Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચલ ચલા ચલ : કોમેડી બની ગઈ ટ્રેજેડી

Webdunia
નિર્માતા : માના શેટ્ટી, જીપી વિજય, ધર્મેશ રોજકોટિયા
નિર્દેશક : રાજીવ કુમાર
સંગીત : અનુ મલિક, આનંદ રાજ આનંદ
કલાકાર : ગોવિંદા, રીમા સેન, રાજપાલ યાદવ, અસરાની, મનોજ જોશી, ઉપાસન સિંહ, અમિતા નાગિયા, ઓમ પુરી, મુરલી શર્મા, રજ્જાક ખાન, આસિફ બસરા.

' ચલ ચલા ચલ' ફિલ્મમાં કશુ જ યોગ્ય નથી. ખરાબ નિર્દેશન, ઘટિયા સ્ક્રિપ્ટ, ફિલ્મનુ સંપાદન કરનારો જાણે રજા પર હોય અને બધા કલાકરો અભિનયને બદલે બૂમો પાડતા હોય. એવુ કહેવાય છે કે આ કોમેડી ફિલ્મ છે, પરંતુ તેને જોવી એક ટ્રેજેડી છે. ફિલ્મની વાર્તા 35-40 વર્ષ જૂની લાગે છે. પણ આ ફિલ્મ જો ત્યારે રજૂ થતી તો પણ ફ્લોપ જ જતી.

દીપક (ગોવિંદા)એ માટે નોકરી બદલતો રહે છે કે એ ભ્રષ્ટ વ્યવસ્થા આગળ નમતુ નથી આપવા માંગતો. તે પોતાના પિતા (ઓમપુરી)ની મદદ કરે છે, જે કે કેસ લદી રહ્યા હોય છે. તેઓ જે શાળામાં કામ કરતા હતા,તે શાળાએ તેમનો પ્રોવિડંડ ફંડ અને પેંશન રોકી રાખી છે.

છેવટે તેઓ કેસ જીતી જાય છે અને શાળાને પૈસા આપવાનો આદેશ મળે છે. શાળા પાસે પૈસા નથી અને તેથી તેમને સ્કુલની એક બસ મળે છે. દીપકના પિતા ઈચ્છે છે કે બસને વેચવાને બદલે તેને ચલાવે, જો કે પરિવારના બીજા સભ્યોને આ મંજૂર નથી. દિપકનો મિત્ર સુંદર (રાજપાલ યાદવ) અને દીપક મળીને 'ચલ ચલા ચલ' ટ્રાંસપોર્ટ કંપની બનાવે છે અને બસ ચલાવે છે. જયારબાદ ઘણા નાટકીય પરિબળો જોવા મળે છે.

આ ફિલ્મને સહન કરવા હિમંત જોઈએ. વાર્તાના નામ પર કંઈ નથી. ફિલ્મનુ એડિટિંગ એટલુ ખરાબ છે કે એવો અનુભવ થાય છે કે પ્રોજેક્શન રૂમમાં બે રીલોની અદલા-બદલી થઈ ગઈ છે.

ગોવિંદાને એક સલાહ છે કે એ પોતાની વય મુજબના રોલ કરે. તેમણે હવે આ પ્રકારના રોલથી બચવુ જોઈએ. રાજપાલ યાદવ પણ મહત્વહીન ભૂમિકામાં જોવા મળ્યા. ઓમપુરીએ આ ફિલ્મ કેમ સ્વીકારી ? અસરાની, મનોજ જોશી, રજ્જાક ખાન, ઉપાસના સિંહ અને રીમા સેને અભિનયના નામ પર ખાનાપૂર્તિ કરી છે.

ટૂંકમાં 'ચલ ચલા ચલ' બધી રીતે એક નબળી ફિલ્મ છે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

Show comments