Webdunia - Bharat's app for daily news and videos

Install App

'હે બેબી' -બાળકની જવાબદારીથી જીવનમાં પરિવર્તન

Webdunia
નિર્માતા - નિર્માતા - સાજિદ નડિયાદવાળા
નિર્દેશક - સાજિદ ખાન
સંગીત - શંકર-અહસાન-લોય
કલાકાર - અક્ષય કુમાર, વિદ્યા બાલન, ફરદીન ખાન, રિતેશ દેશમુખ, બોમન ઈરાની


સાજિદ ખાને પોતાના કાર્યક્રમો દ્રારા ફિલ્મ અને તેનાથી જોડાયેલા લોકોની ખૂબ જ મજાક ઉડાવી છે. હવે તેઓ પણ 'હે બેબી' ને લઈને આલોચકોના નિશાના પર છે.

' હે બેબી' નામ સાંભળીને અને ફિલ્મનું ટ્રેલર જોઈને આ ભ્રમ થાય કે આ ફિલ્મમાં છોકરીઓની પાછળ ભાગવા વાળા બિંદાશ યુવાનોની વાર્તા છે. પણ ફિલ્મનું મુખ્ય પાત્ર એક નાનકડી છોકરી છે.

અક્ષય, ફરદીન અને રિતેશ સિડનીમાં રહેતાં ત્રણ યુવકો છે. ઈશ્ક, મોહબ્બત અને પ્રેમની વાતો તેમના માટે ફાલતુંની વાતો છે. મોજ-મસ્તી કરવો એમનો ઉદ્દેશ્ય છે. છોકરીઓને પટાવવી એ તો એમના ડાબા હાથની રમત છે. એક દિવસે ઘરના દરવાજા પર તેમને એક નાનકડી બાળકી મળે છે. તે તેને પોતાની પાસે રાખી લે છે. હવે એ ના પૂછતા કે તેઓ પોલીસની પાસે કેમ નથી જતા ?

તેમને લાગે છે કે આ બેબી તેમના ત્રણમાંથી કોઈ એકની જ છોકરી છે. જે છોકરીઓ સાથે તેમને રાત ગાળી હતી તેમનું તેઓ લિસ્ટ બનાવવા બેસી જાય છે, તો સંખ્યા સેંકડો પર પહોંચી જાય છે. તે લગભગ દરેક છોકરીને પૂછે છે કે શુ તે તેમની છોકરીની માં તો નથી ને ?

જ્યારે માં ના વિશે કશી જાણકારી નથી મળતી તો આ છોકરીથી છુટકારો મેળવવાનો નિર્ણય કરે છે. તે તેને ચર્ચની બહાર છોડે છે, પણ તેમના દિલમાં ક્યાંક તો તેમને આ છોકરી માટે મોહ જાગેલો હોય છે, તેથી તેઓ તેને પાછી લાવે છે. ત્રણે સુધરી જાય છે અને બેડ બોય માંથી ડેડ બની જાય છે. અને તેનું લાલન-પાલન કરવા માંડે છે.

સ્ટોરીમાં નવો વળાંક ત્યારે આવે છે જ્યારે, તે છોકરીને તેની મમ્મી પરત લઈ જાય છે. તે એ ત્રણેમાંથી એકની ગર્લ ફ્રેંડ હોય છે. અને પછી શરૂ થાય છે પોતાની પ્રેમિકાને મનાવવાની અને તે બાળકીને પરત લાવવાની કોશિશ.

ફિલ્મની શરૂઆતમાં થોડા ફાલતુ દ્રશ્ય અને અશ્લીલ સંવાદો છે. પણ તે પછી તો ફિલ્મ પોતાના પાટા પર સીધી જ ચાલે છે. કદી ભાવનાત્મક તો કદી હાસ્ય પ્રધાન બની જાય છે.

નિર્દેશક સાજિક ખાને ચરિત્ર સ્થાપવા માટે વધુ સમય નથી લીધો. ફિલ્મની શરૂઆત એક ગીતથી થાય છે. અને આ ગીતને જોઈને જ ત્રણે નાયકોના ચરિત્રનો અંદાજ આવી શકે છે.


આ પછી સીધા ત્રણેના જીંદગીમાં બેબી આવી જાય છે. પણ શરૂઆતમાં ઝડપથી ચાલનારી ફિલ્મ વચ્ચે બોર કરે છે. ફિલ્મમાં કેટલાક દ્રશ્યો તો હસાવે તેવા છે પણ કેટલાક દ્રશ્યો માથું દુ:ખાવે છે.

ફિલ્મ ટુકડાંમાં સારી લાગે છે. ફરદીન ખાન દ્રારા 'પરિમલ' (ચુપકે ચુપકેનું પાત્ર) બનીને વિદ્યાને મનાવવાનું દ્રશ્ય સારુ છે. તો ત્યાં જ અક્ષય અને વિદ્યાના લગ્નમાં મળતાં દ્રશ્ય અને રિતેશનું હોટલમાં શેખ બનીને જવાનું દ્રશ્ય બોર કરે છે.

સાજિદ ખાનનું નિર્દેશન સારું છે અને ભવિષ્યમાં તેમના પાસે વધુ સારી ફિલ્મની આશા રાખી શકાય છે. તેમને બધા વર્ગના લોકોનું મનોરંજન થાય તેવી કોશિશ કરી છે. એક બાજુ તેમને આંસુ વહાવડાવ્યા છે તો બીજી બાજુ બેવકૂફી કરવી પણ બાકી નથી રાખી.

પરંતુ આ ફિલ્મ ન તો તેમને ખુશ કરે છે જે 'હે બેંબી' માં મસાલો જોવાની આશા મૂકીને જાય છે અને ન તો જેઓ પારિવારીક ફિલ્મ સમજીને જોવા જાય છે. હિંદી શબ્દોની બહુ જ મશ્કરી કરવામાં આવી છે.

હાસ્ય ભૂમિકા ભજવવાનો અક્ષયનો પોતાનો જ અંદાજ છે. તે પોતાના પૂરા શરીરનો ઉપયોગ કરે છે. અને અભિનય બિલકુલ મુક્ત રીતે કરે છે. રિતેશ દેશમુખની ટાઈમિંગ વિશે તો ફરી એકવાર માનવું પડશે. ફરદીન ખાનનો અભિનય કાચો છે અને તેઓ હિંદી અંગ્રેજી ટોનમાં બોલે છે. વિદ્યાએ ગ્લેમરસ બનવાની કોશિશ કરી છે અને તેમનો અભિનય પણ ઠીક-ઠીક છે. બોમન ઈરાની માટે તો જ્યાદ ચાંસ હતો જ નહિ. શાહરુખ ખાનનો સારી રીતે ઉપયોગ નથી કરવામાં આવ્યો.

નિર્માતા સાજિદ નડિયાદવાળા પૈસાના મામલે કોઈને નિરાશ નથી કરતા. એક જ ગીતમાં પંદર હીરોઈનોનો ઉપયોગ કરવાની રજા લઈને તેમને સાજિદ ખાન પર ભરોસો બતાવ્યો છે.

આખી ફિલ્મ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ઉતારવામાં આવી છે. ફિલ્મનું સંગીર સારુ છે. અને 'હે બેબી' સાથે બે-ત્રણ ગીત લોકપ્રિય થઈ ચૂક્યા છે. સંવાદો તો સપાટ છે.

બધુ મળીને 'હે બેબી' જોયા પછી એવું લાગે છે કે ફિલ્મ વધુ સારી બની શકતી હતી, ક્યાંક તો થોડી કમી

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

Show comments