Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ કબડ્ડી: : એડલ્ટ કોમેડી

Webdunia
IFM
નિર્માતા : શૈલેન્દ્ર આર સિંહ
નિર્દેશક : અનિલ સીનિયર
કલાકાર : રાહુલ બોસ, કોંકણા સેન શર્મા, ઈરફાન ખાન
રાહુલ ખન્ના, સોહા અલી ખાન. પાયલ રોહતગી

વૂડી એલનની ફિલ્મ 'હસબેંડસ એંડ વાઈવ્સ'થી પ્રેરિત થઈને નિર્દેશક અનિલ સીનિયરે 'દિલ કબડ્ડી' નામની ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં પતિ પત્નીની બે જોડિયો ઋષિ-સિમી(રાહુલ બોસ-કોંકણા સેન શર્મા) અને સમિત-મીત(ઈરફાન ખાન-સોહા અલી ખાન)ના બનતા બગડતા રસ્તાઓને બતાવવામાં આવ્યું છે.

વાત ગંભીરતાથી નહી પરંતુ હાસ્યથી ભરેલ અંદાજથી બતાવવામાં આવી છે. આને 'એડલ્ટ કોમેડી' કહી શકાય છે. એવુ લાગે છે કે જાણે કેમેરા આ જોડિયોના બેડરૂમમાં લાગેલો છે. જેમાં તેઓ સેક્સને લઈને એ બધી જ વાતો કરે છે જે સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે થાય છે.

ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યુ છે કે સમિત અને મીતના લગ્નને થોડાક વર્ષો વીતી ગયા છે અને બંને પરસ્પર ખુશ નથી. પત્નીને કલા ફિલ્મ જોવાનો શોખ છે તો પતિને મસાલા ફિલ્મ. નાની-નાની વાતો પર બંને લડતા રહે છે. બંને વચ્ચે સેક્સ થયે પણ ઘણા મહિનાઓ વીતી ગયા છે અને જેને કારણે પતિ પોતાની પત્નીથી નારાજ છે. તેનું કહેવુ છે કે આને કારણે મગજ અને શરીરનુ સમતુલન બગડી જાય છે. બંને જુદા થવાનો નિર્ણય લે છે.

ઋષિ અને સીમી તેમના સારા મિત્રો છે. બંનેના પરસ્પર સંબંધો ઠીક છે. ઋષિની ઈચ્છા કાંઈક બીજી જ હતી, જેને કારણે પત્નીમાં તેને ઉણપો દેખાય છે. એને પોતાની ગર્લફ્રેંડની યાદ આવે છે. જે ખૂબ જ સેક્સી હતી. સીમિત અને મીતના જુદા થવાની અસર તેમના સંબંધો પર પણ પડે છે. ઘટનાક્રમ કાંઈક એવો થાય છે કે ફિલ્મના અંતમા સમિત અને મીત એક થઈ જાય છે અને ઋષિ-સિમી અલગ થઈ જાય છે.

આ ફિલ્મમાં એક બાજુ પુરૂષને લંપટ બતાવવામાં આવ્યો છે, જેને પોતાની પત્નીને બદલે બીજાની સ્ત્રીઓ વધુ આકર્ષક અને હોટ લાગે છે, કારણ કે સેક્સને લઈને બધાની જુદી-જુદી કલ્પનાઓ છે. તો બીજી બાજુ પત્નીઓ પોતાના પતિ પર વધુ પડતી રોક-ટોક લગાવે છે અને હક બતાવે છે. પતિ-પત્નીના સંબંધોમાં થોડા સમય પછી એક પડાવ આવી જાય છે. રોમાંસ ગાયબ થઈ જાય છે. તેઓ એક-બીજાથી બોર થઈ જાય છે, અને વૈવાહિક જીંદગીની સીમાઓ લાંધે છે. આ બધી વાતોને કોમેડી રીતે બતાવાઈ છે.

IFM
આખી ફિલ્મમાં આ બંને જોડીઓના જીવનના કેટલાક પ્રસંગોને લીધા છે, જેણે નિર્દેશકે એક નવા અંદાજમાં રજૂ કર્યા છે. બધા પાત્રો ઘણીવાર કેમેરાની તરફ મોઢુ રાખીને સવાલોના જવાબ એ જ રીતે આપે છે જે રીતે ઈંટરવ્યુ દરમિયાન આપવામાં આવે છે.

ઘટનાઓનો ક્રમ નિર્ધારિત નથી, કયો પણ પ્રસંગ ક્યારેય આવી જાય છે. છતાં ફિલ્મ રોચક લાગે છે. ઘણા દ્રશ્યો હસાવે છે. મધ્યાંતર સુધી ફિલ્મમાં પકડ છે, પરંતુ પછી ફિલ્મ થોડી લાંબી ખેંચાય જાય છે.

ફિલ્મના કલાકાર આનો સૌથી મજબૂત પહેલુ છે. ઈરફાન ખાનનુ પાત્ર 'મેટ્રો' ફિલ્મમાં તેમના દ્વારા નિભાવેલ પાત્રનો વિસ્તાર લાગે છે. તેમણે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. સોહા અલી ખાનના ચરિત્રમાં ઘણા શેડ્સ છે અને તેમને દરેક રંગને ઉત્તમ રીતે પડદાં પર રજૂ કર્યુ છે. રાહુલ બોસ અને કોંકણા સેન હંમેશાની જેમ શાનદાર છે. પાયલ રોહતગીએ ઓવર એક્ટિંગ કરી છે.

એડલ્ટ કોમેડી અને સેક્સને લઈને હિંદી ફિલ્મકર પરહેજ કરતા રહ્યા છે, પરંતુ વગર ફૂહડ અને અશ્લીલ હોવા છતા એડલ્ટ કોમેડી પર ફિલ્મ બનાવી શકાય છે. બધુ મળીને દિલ કબડ્ડી હસાવે છે વધુ, બોર ઓછી કરે છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ