Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા : પાન સિંહ તોમર

Webdunia
P.R
ફિલ્મનું નામ: પાન સિંહ તોમર
સ્ટાર કાસ્ટ: ઈરફાન ખાન, માહી ગિલ
ડાયરેક્ટર: તિગમાંશુ ધૂલિયા
રેટિંગ: 3.5 સ્ટાર

આ ફિલ્મમાં સુબેદાર પાન સિંહ તોમરની રિઅલ લાઈફ સ્ટોરી છે. જે સાત વખત રાષ્ટ્રિય વિજેતા દોડવીર અને આર્મીનો જવાન છે અને એક ડાકૂ બની જાય છે.

ખેલાડી અને બહારવટિયા બન્ને અલગ દુનિયામાં જીવનારા માણસો હોય છે. એક સફળતા અને લોકપ્રિયતાની ઝળહળાટમાં જીવે છે જ્યારે અન્ય કુખ્યાત અને અસુરક્ષિત જીવન જીવે છે. અલબત્ત, તિગમાંશુ ધૂલિયાની ફિલ્મ 'પાન સિંહ તોમર'માં આ બન્ને વિશ્વ વચ્ચે ટક્કર થાય છે. અને પરિણામ સ્વરૂપે સામે આવે છે રમૂજ અને ટ્રેજેડીનો સૂક્ષ્મ ડ્રામા, જે બનાવે છે એક મનોરંજક ફિલ્મ.

1958 માં, તોમર સાત વાર સ્ટિપલચેસનો રાષ્ટ્રિય વિજેતા બની ચૂક્યો હતો. સ્ટિપલચેઝ એટલે એવી દોડ જેમાં દોડવીર 3000 મિટરના અંતર દરમિયાન 7 પાણીની અડચણો અને 28 અન્ય અડચણો પરથી કૂદીને રેસ પૂરી કરે છે. બહારવટિયાઓથી ઉપદ્રવ જિલ્લા મોરેનામાં જન્મેલો તોમર આર્મીનો જવાન પણ હતો. તે પોતાના શોખ માટે નહોતો દોડતો પણ માત્ર એક ખેલાડીને મળવા જોઈએ તે સારા ખોરાક માટે દોડતો હતો. એક સીધો સાદો આર્મી જવાન કેવી રીતે ડાકૂ બની જાય છે તેના પર આધારિત છે આ આખી ફિલ્મ.

IFM
' બેન્ડિત ક્વિન' સમયે શેખર કપૂર સાથે કામ કરનાર તિગમાંશુ તમને ચંબલની નદીની તરાડમાં લઈ જાય છે અને જણાવે છે કે કેવી રીતે ડાકૂઓ પેદા થાય છે. અલબત્ત, તે આની સાથે જવાનોની બિરાદારી અને તેમની વચ્ચે ચાલતી હળવી રમૂજને પણ સારી રીતે બહાર લાવ્યા છે. ફિલ્મની સુંદરતા એ છે કે તે અંગત રહસ્યોને મોટા સામાજિક સત્ય સાથે ભેળવે છે. તોમર ભલે ટોકિયોમાં રેસ જીતીને આવ્યો હોય પણ ઘરે પાછા ફર્યા પછી તેના પરિવારને પહેલાની જેમ જ દુ:ખ અને દરિદ્રતામાં પીડતો જુએ છે.

ફિલ્મમાં બતાવાયુ છે કે તોમરને પોતાના વતન અને પોતાના મૂળ માટે અલગ જ પ્રકારનું ગર્વ છે. તેને ગર્વ છે કે તેના સંબંધીઓ બહારવટિયા છે અને તે પોતાના કોચને પણ તેમના વિશે ખરાબ ન બોલવા માટે કહે છે. તેના માટે તો આ વાત અસ્વીકાર્ય છે. ફિલ્મ જમીન અને ડાકૂઓ વચ્ચેના જૂના સંબંધોને પડદાં પર ચીતરે છે- કેવી રીતે દરેક નાના વિવાદને યાદ રખાય છે અને કેવી રીતે દરેક ખૂનનો બદલો લેવા અન્ય ખૂન કરાય છે, જે એક ક્યારેય ન પૂરી થતી સાંકળ રચે છે.

ફિલ્મ જોવી ગમે છે કારણ કે ઈરફાન ખાન પાન સિંહ તોમરને એક દોડવીર તરીકે, એક પતિ તરીકે અને એક ડાકૂ તરીકે પડદાં પર જીવંત કરે છે. ઈરફાને ખાને ખામીરહિત પરફોર્મન્સ આપ્યું છે. તેની પત્નીના રોલમાં માહીએ પણ ભાગ્યે જ જોવા મળતો સંયમિત અભિનય કર્યો છે. તેમની વચ્ચે એક નાજુક પ્રેમકહાણીની સાથે રમૂજ પણ દેખાડવામાં આવી છે. તિગમાંશુ પોતાના કલાકારો પાસેથી તેમની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ કામ કઢાવવામાં સફળ રહ્યા છે. ચંબલ નદી અને તેની ખીણોમાં કરાયેલું કેમેરાવર્ક અદ્દભુત છે.

માથા પર ચડાવાયેલા ક્રિકેટરોના દેશમાં, પૂર્વ રાષ્ટ્રિય વિજેતા દોડવીરના જીવન પરની ફિલ્મ બનાવવી એ જ મોટી વાત છે. અલબત્ત, તિગમાંશુની ફિલ્મ તેનાથી કંઈક વધારે છે. તે માત્ર તોમરના જીવન કરતા ખેલ અને સમાજ સાથે સંકળાયેલા જીવન વચ્ચેની કડીને બતાડે છે.

આ ફિલ્મ જોયા પછી લાગે છે બોલિવૂડ હવે પરિપક્વ થઈ રહ્યુ છે. 'પાન સિંહ તોમર' ચોક્કસ જોવા જજો.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments