Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાનકવાણી

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (09:48 IST)
નાનકદેવજીએ ઘરબાર છોડીને એક મિત્ર મર્દાના સાથે ઈશ્વરની શોધમાં દેશ-વિદેશમાં ભ્રમણ કર્યુ તે દરમિયાન તેમણે શેખ ફરીદનો પણ સત્સંગ કર્યો. તેમની રચનાઓ ગુરૂ ગ્રંથ સાહેબમાં પણ સંગ્રહિત છે તેમાંથી 'જપુજી' સૌથી વધુ પ્રસિદ્ધ છે.

ગુરૂ ભક્તિ, નામ સ્મરણ, એકેશ્વરવાદ, પરમાત્માની વ્યાપકતા અને વિશ્વ પ્રેમ તેના મુખ્ય ધાર્મિક સિદ્ધાંતો છે. 'જપુજી' જગતગુરૂ શ્રી ગુરૂનાનકદેવજી દ્વારા જનકલ્યાણ હેતુ ઉચ્ચારીત અમૃતમય વાણી છે.

' જપુજી' એક વિશુદ્ધ એક સૂત્રમયી દાર્શનિક વાણી છે જેમાં મહત્વપૂર્ણ દાર્શનિક સત્યોને સુંદર અર્થપૂર્ણ અને કાવ્યાત્મક સ્વરૂપે અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. તેમાં બ્રહ્મજ્ઞાનનો અલૌકિક જ્ઞાન પ્રકાશ છે. તેનું દિવ્ય દર્શન માનવ જીવનનું ચિંતન છે.

આ વાણીમાં ધર્મના સત્ય અને શાસ્વત મૂલ્યોને ઘણી જ મનમોહક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ એક પહેલી ધાર્મિક અને રહસ્યવાદી રચના છે તેમજ આધ્યાત્મિક અને સાહિત્ય ક્ષેત્રે તે ઘણું મહત્વ ધરાવે છે.

તેમાં પંજાબી અને હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુરૂ નાનકદેવજીએ નાનપણમાં જ પંજાબી, વ્રજભાષા, સંસ્કૃત અને ફારસીનું શિક્ષણ ગ્રહણ કર્યુ હતુ.

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments