Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુમ મિલો તો સહી : ફિલ્મ સમીક્ષા

Webdunia
IFM
નિર્માત ા : નિખિલ પંચામિયા
નિર્દેશક : કબીર સદાનંદ
સંગીત : સંદેશ શાંડિલ્ય
કલાકાર : ડિમ્પલ કાપડિયા, નાના પાટેકર, સુનિલ શેટ્ટી, વિદ્યા માલવદે, અંજના સુખાની, રેહાન ખાન, મોહનીશ બહલ

યૂ સર્ટિફિકેટ *2 કલાક 14 મિનિ ટ
રેટિંગ : 2/5

' તુમ મિલો તો સહી' ત્રણ કપલ્સની વાર્તા છે, જે વયના જુદા-જુદા મોડ પર છે અને જેને માટે પ્રેમનો મતલબ જુદો જુદો છે. આ ત્રણેની જુદી-જુદી સ્ટોરી છે, જેને પરસ્પર એકબીજા સાથે જોડવામાં આવી છે.

ફિફ્ટી પ્લસ નાના પાટેકર અને ડિમ્પલ પોતાની જીંદગી જીવી રહ્યા છે. નાનાને ઓફિસમાંથી એ માટે કાઢી મૂકવામાં આવે છે કે કમ્પ્યુટરના યુગમાં ટાઈપરાઈટરનુ શુ કામ . તેની યુવાનો વિરુધ્ધ ફરિયાદ છે કે તેઓ વૃધ્ધોની તુલનામાં પોતાની જાતને હોશિયાર કેમ માને છે. શુ વૃધ્ધ થતા જ માણસ બેકાર થઈ જાય છે. તેની અંદર ગુસ્સો ભરાયેલો છે.

બીજી બાજુ ડિમ્પલ એક કેફે ચલાવે છે અને જીંદગીની પૂરી મજા લે છે. આ બંનેની વાર્તાને નિર્દેશકે શ્રેષ્ઠ રીતે રજૂ કરી છે અને આ સ્ટોરીને ખાસ બનાવવા પાછળ નાના પાટેકર અને ડિમ્પલની એક્ટિંગની પણ કમાલ છે. પારસી દિલશાદ અને તમિલ સુબ્રમણ્યમના કેરેક્ટરને બંનેયે જીવંત બનાવી દીધુ છે.

IFM
બીજી વાર્તા છે સુનીલ શેટ્ટી અને વિદ્ય માલવદેની. થર્ટી પ્લસના આ પતિ-પત્ની લાઈફના પ્રેશરને સારી રીતે સાચવી નથી શકતા. પત્નીની ફરિયાદ છે કે પતિ તેને અને તેના બાળકોને સમય નથી આપી રહ્યો. બીજી બાજુ પતિનુ કહેવુ છે કે તે મહેનત તો પોતાના પરિવાર માટે જ કરી રહ્યો છે.

ઉંચી લાઈફસ્ટાઈલ માટે તેણે લોન લઈ મુકી છે જેથી કામ કરવુ તેની મજબૂરી છે. તેને માટે તે સાચા અને ખોટા વચ્ચે ફરક નથી કરી શકતો. આ વાર્તામાં કમી એ છે કે બંને કલાકાર કંઈક વધુ જ ઓવર રિએક્ટ કરે છે. મતલબ વગર લડતા રહે છે. કેટલાક બોરિંગ સીન પણ આ વાર્તામાં છે.

IFM
ત્રીજી અને સૌથી બોરિંગ વાર્તા છે રેહાન અને અંજનાની. અંજનાને રેહાન પ્રેમ કરે છે. પરંતુ અંજના કોઈ બીજાને ચાહે છે. અંજનાને રેહાનના પ્રેમનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે એ જેને ચાહે છે એ માણસ તેની સાથે દગો કરે છે. આ લવ સ્ટોરી એકદમ બોરિંગ છે.

આ બધી વાર્તા ડિમ્પલના કેફે સાથે જોડાયેલી છે, જે મુંબઈમાં પ્રાઈમ લોકેશન પર છે. એક મલ્ટીનેશનલ કંપનીની તેના પર નજર છે. આ કેફેને બચાવવામાં નાના મદદ કરે છે કારણ કે તે એક વકીલ છે.

રેહાન અને અંજના રોજ અહીં આવે છે અને તેઓ અન્ય સ્ટુડેંટ્સની મદદથી ડિમ્પલ તરફથી લડે છે. સુનીલ એ મલ્ટીનેશનલ કંપનીનો સીઈઓ છે પરંતુ સુનિલની પત્ની ડિમ્પલનો સાથ આપે છે. લડાઈ કોર્ટ સુધી પહોંચી જાય છે અને એટલી ઉતાવળમાં આને પતાવી છે કે છેવટે ડિમ્પલના હકમાં નિર્ણય કેવી રીતે જાય છે એ સમજવુ મુશ્કેલ થઈ જાય છે.

એક લેખકને બદલે ડાયરેક્ટરના રૂપમાં કબીર સદાનંદ વધુ પ્રભાવિત કરે છે. તેમણે એક્ટર્સ પાસેથી કામ સારુ લીધુ છે અને કેટલાક શોટ્સ સારા ફિલ્માવ્યા છે.

ફિલ્મની એડિટિંગ સારી રીતે નથી કરવામાં આવી,ખાસ કરીને ફિલ્મની શરૂઆતમાં. ટાઈટલ સોંગને છોડી અન્ય ગીતોમાં દમ નથી અને તેમને ફિલ્મમાં ઠૂસ્યા છે. એક્ટિંગને છોડીને ફિલ્મ સરેરાશ છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments