Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટશન : માત્ર ફોર્મૂલા

Webdunia
P.R
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : વિજય કૃષ્ણ આચાર્ ય
સંગીત : વિશાલ શેખર
કલાકાર : અક્ષય કુમાર, કરીના કપૂર, સેફ અલી ખાન, અનિલ કપૂર

1970 અને 80ના દશકામાં બોલીવુડની મસાલા ફિલ્મોમાં ફોર્મૂલાનો જોર હતો. એક ફોર્મૂલા હતો બદલાનો, બાળપણમાં માસૂમ બાળકોના પિતાનુ ખૂન કરી દેવામાં આવે છે. હત્યારાને ફક્ત બાળક જ ઓળખે છે, જે મોટો થઈને બદલો લે છે.

એક ફોર્મૂલા હતો પ્રેમનો. બાળપણમાં છોકરો-છોકરી વચ્ચે પ્રેમ થઈ જાય છે અને ત્યારબાદ બંને જુદા પડી જાય છે. તેઓ જવાન થાય છે પણ બાળપણનો પ્રેમ નથી ભૂલી શકતા. મોટા થયા પછી જિંદગી તેમને ફરી એકબીજાની સામે લાવી દે છે, પણ તેઓ એકબીજાને ઓળખતા નથી. ફિલ્મ પૂરી થયા પછી ઘટનાક્રમ એવો ઘડાય છે કે તેમણે બધુ યાદ આવી જાય છે.

તે દિવસોમાં ફિલ્મનો ક્લાઈમેક્સ મોટાભાગે વિલનના અડ્ડા પર લેવામાં આવતો હતો. જ્યાં મોટા મોટા ખાલી ડબ્બા અને પીપડા પડી રહેતા હતા. નાયક અને ખલનાયકની મારામારીમાં એ ખાલી ડબ્બા ધડા ધડ ગબડતા હતા.

લડતા લડતા અચાનક આગ લાગી જતી હતી. ખલનાયક હજારો ગોળીઓ ચલાવતો હતો પણ તેનુ નિશાન હંમેશા કાચુ પડતુ હતુ. હીરોને એક પણ ગોળી નહોતી વાગતી. હીરોને બેવકૂફ પોલીસ ઓફિસર શોધતો શોધતો આવતો હતો, તો તે વેશ બદલીને ગીત ગાવા માંડતો હતો.

અહી આ બધા ફોર્મૂલાને યાદ કરવાનો હેતુ છે 'ટશન'. આ ચૂકેલા ફોર્મૂલાનો ઉપયોગ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યએ 'ટશન'માં કર્યો છે, જેનો ઉપયોગ હવે ફોર્મૂલા ફિલ્મકાર પણ નથી કરતા.

વિજય, જેમણે આ ફિલ્મની સ્ટોરી અને પટકથા પણ લખી છે, નુ બધુ ધ્યાન ચરિત્રોને સ્ટાઈલિશ લુક આપવામાં રહ્યુ છે. તેમણે દોયમ દર્જની વાર્તા લખી છે, જેમાં ઘણા 'તો' અને 'પરંતુ' છે. ફિલ્મ એટલી સ્ટાઈલિશ પણ નથી કે દર્શકો બધી ઉણપોને ભૂલી જાય.

વાર્તા છે પૂજા સિંહ( કરીના કપૂ ર)ની જે પોતાના પિતાની હત્યાનો બદલો ભૈયાજી( અનિલ કપૂ ર)સાથે લેવા માંગે છે. ભૈયાજીના પચ્ચીસ કરોડ રૂપિયા ચોરવા માટે તે જીમી( સેફ અલી ખા ન)ની મદદ લે છે. જિમી સાથે પ્રેમનુ નાટક કરીને તે પચ્ચીસ કરોડ રૂપિયા લઈને છૂમંતર થઈ જાય છે.

P.R
ભૈયાજી રૂપિયા વસૂલવાની જવાબદારી કાનપુરમા રહેનારા બચ્ચન પાંડે( અક્ષયકુમા ર)ને સોંપે છે. બચ્ચનને પૂજા પોતાના પ્રેમના જાળમાં ફસાવી બુધ્ધુ બનાવવા માંગે છે, પરંતુ એ જ એના બાળપણનો પ્રેમ હોય છે. છેવટે જિમી, પૂજા અને બચ્ચન મળીને ભૈયાજી અને તેની ગેંગનો સફાયો કરી દે છે.

પૂજા પચ્ચીસ કરોડ રૂપિયા ચોર્યા પછી તેણે આખા ભારતમાં જુદી જુદી જગ્યાએ મૂકી દે છે. ઝૂ ંપડ ીમાં રહેતા ગ્રામીણો તેના કરોડો રૂપિયા સાચવે છે. આ બહાને અનેક જગ્યાએ ફરાવવામાં આવ્યા છે.

ફિલ્મનું શૂંટિંગ લદ્દાખ, કેરલ, હરિદ્વાર, અને ગ્રીસમાં કરવામાં આવ્યુ છે. લોકેશન અદ્દભૂત છે, પણ હરિદ્વાર અને રાજસ્થાન જતા વચ્ચે ગ્રીસનુ લોકેશન અવી જાય છે.

ફિલ્મના ક્લાયમેક્સમાં ઘણા દ્રશ્યો હાસ્યાસ્પદ છે. જમીન પર ચીની લોકો સાથે અક્ષયની લડાઈ થતી હોય છે. તો બીજા જ દ્રશ્યમાં તે વીજળીના થાંભલા પર લડવા માંડે છે. સેફ અલી ખાન બોટ પર આવીને અનિલની ધુલાઈ કરે છે તો બીજ જ દ્રશ્યમાં અનિલ સાઈકલ રિક્ષા પર આવી જાય છે.

ફિલ્મમાં ભૈયાજીની પેંટ વારે ઘડીએ સરકતી રહે છે અને ભૈયાજી તેને ઉપર ચઢાવતા રહે છે, આ જ હાલ ફિલ્મની સ્ટોરીના પણ છે. વારે ઘડીએ તે પાટા પરથી ઉતરી જાય છે અને તેને વારંવાર પાટા પર ખેંચીને લાવવી પડે છે. મધ્યાંતર પછી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે.

ફિલ્મનો સકારાત્મક ભાગ છે અક્ષય કુમાર અને કરીના કપૂરનો અભિનય. કરીના આ ફિલ્મની હીરો છે અને પટકથા તેમને કેન્દ્રમાં મૂકીને જ લખવામાં આવી છે. કરીનાએ આ ફિલ્મ માટે ખાસ કરીને જીરો ફિગર બનાવી અને તેને ઘણી બતાવી પણ ખરી. તેમના ચરિત્રના ઘણા રૂપ બતાવવામાં આવ્યા છે જેણે કરીનાએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા છે.

અક્ષય કુમાર ખિલંદડ વ્યક્તિની ભૂમિકા હંમેશા સારી રીતે ભજવે છે. આ ફિલ્મમાં તેમનો અભિનય પ્રશંસનીય છે કરીના સાથે પ્રેમ થયા પછી તેમનુ શરમાવવાનુ દ્રશ્ય જોવા લાયક છે. તેમણે પોતાના પાત્રની બોડી લેંગેવેઝને બારીકાઈથી પકડયુ છે.
P.R

સેફનુ ચરિત્ર થોડુ દબાયેલુ છે, પણ તેમનો અભિનય અને સંવાદ બોલવાની છટા શ્રેષ્ઠ છે. અનિલ કપૂરે હિગ્લિશમાં એવા સંવાદો બોલ્યા છે કે અડધાથી વધુ તો સમજાતા જ નથી. અનિલની એક્ટિંગ તો સારી છે પણ તેમનુ પાત્ર બોર કરે છે.

વિશાલ શેખરનુ સંગીત ફિલ્મ જોતી વખતે વધુ સારુ લાગે છે. 'છલિયા', 'દિલ ડાંસ માંગે' અને 'ફ્લક તક' નું નિર્માણ ભવ્ય છે.

' ટશન' ની ટેગ લાઈન છે, ધ સ્ટાઈલ, ધ ગુડલક, ધ ફાર્મૂલા પણ ફિલ્મમાં ફક્ત બેઅસર થયેલો ફોર્મૂલા જ જોવા મળ્યો છે.

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Show comments