Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક અગલી તો બીજી પગલી

Webdunia
P.R
નિર્માતા : રંગિતા પ્રીતીશ નંદી - પ્રીતીશ નંદી
નિર્દેશક : સચિન કમલાકર ખોટ
કથા-પટકથા - અનિલ પાંડે
ગીતકાર : અમિતાભ વર્મા
સંગીત : અનુ મલિક
કલાકાર : મલ્લિકા શેરાવત, રણવીર શૌરી, ટીનૂ આનંદ, સુષ્મિતા મુખર્જી, મનીષ આનંદ, વિહાંગ નાયક, ભારતી આચરેકર

યૂએ *8 રીલ

રેટિંગ : 1.5/5

' અગલી ઔર પગલી'નો ફક્ત વિચાર જ સારો છે, જેનો વિસ્તાર ખરાબ રીતે કરવામાં આવ્યો છે, જેને કારણે ફિલ્મ અગલી પણ લાગે છે અને પગલી પણ.

કબીર (રણબીર શૌરી) ખૂબ જ બેવકૂફ પ્રકારનો છોકરો છે. દસ વર્ષથી તે એંજીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને એક ગર્લફ્રેડના સપના જુએ છે. કુહૂ (મલ્લિકા શેરાવત) એક સુંદર અને બિંદાસ છોકરી છે. તેની વાણી જેટલી તીખી છે એટલા જ જોરદાર તેના હાથ પણ છે. આ બંને વિરુધ્ધ સ્વભાવના છે અને તેમને લઈને લવ સ્ટોરી બનાવવાનો વિચાર શ્રેષ્ઠ છે. આ જ બેઝ પર 'જાને તૂ યા જાને ના' પણ બનાવવામાં આવી હતી.

P.R
ચરોત્રોને સારી રીતે ગોઠવી તો દીધા, પરંતુ નિર્દેશક સચિન ખોટ અને લેખક અનિલ પાંડે તેમને લઈને એક અદદ વાતા ન વિચારી શક્યા. કબીર અને કૂહૂની તૂતૂ...મેં મેં.. દ્વારા ફિલ્મ આગળ વધે છે. કૂહૂએ કબીરને ઊંચી એડીના સેંડલ પહેરાવ્યા. પેટીકોટ પહેરાવીને સીટ વગરની સાઈકલ ચલાવડાવી, પરંતુ આવા દ્રશ્ય ખૂબ જ ઓછા છે, જેના પર હસું આવે. કુહૂના ચરિત્રની જેમ ફિલ્મ ક્યારે કંઈ દિશામાં વળી જાય તેનુ અનુમાન લગાવવું મુશ્કેલ છે.

કુહૂ પોતાના પ્રેમીને ખોઈ ચૂકી છે અને તેનુ દુ:ખ ભૂલાવવા માટે તે કબીર સાથે મિત્રતા વધારે છે. કબીરની સાથે સમય વિતાવવા છતા તે પોતાના જૂના પ્રેમીને નથી ભૂલી શકતી તો તે કબીરની જીંદગીથી દૂર થઈ જાય છે. કબીર તેને શોધે છે, પરંતુ તે નથી મળતી. છેવટે તેઓ ફિલ્મી અંદાજમાં મળી જાય છે. આટલી નાનકડી વાર્તાને પણ પડદાં પર સારી રીતે રજૂ નથી કરી શક્યા.

કબીરથી અલગ થયા પછી કૂહૂ દોઢ વર્ષ માટે કલકત્તા કેમ જતી રહે છે ? કબીર તેને વ્યવસ્થિત રીતે કેમ નથી શોધતો ? તે તેને ફોન, ઈ-મેલ, કે એસએમએસ કરવાને બદ્લે એક ઝાડ પર જ પોતાના સંદેશા કેમ ચોંટાડતો રહે છે ? એ ઝાડને લેખકે આટલું મહત્વ કેમ આપ્યુ છે, જ્યારેકે આખી ફિલ્મમાં એકપણ વાર કુહૂ અને કબીર એ ઝાડ પાસે નથી ગયા. કબીર પોતાનુ ઘર અને ફોન નંબર કેમ બદલી લે છે ? કુહૂ એકદમ કેવી રીતે બદલાય જાય છે ? અને ગૌરવ કપૂર સાથે લગ્ન કરવા રાજી થઈ જાય છે ? કબીર વિશે ગૌરવને બધી માહિતિ કેવી રીતે મળે છે ? ગૌરવ દ્વારા કબીર કુહૂને કેમ ન મળ્યો ? આવા ઢગલો પ્રશ્નો ફિલ્મ જોતી વખતે થાય મનમાં ઉભા થાય છે, જેનો જવાબ નથી મળી શકતો.

P.R
સચિન ખોટની આ પહેલી ફિલ્મ છે અને તેમનામાં અનુભવની ઉણપ લાગે છે. ફિલ્મમાં ઘણા દ્રશ્યો એવા છે જે ન પણ હોત તો ફિલ્મ પર કોઈ અસર ન પડત. ફિલ્મમાં સ્થળ અને સમયનુ બિલકુલ ધ્યાન નથી રાખવામાં આવ્યુ. કબીર અને કુહૂ એક બિલ્ડિંગની અગાશી પર મળતા રહે છે. તે બિલ્ડિંગ કોણી છે ? ક્યાં છે ? તેઓ કેમ મળે છે ? એ વિશે કશુ જ બતાવવામાં નથી આવ્યુ. કુહૂનો મોબાઈલ કબીર સવારે પરત કરવા જાય છે. ત્યારપછી બંને એક રેસ્ટોરંટમાં જાય છે. ત્યાંથી નીકળે છે તો રાત થઈ જાય છે. દ્રશ્યોનુ એકબીજા સાથે તાલમેલ નથી. ઘણા દ્રશ્યોને વારેઘડીએ મૂકવામાં આવ્યા છે.

મલ્લિકા શેરાવત અને રણવીર શૌરીનો શ્રેષ્ઠ અભિનય જ આ ફિલ્મની એકમાત્ર સકારાત્મક બાજુ છે. બંનેએ પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈને કામ કર્યુ છે. જીન્નત અમાન, ટીનૂ આનંદ, સુષ્મિતા મુખર્જી અને ભારતી આચરેકર નાની-નાની ભૂમિકાઓમાં જોવા મળ્યા. 99 થપ્પડ અને એક કિસનો આ સોદો મોંઘો છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

Show comments