Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા : જોકર

Webdunia
P.R
ફિલ્મનું નામ: જોકર
સ્ટાર : અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા, શ્રેયસ તલપદે, મિનીષા લાંબા, એલેક્સ ઓ'નેલ
ડાયરેક્શન: શિરીષ કુંદર

રેટિંગ: 1.5 સ્ટાર્સ

પોતાના ભૂલાઈ ગયેલા ગામને ફરીથી લોકોના ધ્યાનમાં લાવવા માટે અગસ્તસ્યા એલિયન્સની વાર્તા ઉપજાવી કાઢે છે.

ચોખ્ખી વાત કરીએ તો 'જોકર' તમને કાં તો બહુ જ ગમશે અથવા તો જરા પણ નહીં ગમે. તે સામાન્ય મનોરંજક ફિલ્મ છે જેમાં બહુ ખસાઈ ગયેલા જોક્સ, અતિશયોક્તિવાળા ફિલ્મી પાત્રો છે. જો તમને આ બધુ ગમતું હોય તો તમે પેટ પકડીને હસશો અને નહીં ગમતું હોય તો કંટાળી જશો.

' જોકર'ની શરૂઆત વૈજ્ઞાનિક અગસ્તસ્યા (અક્ષય) સાથે થાય છે જે વિશ્વનો સૌથી આધુનિક રેડિયો બનાવી રહ્યો છે જે પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ સાથે વાત કરી શકે છે. તેને અચાનક ભારતમાં આવેલા તેના વતનના ગામથી તુંરત પહોંચવાનો સંદેશ મળે છે. પોતાની ગર્લફ્રેન્ડ દિવા (સોનાક્ષી) સાથે અગસ્તસ્યા પોતાના વતન-પગલાપુર પહોંચે છે. પગલાપુર ભારતના કોઈ પણ રાજ્યમાં સામેલ નથી. ત્યાના એક મોટા પાગાલખાનાને પગલે અંગ્રેજોના સમયથી જ આ ગામ દેશના નકશા પર જોવા નથી મળતું. આ કારણે ગામમાં વીજળી કે પાણીની કોઈ સગવડ નથી અને ગામના લોકો ત્રસ્ત છે. આખરે અગસ્તસ્યાને બોલાવીને આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવાનો નિર્ણય કરાય છે. બબ્બન (શ્રેયસ) પોતાના ભાઈ અગસ્તસ્યાને બોલાવે છે. બબ્બન માત્ર ગોબ્લેડીગુક જ બોલે છે.

અગસ્તસ્યા અમુક મંત્રીઓને મળે છે અને પોતાના ગામની સમસ્યા વિશે વાત કરે છે પણ કોઈ તેની વાતને કાને નથી ધરતાં. તેઓ મજાક કરે છે કે પગલાપુરમાં હવે માત્ર પરગ્રહવાસીઓ જ આવીને રહી શકે છે. જ્યારે યુએફઓ પગલાપુરમાં લેન્ડ કરે છે ત્યારે રાતોરાત પગલાપુર દુનિયાની નજરમાં આવી ચઢે છે. દુનિયાભરમાંથી પત્રકારો, મીડિયાનો કાફલો, પોલિટિશિયન્સ, નેતાઓ, વિજળીથી લઈને મોબાઈલ ફોન્સ બધી જ સગવડો ત્યા આવી પહોંચે છે. સાથે સાથે અમેરિકા સ્થિત અગસ્તસ્યાનો સ્પર્ધક વૈજ્ઞાનિક- સાયમન ગોબેક (ઓ'નેલ) પણ એલિયન્સની આ આખી વાર્તાનો ખલનાયક બનીને આવી ચઢે છે.

' જોકર' ખરેખર પાગલ કરી નાંખે તેવી કોમેડી ફિલ્મ છે. તેના કલાકારો, તેના જોક્સ બધુ જ વિચિત્ર છે. અમુક પરફોર્મન્સ જેમ કે શ્રેયસ તલપદે અને ઓ'નેલ પણ સારા છે. અક્ષય કુમારનો અભિનય જરૂર પ્રમાણે માપસર હતો. સોનાક્ષીનો રોલ થોડો મરી મસાલો ભભરાવેલો હતો, કદાચ ગામમાં તે એકમાત્ર યુવતી હતી એટલે. જોકરનો પ્લોટ નવો હતો પણ તેમ છતાં ઘણી જૂની બોલિવૂડ ફિલ્મો અને હોલિવૂડ ફિલ્મોની વાર્તાના અમુક અંશોનો આભાસ થઈ આવતો હતો. પગલાપુરનું પાગલખાનું 'પગલાપુર લોજ' બની જાય છે, તેનું ઈલેક્ટ્રિક શોક આપવાનો રૂમ 'પ્રેસિડેન્શિયલ સ્વિટ' બની જાય છે. ગામના લોકો ધોતી સાથે ટ્રિલ્બિ હેટ પહેરતા થઈ જાય છે.

પણ આ બધી વાતોને બાજુ પર રાખીએ તો પણ 'જોકર'માં ઘણી ખામીઓ છે. 'કાફીરાના' અને 'સિંગ રાજા' સિવાય ફિલ્મમાં ઘણા યાદ ન રહે તેવા ગીતો છે. ગીતોનું ડિમ લાઈટિંગ તમને એક્વેરિયમ જોતા હોય તેવો અનુભવ કરાવે છે. 3ડી જેવી ઈમેજ ધરાવતો અગસ્તસ્યાનો રહસ્યમય બોસ ગમે ત્યારે પ્રગટ થાય છે અને ગમે ત્યારે જતો રહે છે, દિવાની સ્કારલેટ નેઈલપેન્ટ ગામની વીજળીની જેમ ગામની વીજળીની ઝડપે આવતી-જતી રહે છે. ફિલ્મના સ્પેશિયલ ઈફેક્ટ્સ ટેકી ( techie) કરતા વધુ tacky ( અપૂરતા-અણઘડ) લાગે છે. ટૂંકમાં ફિલ્મના એલિયન્સ જોતા તમને વિશ્વાસ નહીં થાય કે આ ખરેખર એલિયન્સ છે પણ હા, મેડ ઈન ઈન્ડિયા એલિયન્સ જોવા હોય તો ફિલ્મ જોવા જઈ શકો છો.

' જોકર' એક પારિવારિક વેજ ફેમિલી ડિશ છે, જેમાં ઘણીબધી માત્રામાં ચીઝી જોક્સ ઉમેરવામાં આવ્યા છે પણ કોમન સેન્સ નાખવાનું ભૂલાઈ ગયું છે. જો તમે પચાવી શકો તો જોવા જઈ શકો છો.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments