નિર્દેશક ઈમ્તિયાઝ અલી લીંકથી અલગ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેઓ દરેક ફિલ્મમાં નવો પ્રયોગ કરે છે અને આ વાતની ચિંતા નથી કરતા કે ફિલ્મ ચાલશે કે નહી. સોચા ન થા, લવ આજ કલ, રોકસ્ટાર જેવી ફિલ્મો આ વાતનું ઉદાહરણ છે જેમા તેમણે દરેક ફિલ્મને કંઈક જુદી રીતે બનાવી પોતાના હિસાબે તેમા જીવ નાખ્યો.
હાઈવે.. હાઈવેની સ્ટોરી છે જ્યા રોમાંસ સાથે રૂબરૂ થવા દરમિયાન જીવનની ઘટનાઓનો સામનો થાય છે. હાઈવેના સફરમાં ક્યારેક ડ્રામા તો ક્યારેક ઈમોશન તો ક્યારેક સસપેંસ જોવા મળે છે. શહેરોના મોટા મોટા ઘરોની અંદર પણ કેટલી ગંદકી અને કેટલુ અધૂરુજીવન છે તે હાઈવે ફિલ્મમાં ઈમ્તિયાજે પોતાના પાત્ર વીરા દ્વારા બતાડવાનો પ્રયત્ન કર્યો છેૢ જેમા તેઓ મોટાભાગે સફળ થયા છે.
ફિલ્મમાં વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ) અને મહાબીર ભાટી (રણદીપ હુંડા)ના સફરની સ્ટોરી છે. વીરાના લગ્ન થવાના છે. તૈયારીઓ વચ્ચે વીરા પોતાના ફિયાંસ સાથે બહાર ફરવા નીકળે છે. તેઓ બંને હાઈવે પર ફરવા નીકળ્યા છે.
અહીથી જ સ્ટોરીમાં નવો વળાંક આવે છે અને વીરાનુ અપહરણ થઈ જાય છે. વીરાનુ અપહરણ ડાકુનો સરદાર મહાવીરે કર્યુ છે. પણ તેને ખબર નથી કે વીરા શ્રીમંત બાપની દીકરી છે. જ્યારે મહાબીરને આ વાતની જાણ થાય છે તો તેના ગેંગના સાથી તેને કહે છે કે તેઓ વીરાને છોડી દે. જ્યારે કે મહાબીર શ્રીમંતોને નફરત કરે છે. તે બદલો લેવાનો પ્લાન બનાવે છે. તે નિર્ણય કરે છે કે વીરાને વેચી દે. શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરનારી વીરાને હવે મહાવીર અને તેના સાથીઓ પ્રત્યે લાગણી થવા માંડે છે. હાઈવે પર યાત્રા આગળ વધે છે અને પછી...
આ સફર દરમિયાન બંને પાત્રો વચ્ચે એક વણકહ્યો સંબંધ બની જાય છે. ધીરે ધીરે પોતાનુ રૂપ બદલતા એ પ્રેમમાં બદલાય જાય છે. પણ હાઈવેની યાત્રા ખતમ થવાની સાથે જ આ સંબંધનો અંત થઈ જાય છે. કેવી રીતે શરૂ થયો આ સંબંધ અને કેવી રીતે તેનો અંત આવ્યો. હાઈવેનો એક એક સીન બોલે છે. એક એક દ્રશ્યમાં સ્ટોરી બતાવવામાં આવી છે.
અભિનયની વાત કરીએ તો આલિયાનો અભિનય દમદાર છે. અત્યાર સુધીનો તેનો આ શ્રેષ્ઠ અભિનય કહી શકાય. રણદીપ હુંડા પોતાના પાત્રમાં એકદમ ફિટ બેસ્યા છે. તેમણે પોતાની દરેક ફિલ્મ પછી ખુદને રોલ મુજબ અભિનય કરવાનુ શીખી લીધુ છે. આલિયા અને રણદીપની એક્ટિંગ દર્શકોને જરૂર ગમશે. આ ફિલ્મનુ ગીત અલી અલી દર્શકો વચ્ચે ખાસુ લોકપ્રિય થઈ ગયુ છે. રહેમાને ફિલ્મમાં સારી ધૂન બનાવી છે.