Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઉસફુલ : ફિલ્મ સમીક્ષા

Webdunia
IFM
બેનર - નડિયાદવાલાના ગ્રેંડસન ઈંટરટેનમેંટ, ઈરોઝ એંટરટેનમેંટ
નિર્માતા - સાઝિદ નડિયાદવાલા
નિર્દેશક - સાજિદ ખાન
સંગીત : શંકર-અહેસાન-લોય.
કલાકાર - અક્ષય કુમાર, લારા દત્તા, દીપિકા પાદુકોણ, જિયા ખાન, રિતેશ દેશમુખ, અર્જુન રામપાલ, રણધીર કપૂર, ચંકી પાંડે, બોમન ઈરાની, મલાઈકા અરોરા, લિલેટ દુબે.

યૂ/એ સર્ટિફિકેટ * 2 કલાક 35 મિનિટ
રેટિંગ 2.5/5

સીત્તેર અને એશીના દસકમા બનનારી કોમર્શિયલ ફિલ્મોથી સાજિદ ખાન ખૂબ જ પ્રભાવિત છે અને તેથી 'હાઉસફુલ'ની શરૂઆત તેમણે એ સમયના દિગ્ગજ ડાયરેક્ટર્સ ઋષિકેશ મુખર્જી, મનમોહન દેસાઈ, પ્રકાશ મેહરા, ફિરોજ ખાન વગેરેને યાદ કર્યા છે. નિશ્ચિત રૂપે આ નિર્દેશક શ્રેષ્ઠ ફિલ્મો બનાવતા હતા, જે આજે પણ ખૂબ જ રસપૂર્વક જોવાય છે. મનોરંજન તેમની પ્રથમ પ્રાથમિકતા રહેતી હતી. સાજિદ ફિલ્મને ફક્ત એંટરટેનમેંટનુ માધ્યમ માને છે, પરંતુ મનોરંજનને માટે સારી સ્ટોરી, સારુ સ્ક્રીનપ્લે, મધુર સંગીત જરૂરી શરત છે. જેના પર શ્રેષ્ઠ ફિલ્મ આપનારા ડાયરેક્ટર્સ ધ્યાન આપે છે. 'હાઉસફુલ'માં સાજિદે આ વાતોને સહેલાઈથી લીધી છે, જેનાથી ફિલ્મ એટલી પ્રભાવશાળી ન બની શકી.

' હાઉસફુલ'ની વાર્તામાં નવુ કશુ જ નથી. મિસ્ટેકન, આઈડેંટિટિસ પર ઘણી ફિલ્મો આવી ચૂકી છે, ચાલો, એંટરટેનમેંટને માટે વાર્તાને ઈગ્નોર કરી દઈએ, પરંતુ ફિલ્મના સ્ક્રીનપ્લેમાં એ મજબૂતી નથી કે દર્શક બધુ ભૂલીને ફક્ત હસતા રહે.

કેટલાક દ્રશ્ય એવા છે જે હસાવે છે, પરંતુ એવા સીન પણ છે જેનાથી મુખ પર હાસ્ય પણ નથી આવતુ. કોમેડીના નામ પર સાજિદે તેમના ચિર-પરિચિત દ્રશ્યોને વારંવાર લીધા છે. જેને આપણે ઢગલો ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. જેવા કે હીરોઈનના રૂમમાં અચાનક તેના પિતાનુ આવી જવુ અને ગભરાઈને હીરોનુ પલંગ નીચે સંતાઈ જવુ, રજાઈ ઓઢી કોઈ બીજુ સૂઈ ગયુ છે અને તેને હીરોઈન સમજીને હીરો દ્વારા એકરાર કરવો, હોમોસેક્યુએલિટીને લઈને ચિર-પરિચિત દ્રશ્ય કે સંતા-બંતાના સાંભળેલા જોક્સ અત્યારે પણ હસુ આવે છે, પરંતુ જ્યારે આટલો મોટો સેટઅપ છે સાજિદના મોટા-મોટા દાવા છે તો વધુ આશા હોય તે દેખીતુ છે.

વાર્તા છે મકાઉમાં રહેનારા આરુષ (અક્ષય કુમાર)ની. જે પનોતી છે. કેસિનોમાં જો એ તમારી પાસે બેસી જાય તો તમે હારવા માંડો. કેસિનોવળો તેને એના જ પૈસા આપે છે, જેથી તેના કેસિનોને ફાયદો થાય. ખબર નહી તેને અપશુકનિયાળ કહેવો કે નહી, કારણ કે તેની પાસે નોકરી છે અને ગર્લફ્રેંડ પૂજા
( મલાઈકા અરોરા ખાન)પણ. પરંતુ પૂજા પણ તેને પનોતી માનીને છોડી દે છે અને તે નોકરીને લાત મારે છે.

મકાઉથી તે લંડનમાં રહેનાર પોતાના મિત્ર બૉબ (રિતેશ દેશમુખ)પાસે જાય છે, જે વેઈટર છે અને પોતાની પત્ની હેતલ (લારા દત્તા)ની સાથે રહે છે. હેતલના પિતા બટુક પટેલ (બોમન ઈરાની)પુત્રીથી ખુશ નથી, કારણ કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.

આરુષનુ માનવુ છે કે જે દિવસે તેને સાચો પ્રેમ મળશે તેનુ નસીબ ખુલી જશે. બોબનો બોસ કિશોર સમતાની (રણધીર કપૂર)પોતાની પુત્રી દેવકી(જીયા ખાન)નુ લગ્ન એક ભારતીય છોકરા સાથે કરવા માંગે છે અને આરુષમાં તેને બધી યોગ્યતાઓ જોવા મળે છે. આરુષ અને દેવકીના લગ્ન થઈ જાય છે, પરંતુ લગ્ન પછી ખબર પડે છે કે દેવકીનો એક બોયફ્રેંડ છે, અને લગ્ન માત્ર તેણે પોતાના પિતાની મિલકત મેળવવા માટે કર્યા છે. દેવકી આરુષ પાસે છુટાછેડા માંગે છે.

IFM
આરુષ આત્મહત્યા કરવા જાય છે, પરંતુ તેને સેંડી (દીપિકા પાદુકોણ)બચાવી લે છે અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. સેંડીનો ભાઈ(અર્જુન રામપાલ)કડક સ્વભાવનો એક પોલીસ છે. તે લગ્ન પહેલ આરુષની પરીક્ષા લેવા માંગે છે.

બીજી બાજુ હેતલ પોતાના પિતાને ખોટુ બોલે છે કે તેનો પતિ પૈસાવાળો છે અને તેનુ એક બાળક પણ છે. બાળકને જોવાની આશાથી તેના પિતાજી ગુજરાતથી લંડન આવે છે. આરુષ, સેંડી, હેતલ અને બૉબ મળીને વિશાળ મકાન ભાડેથી લે છે.

ખોટું બોલવને કારણે કેટલીક ગેરસમજ એવી ઉભી થાય છે કે હેતલના પિતા આરુષને જ તેનો પતિ સમજી લે છે. પરિસ્થિતિ ત્યારે બગડી જાય છે, જ્યારે સેંડીનો ભાઈ પણ આવી ટપકે છે. એક અસત્ય સંતાડવા માટે ઘણુ ખોટુ બોલવુ પડે છે, જેના કારણે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થાય છે.

ફિલ્મના શરૂઆતી દ્રશ્યો ખૂબ જ સામાન્ય છે. આરુષ કમનસીબ છે, પરંતુ ઘણા દ્રશ્ય તેને મૂર્ખ સાબિત કરે છે. એંટરટેનમેંટનો ગ્રાફ ઘણા સમય પછી ઉપર ત્યારે આવે છે જ્યારે બોમન અને અર્જુન રામપલની એંટ્રી થાય છે. ફિલ્મનો ક્લાયમેક્સ એવો છે કે પસંદ અને નાપસંદ કરનારાઓની સંખ્યા સમાન રહેશે.

સાજિદ ખાને એંટરટેનમેંટના નામે વધુ પડતી છૂટ લઈ લીધી છે. તેના કામમા કશુ જ નવુ નથી રિતેશ અને લારાના બાળકવાળી વાત તો પાછળથી તેઓ ભૂલી જ ગયા. અક્ષય કુમારના કેરેક્ટરને તેમણે થોડુ ડબ્બુ રજૂ કર્યુ છે જે તેમના ફેંસને કદાચ ન ગમે. ફિલ્મને તેમણે અશ્લીલતા અને ફૂહડાથી બચાવી રાખી, જે માટે તેમના વખાણ કરી શકાય છે.

ફિલ્મના ગીત ફક્ત જોતા સમય જ સારા લાગે છે. 'આઈ ડોંટ નો', 'પાપા જાગ જાયેગા' અને 'અપની તો જૈસે તૈસે'ની કોરિયોગ્રાફી શ્રેષ્ઠ છે.

IFM
અક્ષય કુમારે કેરેક્ટર મુજબ સીધા સાદા બનવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમનો પ્રયત્ન દેખાય છે. છતા પણ કેટલાક દ્રશ્યોમા તેણે પોતાના અભિનયના દમ પર હસાવ્યા છે.

રિતેશ દેશમુખ અને બોમન ઈરાનીનો પૂરો ઉપયોગ નથી થયો. અર્જુન રામપાલ હેંડસમ દેખાય છે. દીપિકા પાદુકોણ, લારા દત્તા અને જિયા ખાનને ગ્લેમરસ રૂપે રજૂ કરી છે. એક્ટિંગમાં દીપિકા ભારે પડી. રણધીર કપૂર એક લાંબા સમય પછી સ્ક્રીન પર જોવા મળ્યા.

ટૂંકમાં 'હાઉસફુલ'માં આશા મુજબની ધમાલ તો નથી, પરંતુ ટાઈમપાસ થઈ જાય તેટલો મસાલો તો છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments