Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ સમીક્ષા : જન્નત 2

Webdunia
P.R
સ્ટાર કાસ્ટ: ઈમરાન હાશ્મી, રણદિપ હૂડા, એશા ગુપ્તા, મનિષ ચૌધરી
ડાયરેક્શન: કુણાલ દેશમુ ખ

રેટિંગ: 2.5 સ્ટાર્ સ

ગેરકાનૂની હથિયારોની વેપારીઓનું રેકેટ પકડવા માટે એક નવા સવા બંદૂકના વેપારીને અન્ડરકવર મોકલવામાં આવે છે. જો કે જૂઠ્ઠાણા અને ખોટી ગણતરીભર્યા પગલાની જાળમાં ફસાઈ જાય છે અને અંતે શક અને ગન-વોરનો ટાર્ગેટ બની જાય છે.

બંદૂક ડિલર સોનુ દિલ્લી (ઈમરાન હાશ્મી)ને બંદૂકનો વેપાર કરવામાં કંઈ ગેરકાનૂની નથી લાગતું. તેને લાગે છે કે જો દુનિયામાં દરેક વ્યક્તિ પાસે બંદૂક હશે તો વિશ્વમાં યુદ્ધ જ નહીં થાય, માત્ર શાંતી જ રહેશે. તે જેટલી સરળતાથી બંદૂકની ડિલ કરે છે તેટલી જ સરળતાથી અભદ્ર ગાળો બોલે છે. પોતાને 'કેકેસી (કુત્તી કમિની ચીઝ)' ગણાવતો સોનુ સ્ત્રીઓને હેરાન કરે છે. સતત દારૂના નશામાં ધૂત એસીપી પ્રતાપ (રણદિપ હૂડા)ની આંખો હંમેશા રાતીચોળ હોય છે...દેવદાસની જેમ. આની પાછળ એક શૂટઆઉટમાં મારી ગયેલી તેની પત્નીના જવાનું ગમ જવાબદાર હોય છે. એસીપી પ્રતાપ પોતાનો અંગત એજન્ડા પાર પાડવા માટે સોનુ દિલ્લીને પોતાનો ઈન્ફોર્મર બનાવે છે જેથી તે બધા જ ગેરકાનૂની ગન રેકેટને ખુલ્લા પાડી શકે. આ ગન રેકેટ ખતરનાક મંગલસિંહ તોમર (મનિષ ચૌધરી) ચલાવતો હોય છે. આ દરમિયાન સોનુ ડોક્ટર જાનવી (એશા ગુપ્તા)ને પોતાનું દિલ દઈ બેસે છે. એશાને લાગે છે કે સોનું 'કરિના કટ પીસ' નામની દુકાન ચલાવે છે. જો કે, એસીપી પ્રતાપ અને સોનુનો 'બુલેટ પ્રૂફ' પ્લાન નિષ્ફળ જાય છે અને બધા જ લોકો જ્યારે કોઈને કોઈ વસ્તુ માટે ગન તાકવા તૈયાર હોય ત્યારે 'જન્નત' બહુ દૂર લાગે છે.

P.R
હરયાણવી લઢણ સાથે ઈમરાને સોનુ દિલ્લી અડધી ફિલ્મ પૂરી થતા સુધીમાં પોતાની હરયાણવી બોલી ભૂલી જાય છે. અમુક ઉગ્ર અને ગભરાટના દ્રશ્યોમાં તે ખરેખર પ્રભાવશાળી લાગે છે. જટિલ હાવભાવને આત્મવિશ્વાસ સાથે પડદાં પર દેખાડ્યા છે. તે એક જ સમયે જડ પણ લાગે છે અને કૂલ પણ લાગે છે...પોતાની સિરીયલ કિસરની ખાસ સ્ટાઈલમાં સ્ત્રીઓને આંજે છે..કિસ કરે છે અને પ્રેમ કરે છે.

' જન્નત 2'માં કોઈ જોવા જેવો હોય તો તે છે હોટ-ગન રણદિપ હૂડા. એસીપી પ્રતાપના પાત્રમાં તેણે જોરદાર અભિનય આપ્યો છે. ઉદાસ પણ નીડર, નશામાં ધૂત છતાં સાવધાન. એક એન્ગ્રી યંગ પોલિસમેનના પાત્રમાં તે પોતાના ઊંડા દર્દ અને હિંસક આવેશથી તમને ચોંકાવી દે છે. ફિલ્મ લગભગ તેના ખભા પર જ ચાલે છે. આ કદાચ રણદિપની કારકીર્દિનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સ છે.

નવોદિત અભિનેત્રી એશા ગુપ્તા અમુક સમયે છાતી આગળ કાઢીને ચાલવાની સ્ટાઈલથી મુગ્ધ કરે છે...અલબત્ત, ચહેરા પર કોઈ હાવભાવની અપેક્ષા ન રાખતા. અમુક સંવાદો બોલવા, ઈમરાન હાશ્મી સાથે સુફી ગીતોમાં રોમાન્સ કરવા અને ઈમરાનને પેશનેટલી કિસ કરવા સિવાય ખાસ કામ નથી કર્યું. આખા પ્લોટમાં તેનું પાત્ર મહત્વનું છે પણ નિષ્ફળ રીતે લખાયેલું છે.

મનિષ ચૌધરી શેતાન છે. ગનપાવર કરતા પણ વધારે તીવ્ર, તેના હથિયારો કરતા પણ વધારે ખતરનાક. તે એવો ખલનાયક છે જેનાથી ડરવું દર્શકોને ગમશે.

P.R
ડાયરેક્ટર કુણાલ દેશમુખ ખતરનાક એક્શન દ્રશ્યો અને ઉત્કટ રોમેન્ટિક દ્રશ્યો શૂટ કર્યા છે અને તેને અસમાન હિસ્સામાં ભેળવી દીધા છે. ચેઝ સિકવન્સ તમને ઉત્સુકતા અને રોમાંચનો અહેસાસ કરાવશે. જો કે, અચાનક જ સ્ક્રિન પર દેખાવા લાગતા રોમાન્ટિક દ્રશ્યો અને વધારે પડતા ગીતો ફિલ્મની ગતિમાં અવરોધ પેદા કરે છે. ફિલ્મનો અંત હૃદયસ્પર્શી છે પણ એક થ્રિલર ફિલ્મ જોઈએ તો આ ફિલ્મમાં ઘણા અનુમાનિત વળાંકો જોવા મળે છે...ટ્વિસ્ટ તો ભૂલી જ જાઓ. સંવાદો અસભ્ય છે પણ ફિલ્મની અણઘડતા સાથે મેળ ખાય છે. કલાકારોએ અભદ્ર શબ્દોનો ઉપયોગ ઉદારતાપૂર્વક કર્યો છે. પ્રિતમે આપેલું ફિલ્મનું સંગીત યાદગાર છે પણ ભટ્ટ કેમ્પની અન્ય કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યા સુધી જ.

' જન્નત 2' એક ક્રાઈમ પ્રવૃતિ પર આધારિત થ્રિલર ફિલ્મ છે પણ એક પણ વાર તમને ડરના માર્યા આંખો બંધ કરવા મજબૂર નથી કરી શકતી.

ખાસ ટીપ: જો તમે દેશી ગાળો સાંભળવાના શોખીન ન હોવ તો આ લેખને ચેતવણી ગણીને ફિલ્મ જોવા જજો.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments