rashifal-2026

માઁ શક્તિનું પાંચમું રૂપ - સ્કંદ માતા

Webdunia
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.

ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.

સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.

નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે.

સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.

માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.

સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.

સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.

આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.

ઉપસના મંત્રો - ઓમ ઐં ક્લીં હીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા.

હીં ઐં ક્લીં, સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments