Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેલે હમ જી જાન સે : ગુમનામ શહીદોને નામ

Webdunia
P.R
નિર્માતા : સુનીતા ગોવારિકર, અજય બિજલી, સંજીવ કે. ગિલાની
નિર્દેશક : આશુતોષ ગોવારીકર
સંગીત : સોહેલ સેન
કલાકાર : અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, સિકંદર ખેર

સેંસર સર્ટિફિકેટ : યૂ/એ *18 રીલ *ર કલાક 55 મિનિટ

રેટિંગ 3/5

ઈતિહાસને સિલ્વર સ્ક્રીન પર ઉતારનારા આશુતોષ ગોવારીકરે આ વખતે એ શહીદોની વાર્તાને પસંદ કરી છે, જેમણે ભારતની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો છે અને જે ગુમનામ છે. આઝાદીની લડાઈમાં તેમનો ફાળો પણ કોઈનાથી ઓછો નથી.

18 એપ્રિલ 1930ના રોજ ચિટગામમાં સુરજય સેનના નેતૃત્વમાં કિશોરોએ અંગ્રેજોના જુદા જુદા અડ્ડાઓ અપ્ર એક સાથે હુમલો કર્યો હતો અને તેની ગૂંજ લંડન સુધી પહોંચી હતી. માનિનિ ચેટર્જીના પુસ્તક 'ડૂ એંડ ડાઈ - ધ ચિટગાવ અરાઈજિંગ 1930-34' પર આધારિત આ ફિલ્મ છે અને જે સત્ય ઘટના વિશે બતાવવામાં આવ્યુ છે તેના વિશે ઘણા ઓછાને ખબર છે.

સૂર્જ્યા સેન(અભિષેક બચ્ચન) અને તેના મિત્રોનો આઝાદી મેળવવાનો રસ્તો ગાંધીજીથી થોડો જુદો છે. તેમના દ્વારા રચાયેલી ભારતીય ગણતંત્ર સેના ગાંધીજીના આહ્વાન પર એક વર્ષ સુધી હિંસાનો રાસ્તો નથી અપનાવતી.

P.R
એક વર્ષ થતા જ તેઓ પોતાના ગામને અંગ્રેજોથી મુક્ત કરાવવાની યોજના બનાવે છે. તેમા તેમને સાથ મળે છે 56 કિશોરોનો જેમના એ મેદાન પર અંગ્રેજોએ કબજો કરી લીધો છે જ્યા તેઓ ફૂટબોલ રમતા હતા.

તેઓ સૂરજ્યની પાસે મેદાન આઝાદ કરાવવા માટે આવે છે અને દેશની આઝાદીના આંદોલન સાથે જોડાય જાય છે. કલ્પના દત્તા(દીપિકા પાદુકોણ) અને પ્રીતિ નામની બે મહિલાઓ પણ સાથે થઈ જાય છે.

આ બધા મળીને એક જ રાત્રે અંગ્રેજોના જુદા જુદા ઠેકાણાઓ પર હુમલો કરે છે. ટેલીગ્રામ ઓફિસ ધ્વસ્ત કરી નાખે છે. રેલવે લાઈન બંધ કરે છે. તેમની કોશિશ સંપૂર્ણ રીતે સફળ તો પરંતુ તેઓ ભારતીયોમાં આઝાદીની લડાઈ જોશ ભરવામાં સફળ થાય છે.

ભ્રષ્ટાચાર અને ગોટાલાના આ સમયમાં આશુતોષના વખાણ એ માટે કરવા જોઈએ કે તેમને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો છે કે આઝાદી માટે આપણા પૂર્વજોએ કેટલુ લોહી વહેડાવ્યુ છે.

આશુતોષની સાથે મુશ્કેલી એ છે કે તેઓ પોતાની વાત કહેવામાં લાંબો સમય લે છે. સીન તો ખૂબ લાંબો રાખે છે. 'ખેલે હમ જી જાન સે'ને પણ અંતિમ 40 મિનિટમાં ખાલી ખોટી ખેંચવામાં આવી છે.

સિપાહીઓ દ્વારા ક્રાંતિકારીઓને ઘેરનારા દ્રશ્યો ને વારંવાર બતાવ્યા છે. કાયદેસર તો હુમલા પછી જ ફિલ્મ પૂરી કરવી જોઈએ હતી અને થોડીક જ મિનિટમાં આ બધુ બતાવી શકાતુ હતુ કે એ બધાનુ શુ થયુ.

ક્રાંતિકારીઓ દ્વારા એક સાથે કરવામાં આવેલ હુમલાઓને વધુ સારી રીતે રજૂ કરી શકાતા હતા, કારણ કે તેમાંથી થ્રિલ ગાયબ છે અને કોણ શુ કરી રહ્યુ છે એ સમજવુ થોડુ મુશ્કેલ થઈ ગયુ છે.

આ ઉણપો છતા પણ ફિલ્મ બાંધીને રાખે છે, કારણ કે એ મૂળ થીમથી ભટકતી નથી. ફિલ્મને બાંગ્લાદેશને બદલે ગોવામાં ફિલ્માવી છે. પરંતુ તેનો કોઈ ફરક તેમા દેખાતો નથી. કલાકારોના ડ્રેસેસ, મકાન, સામાન, કાર વગેરે આપણને 80 વર્ષ પાછળ લઈ જાય છે. ફિલ્મના અંતમાં ક્રાંતિકારીઓની મૂળ ફોટો બતાવીને પણ એક પ્રશંસનીય કામ કર્યુ છે.

P.R
ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈંટ છે અભિષેક બચ્ચન. એક ક્રાંતિકારીમાં જે જોશ, તેવર, આંખોમાં આગ, જુનૂન દેખાવવુ જોઈએ, એ બધુ અભિષેકમાં બિલકુલ નથી. નીરસ રીતે તેમણે પોતાનો અભિનય કર્યો છે, અને મોટાભાગે તેમનો કહેરો સપાટ લાગે છે. તેમનાથી સારો અભિનય તો તેમના મિત્રોના રૂપમાં મુનિંદર, સિકંદર ખેર, ફિરોજ વાહિદ ખાને કર્યો છે. નોન ગ્લેમરસ રોલમાં દીપિકા અને વિશાખા સિંહ પ્રભાવિત કરે છે.

ફિલ્મની થીમ મુજબ કેટલાક ગીત પણ છે, જે ન પણ હોત તો કોઈ ફરક ન પડત. બાંગ્લા ટચ માટે થયેલ ડાઁયલોગ્સ સાધારણ છે. ફિલ્મનુ સંપાદન ઢીલુ છે અએન સમજી શકાય છે કે નિર્દેશકે સીન નહી કાપવા માટે દબાવ બનાવ્યો હશે.

ટૂંકમાં 'ખેલે હમ જી જાન સે'માં એક સત્ય ઘટનાને ઈમાનદારીથી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને દેશભક્તિને બનાવટી તથા નાટકીયતાથી દૂર રાખવામાં આવી છે. વંદે માતરમ.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments