Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાને તૂ... યા જાને ના

Webdunia
IFM
નિર્માતા : મંસૂર ખાન, આમિર ખાન
નિર્દેશક : અબ્બાસ ટાયરવાલા
સંગીત : એ.આર રહેમાન.
કલાકાર : ઈમરાન ખાન, જેનેલિયા, મંજરી, અયાજ્ર ખાન, કરણ માખીજા, સુગંધા ગર્ગ, નિરાવ મહેતા, અનુરાધા પટેલ, રત્ના પાઠક શાહ.

છોકરા-છોકરીની મિત્રતા ખૂબ જ નાજુક હોય છે. ક્યારે દોસ્તી પ્રેમમાં બદલાઈ જાય છે ખબર નથી પડતી. છેવટે કેમ અને કેવી રીતે અનુભવ થાય કે પ્રેમ થઈ ગયો છે. આ દોરાથી પણ નાજુક વાર્તાને આધાર બનાવીને નિર્દેશક અને લેખક અબ્બાસ ટાયરવાલાએ બે કલાક પાત્રીસ મિનિટની ફિલ્મ 'જાને તૂ...યા જાને ના' બનાવી છે.

વાર્તા જ્યારે ઘણી નાની હોય તો સ્ક્રીન પ્લેનુ મજબૂત હોવું ઘણુ જરૂરી છે. દ્રશ્યોમાં આટલુ આકર્ષણ હોવુ જોઈએ કે વાર્તા ભલે ધસડાતી આગળ વધે, પરંતુ દર્શકો બોર ન થાય. કહેવાય છે કે અબ્બાસ ટાયરવાલા આમા થોડાક હદ સુધી સફળ રહ્યા છે. વાર્તામાં નવુ ન હોવા છતાં ફિલ્મના પ્રસ્તુતિકરણમાં તાજગી અને નવીનતા છે.
IFM

જય સિંહ રાઠોર (ઈમરાન ખાન) ફક્ત નામના જ રાજપૂત છે. તેમની મિત્ર અદિતિ મહંત(જેનેલિયા) તેને ફટ્ટૂ કહીને બોલાવે છે. જયને છોડીને અદિતિ દરેક સાથે ઝગડો કરે છે.

જય, અદિતિના ગ્રુપમાં જિગ્ગી, શાલીન, રોતલૂ અને બોમ્બસ છે. રોતલૂ મનને મનમાં અદિતિને પ્રેમ કરે છે અને બોમ્બસ જયને. બંનેનો સંબંધ ઘણો રસપ્રદ છે. બંને એકબીજાની પીડા જાણે છે એટલે તેઓ એકબીજાની નજીક છે.

જય અને અદિતિ હંમેશા સાથે રહે છે, તેથી બધાને ભ્રમ થઈ જાય છે કે તેઓ એક બીજાને પ્રેમ કરે છે. જ્યારે જય અને અદિતિને આ વિશે અદિતિના માતા પિતા પૂછે છે તો એ આ વાતની ચોખ્ખી ના પાડે છે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. કેવી રીતે તેમને અનુભવ થાય છે કે તેઓ એક બીજાને પસંદ કરે છે, તે આ ફિલ્મનો સાર છે.

અબ્બાસને આ ફિલ્મ આધુનિક યુવા દર્શકોને ધ્યાનમાં મૂકીને બનાવી છે અને નિ:સંદેહ આ વર્ગ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરશે. અબ્બાસની વાર્તા કહેવાની રીત અનોખી છે.

ફિલ્મનો પહેલો કલાક ઘણો જ મનોરંજક છે. તેમા આજની યુવા પેઢીનું તેમને હૂબહુ ચિત્રણ કર્યુ છે. આ ભાગ ઘણો જ યુથફૂલ અને ઉર્જાથી ભરપૂર છે. ફિલ્મ નબળી પડે છે બીજા કલાકમાં. દર્શકો ઈચ્છે છે કે જય અને અદિતિ સાથે રહે, પરંતુ તેમને દૂર દૂર બતાવ્યા છે અને આ અંતરને ઘણુ ખેંચ્યૂ છે. તેમના અલગ પડવાથી તે દુ:ખ નથી થતુ જે થવુ જોઈએ. આ ભાગમાં ગીતો પણ ઓછા છે કારણકે બધા ગીતો પહેલા એક કલાકમાં જ પડદાં પર રજૂ કરી દીધા છે. ફિલ્મનો અંત ઘણો જ ફિલ્મી છે, તેમ છતાં સારો છે.

ફિલ્મના ઘણા સંબંધો ખૂબ જ સરસ રીતે બતાવ્યા છે. જય અને તેની મમ્મીની વચ્ચેનો સંબંધ , અદિતિ અને તેના ભાઈ અમિતનો સંબંધ, રોતલૂ અને બોમ્બસનો સંબંધ. નસુરુદ્દીન શાહ અને રત્ના શાહની વાતચીત શ્રેષ્ઠ છે. અરબાજ ખાન અને સોહેલ ખાનના નિર્દેશકનો પણ યોગ્ય પ્રયોગ કરવામાં આવ્યો છે.
IFM

કાસ્ટીંગ ડાયરેક્ટર પાંખીએ ઉત્તમ કલાકારોની પસંદગી કરી છે. ફિલ્મના બધા કલાકારોએ ઓછામાં ઓછો
મેકઅપમાં રજૂ કરી છે. તેનાથી તેઓ આપણા જેવા જ લાગે છે. જયંત કૃપલાણી, કિટ્ટૂ ગિડવાણી, અનુરાધા પટેલ જેવા ભૂલી ગયેલા ચહેરા પણ આ ફિલ્મમાં જોવા મળ્યા છે.

ઈમરાન ખાનના વ્યક્તિત્વ પર આ ભૂમિકા બિલકુલ ફિટ બેસી છે. તેમની પાસે ન તો રફટફ લુક છે, કે ન તો મસલ્સ, પરંતુ પોતાના અભિનયથી તેમણે બાંધીને રાખ્યા છે. આ જોવુ રસપ્રદ રહેશે કે આવનારી ફિલ્મોમાં તેઓ બીજા પ્રકારની ભૂમિકાઓમાં ફીટ બેસે છે કે નહી.

જેનેલિયાનુ ભવિષ્ય ઉજ્જવળ છે. સામાન્ય દેખાવ ધરાવતી જેનેલિયાની આંખો ઘણુ અને હાસ્ય ઘણું બધુ કહી જાય છે. તેમની અભિનય ક્ષમતાને જોતા નિર્દેશકે તેમને ઘણા દ્રશ્યો એવા આપ્યા છે જ્યાં તેમણે સંવાદો વગર અભિનય કરવાનો હતો.

એ.આર.રહેમાનનુ યોગદાન પણ આ ફિલ્મમાં મુખ્ય છે. તેમના દ્વારા સંગીતબધ્ધ કરવામાં આવેલા બધા ગીતો હિટ છે અને લાંબા સમય સુધી ડાંસ પાર્ટીઓમાં ધૂમ મચાવશે. તકનીકી રૂપે ફિલ્મ મજબૂત છે.

ટૂંકમાં 'જાને તૂ...યા જાને ના'ને પસંદ કરનારાઓની સંખ્યા વધુ રહેશે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

Show comments