Dharma Sangrah

ખુદા કે લીયે : આધુનિક મુસલમાનની વાર્તા

Webdunia
નિર્દેશક : શોએબ મંસૂર
કલાકાર : નસીરુદ્દીન શાહ, શાન,ફવદ ખાન, ઈમાન અલી, હમીદ શેખ.
IFM

સામાન્ય રીતે લોકો પાકિસ્તાની ટીવી સીરિયલો કે શો ને પસંદ કરે છે, પણ પાકિસ્તાની ફિલ્મોના વિશે આ વાત નથી કહ ી શકાતી. પાકિસ્તાની ફિલ્મોનુ સ્તર બોલીવુડના મુકાબલે ખૂબ જ નીચુ છે, પણ 'ખુદા કે લિયે' અપવાદ છે. આ ફિલ્મ પાકિસ્તાનના આધુનિક અને ભણેલા લોકોની સ્થિતિ બતાવે છે.

અસલમાં આ વર્ગને પોતાના જ ધર્મના કટ્ટરપંથીઓના ગુસ્સાનો શિકાર થવુ પડે છે. સાથે જ 9/11ની ઘટના પછી વિદેશી લોકો પણ મુસલમાન લોકોને શંકાની નજરે જુએ છે.

ફિલ્મની વાર્તામાં બે ભાઈઓ બતાવવામાં આવ્યા છે. મંસૂર અને તેમના નાના ભાઈને સંગીતનો શોખ છે. નાના ભાઈની મુલાકાત એક કટ્ટરપંથી મૌલાના સાથે થાય છે અને તે એમના વિચારોથી પ્રભાવિત થઈને સંગીતનો અભ્યાસ છોડી દે છે.

મોટોભાઈ સંગીતના અભ્યાસ માટે અમેરિકા જતો રહે છે. જ્યાં તે એક અમેરિકાની છોકરી સાથે લગ્ન કરી લે છે. ફિલ્મમાં બંને ભાઈઓની વાર્તા એકસાથે ચાલે છે. ફિલ્મને મુદ્દા પર આવતા થોડો સમય લાગે છે પણ પછી તો એ વગર અટકે ચાલે છે.

આ ફિલ્મ એ લોકો માટે છે જે ફિલ્મના વિશે ગંભીરતાથી વિચારે છે અને વાદ-વિવાદ કરે છે. એ લોકો માટે નથી જે મનોરંજનની શોધમાં ફિલ્મ જોવા આવે છે.
IFM

નિર્દેશક શોએબ મંસૂર એક સારા તકનીશિયન નથી, પણ તેમણે પોતાની વાતને શ્રેષ્ઠ રીતે કહેવાની કોશિશ કરી છે. ફિલ્મની વાર્તા મજબૂત છે, પણ ટેકનીકલ રીતે ફિલ્મ નબળી છે.

પટકથામાં ધણી ખામીઓ છે અમે સંપાદન ખૂબ જ ઢીલુ છે. શાન અને ઈમાદ અલીનો અભિનય ઠીક છે. નસીરુદ્દીન શાહનો અભિનય હંમેશાની જેમ શાનદાર છે. બધુ મળીને 'ખુદા કે લિયે' ને પ્રશંસા જરૂર મળશે, પણ દર્શકો ખૂબ જ ઓછા મળશે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Show comments