ નવાજ શરીફની મહેમાનગતિનો લાભ ઉઠાવીને પરત ફર્યા છે. 
 
પ્રધાનમંત્રીના લાહોર પ્રવાસને લઈને શિવસેનાને ચેતાવણી આપતા કહ્યુ હતુ, 'પાકિસ્તાન પર વિશ્વાસ ન કરો, દગો થશે.' પાર્ટીએ હવે સામનામાં કહ્યુ છે-'જુઓ ભયંકર દગો થઈ ગયો. મોદીના પરત ફરતા જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હિન્દુસ્તાને એયરબેસ પર હુમલો કર્યો. આ હુમલા પર પાકિસ્તાન દ્વારા નિષેદ કરવો કોઈ ઢોંગથી ઓછુ નથી.' 
 
'મસૂદ અઝહરને મોદીને સોંપે PAK'
 
શિવસેનાએ પાકિસ્તાનને ચેતાવતા કહ્યુ કે હિન્દુસ્તાન સાથે પોતાના સંબંધો જો સાચે જ સુધારવા છે તો પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈંડ મૌલાન મસૂદ અઝહરને હિન્દુસ્તાનના હવાલે કરે.  શિવસેનાએ કહ્યુ, 'નવાઝ શરીફે એ મસૂદ અઝહરને મોદીને સોંપે' સાથે જ આ સવાલ પણ ઉઠ્યો છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા અચાનક લાહોર પ્રવાસ પર 'શુ કૂટનીતિ છે' કહેનારી દુનિયા પઠાણકોટ હુમલા પછી મોઢુ બંધ કરીને બેસી છે. 
 
સામનામાં એ પણ કહ્યુ છે, 'પ્રધાનમંત્રી મોદીએ દુનિયાને એક કરવાની કોશિશ શરૂ કરી છે. હવે પોતાના દેશની અને ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનના આતંકવાદી જ્યારે આપણા હવાઈ બેસ પર ઘુસ્યા એ સમય મદદ માટે આખી દુનિયા ન દોડી.  આટલા મોટા પાયા પર જનહાનિ તો પ્રત્યક્ષ યુદ્ધથી પણ થતી નથી. જેટલી કસાબ જેવા કેટલાક આતંકવાદી દ્વારા થાય છે.' 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments