Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવ ડી : દેવદાસનુ આધુનિક સંસ્કરણ

Webdunia
IFM
નિર્માતા : રોની સ્ક્રૂવાલ ા
નિર્દેશક : અનુરાગ કશ્યપ
સંગીત : અમિત ત્રિવેદી
કલાકાર : અભય દેઓલ, કલ્કિ કોએચ્લિન, માહી ગિલ, પરબ મદાન .

ફક્ત પુખ્તવયના માટે

જૂની વાર્તા કે ફિલ્મોને પોતાના અંદાજમાં રજૂ કરવી એ આજકાલની ફેશન છે. 'ટશન', 'રામગોપાલ વર્મા કી આગ', 'ચાંદની ચોક ટૂ ચાઈના' પછી હવે 'દેવ ડી'. 'શોલે'ને રામૂએ પોતાના રીતે રજૂ કરી તો બીજી બાજુ શરતચન્દ્રના ઉપન્યાસ 'દેવદાસ'ને અનુરાગ કશ્યપે પોતાના દ્રષ્ટિકોણથી રજૂ કરી છે. સમય અને ચરિત્રોના વિચારમાં તેમણે ફેરફાર કર્યો છે.

' દેવદાસ' 'દેવ ડી' થઈ ગયો છે. આજની પેઢી સેક્સના વિશે ખુલ્લેઆમ વાતો કરે છે. દેવ ડી લંડનથી પારોને ફોન પર તેના નગ્ન ફોટો મોકલવાનુ કહે છે અને પારો તેની આ ઈચ્છા પૂરી કરે છે. એક તરફ જ્યા દેવ આટલો મોર્ડન બતાવ્યો છે ત્યાં બીજી બાજુ જ્યારે એ ગામવાળાઓના મોઢે પારો વિશે ખોટી વાતો સાંભળે છે તો તેના વિચારો જૂનવાણી થઈ જાય છે. વર્તમાન પેઢી જૂની અને નવી વિચારધારા વચ્ચે ફંસાઈ ગઈ છે તેનુ ચિત્રણ તેમણે દેવ ડીના પાત્ર દ્વારા કર્યુ છે.

IFM
દેવ જ્યાએ પોતાની ઘરે પાછો ફરે છે તો પારો તેને સેક્સ કરવા માટે ઘરેથી ગાદી લઈને ખેતરમાં જાય છે. ભારતીય સિનેમામાં સ્ત્રી સેક્સની પહેલ કરે, એવા દ્રશ્યો ખૂબ જ ઓછા સ્ક્રીન પર બતાવવામાં આવ્યા છે અને આ દ્રષ્ટિએ અનુરાગની ફિલ્મ ઘણી પરંપરાઓને તોડતી જોવા મળે છે.

લેનીનુ પાત્ર ચંદ્રમુખીથી પ્રેરિત છે. સત્તર વર્ષની લેની ઉમંરના એ પડાવ પર છે જ્યારે શારીરિક ફેરફાર તેને છોકરાઓ તરફ આકર્ષે છે અને એ એક એમએસએસ સ્કેંડલમાં ફસાય જાય છે. જ્યારે ઘરના લોકોનો સાથ નથી મળતો તો તેને ચુન્ની આશરો આપે છે. તે તેને ભણાવે ગણાવે છે અને ચંદ્રાનુ નામ આપે છે. ચંદા પોતાની જાતને વેશ્યા નહી પરંતુ કોમર્શિયલ સેક્સ વર્કર માને છે.

દેવ અને પારોની લવ સ્ટોરીમાં ઈગો આડે આવે છે અને પારો ક્યાક બીજે લગ્ન કરી લે છે. પારોને ભુલવા માટે તે દિવસ રાત દારૂ પીએ છે અને બરબાદીના રસ્તે ચાલી પડે છે.

IFM
શરતચન્દ્રના ઉપન્યાસ પર બનેલી પાછલી બધી ફિલ્મો નિર્દેશકોના પ્રયત્નો રહ્યા કે તેઓ ઉપન્યાસને જેવુ છે તેવુ જ રજૂ કરે, પરંતુ અનુરાગ કશ્યપે ચરિત્ર અને તેની ભાવનાઓને બદલી નાખી છે. તેમણે સામાન્ય માણસો બનાવી દીધા છે. અનુરાગે કેટૅલાક દ્રશ્યો સારા રાખ્યા છે પરંતુ આખી ફિલ્મનો ગ્રાફ ઉપર નીચે થતો રહે છે. પારો અને દેવની જ્યા સુધી લવ સ્ટોરી ચાલે છે ત્યાં સુધી ફિલ્મ આગળ સારી હશે એવી આશા બંધાય છે પરંતુ ફિલ્મ તેની કસોટી પર ખરી નથી ઉતરતી. ખાસ કરીને ચંદા અને દેવના દ્રશ્યોમાં ઘણા દ્દ્રશ્યો વારંવાર આવે છે.

અભયનો અભિનય શ્રેષ્ઠ છે. એ આખી ફિલ્મમાં દારૂ અને સિગારેટ પીતા રહે છે, પરંતુ દર્શકો તેની દુર્ગધ અનુભવે છે. પારોના રૂપમાં માહી ગિલ બધા પર ભારે પડી છે. બોલ્ડ પાત્રને તેમણે એકદમ આત્મવિશ્વાસ સાથે ભજવ્યુ છે. કલ્કિ કોએચ્લિન ફિલ્મનુ નબળુ પાત્ર સાબિત થઈ છે.

એક ડઝન ઉપરાંત ગીતોથી વાર્તા આગળ વધારી છે અને સંગીતકાર અમિત ત્રિવેદીએ શ્રેષ્ઠ કામ કર્યુ છે. 'ઈમોશનલ અત્યાચાર', 'સાલી ખુશી' અને 'નયન તરસે' જેવા ઘણા ગીતો સારા લાગે છે. પંજાબના અંદરના વિસ્તાર અને દિલ્લીનો પહાડગંજ ફિલ્મમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે.

બધુ મળીને દેવના પ્રસ્તુતુકરણમાં નવીની કરણ છે, પરંતુ બોર દ્રશ્યો પણ છે. ફિલ્મનો મિજાજ બોલ્ડ મૂકવામાં આવ્યો છે તેથી પરંપરાગત ફિલ્મો પસંદ કરનારાઓને કદાચ જ આ ફિલ્મ ગમે. જે કશુંક નવુ જોવા માંગે છે તે આ ફિલ્મ જોવી પસંદ કરશે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ